ગઝલ – કિરીટ ગોસ્વામી September 1, 2008 મન, તને ક્યાં જાણ છે? ખોખલા ખેંચાણ છે લોક પરમેશ્વર ગણે, હું કહું છું ઃ પ્હાણ છે. છીછરાં તું ના સમજ, આંસુમાં ઊંડાણ છે. ઠેસ તો વાગી મને; કો’ક લોહીઝાણ છે. તું ખસી ગઇ એકાએક; ચિત્ર મુજ નિષ્પ્રાણ છે. Share on FacebookTweetFollow us
લોક પરમેશ્વર ગણે, હું કહું છું પ્હાણ છે. એકે ગીત યાદ આવી ગયું… પથ્થર નો ઘડિ ને બેસાડ્યો, ફૂલ ને વાઘા પહેરાવ્યા માનવ ની મુઝવણ સમઝે ના એવો પ્રભુ બનાવ્યો શા માટે! Reply
છીછરાં તું ના સમજ, આંસુમાં ઊંડાણ છે. ઠેસ તો વાગી મને; કો’ક લોહીઝાણ છે. ગુઢ વાત-થોડા સરળ શબ્દોમા સરસ Reply
છીછરાં તું ના સમજ,
આંસુમાં ઊંડાણ છે.
ખુબ સુંદર..
લોક પરમેશ્વર ગણે,
હું કહું છું પ્હાણ છે.
એકે ગીત યાદ આવી ગયું…
પથ્થર નો ઘડિ ને બેસાડ્યો, ફૂલ ને વાઘા પહેરાવ્યા
માનવ ની મુઝવણ સમઝે ના એવો પ્રભુ બનાવ્યો શા માટે!
છીછરાં તું ના સમજ,
આંસુમાં ઊંડાણ છે.
ઠેસ તો વાગી મને;
કો’ક લોહીઝાણ છે.
ગુઢ વાત-થોડા સરળ શબ્દોમા
સરસ
સરસ ગઝલ !
આભાર, જ્યશ્રીબેન.
સુધીર પટેલ.
સુંદર સપ્રમાણ ગઝલ…