લ્યો જરાક જીવણ અટકો – રમેશ પારેખ

સ્વર – રેખા ત્રિવેદી
સંગીત – સુરેશ જોષી
આલબ્મ – સમન્વય સંગીત સમારોહ ૨૦૧૦

લ્યો જરાક જીવણ અટકો,લ્યો સોપારીનો કટકો,
લ્યો ખાટ બિરાજી ખટમીઠો,ખમ્મા એકાદો ખટકો.

જીવણ જરિયલ જામા ઉપર ઝૂલે મારો વાળ
એને ભાળી તમ પટરાણી કરશે કંઇ કંઇ આળ
ચક માંહે ચમકે છે ચાડીયો, ઉજાગરાનો ચટકો
લ્યો ખાટ બિરાજી ખટમીઠો,ખમ્મા એકાદો ખટકો.

મીરાં કે પ્રભુ પાછા ક્યારે  પધારશો આ પે’ર,
તમે જાવ તે જુલમ જીવણ, તમે રહે તે ભેર
છેવટમાં આલિંગુ છું, તો છોછ કરી નવ છટકો
લ્યો ખાટ બિરાજી ખટમીઠો,ખમ્મા એકાદો ખટકો.

– રમેશ પારેખ

One reply

  1. તમે રહો તે મેર
    આ મેર એ મહેરનું તળપદરૂપ છે.
    આટલું સુધારો જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *