વિરાટનો હિંડોળો – નાન્હાલાલ

મારી ખૂબ ગમતી રચના… વારંવાર સાંભળવાનું મન થયા જ કરે….!!! અને આજે એને સંભળાવવાનું બીજું એક બહાનું લઇ આવી. સાંભળો આ અદ્ભૂત રચના – સ્વરકાર શ્રી અતુલ દેસાઈના સ્વરમા. (આ ફાઇલની સાથે પંડિતજીનું નામ હતું ગાયક તરીકે – એટલે પહેલા એમનું નામ લખ્યું હતું. ભૂલ સુધારવા માટે અશોકભાઇનો આભાર).

સ્વર/સંગીત – અતુલ દેસાઈ

***********************

Posted on May 21, 2009

ભૈરવી રાગમાં સ્વરબધ્ધ થયેલી આ ટચુકડી રચના જેટલીવાર સાંભળીયે એટલીવાર મઝા કરાવે.. સ્વરકાર દક્ષેશભાઇની આ ખૂબ ગમતી રચના.

આ ગીતના સ્વરાંકન અને રાગ વિષેની મારી ભુલ સુધારવા માટે આભાર અમરભાઇ..   (નીચે Comment માં આ ગીત વિષે અમરભાઇની વાત અહીં Copy કરવાની લાલચ હું રોકી ન શકી)

I think I sang this song in 1989 at Dr.Vikram Kamdar’s residence at his insistence.This was the first ever song of kavyasangeet that i learnt from my mother when I was about 12 years old. The words printed by you -particularly fudadiye fudadiye are correct. i sang fumatade fumatade which does not seem to be right.
However two corrections- the composition is of Pandit Omkarnath Thakur and not of Daksheshbhai. Our great vocalist Shri Atul Desai himself a disciple of pandit Omkarnathji has sung it very well.Secondly it is not in rag bhairavi but it is based on Rag Sindhura.It is one of the milestones of Kavyasangeet- Gujarat is fortunate to have Work of two greats of Gujarat-Kavi Nanalal and Classical Vocalist Sangeet Martand Pandit Omkarnathji-combined together in this geet.

અને આવી સુંદર રચનાને જ્યારે અમરભાઇની પ્રસ્તુતિ મળે, ત્યારે જાણે શબ્દો-સંગીતની સુંદરતા ઓર વધી જાય છે.

અમરભાઇના થોડા વર્ષો પહેલાના Los Angeles program નું આ Live Recording છે. એટલે અમરભાઇ પોતાની આગવી અદામાં ગીત પહેલા જે વાતો કરે છે, એનો લ્હાવો અહીં પણ મળી રહે છે.

અને હા, ફરી એકવાર યાદ કરાવી દઉં.. અમરભાઇ હમણા અમેરિકાની મુકાલાતે છે. વિગતો આપ અહીંથી મેળવી શકશો.

https://tahuko.com/events/?cat=23

અને San Francisco – Bay Area ના મિત્રોને ખાસ આમંત્રણ – ૨૫મી મેના અમરભાઇના કાર્યક્રમ માટે.  Please let your friends in Bay Area know about this golden opportunity to listen to Amarbhai live… Also, if any of you or your friends are planning to attend the program, please RSVP by sending email to Mira Mehta : miramehta@hotmail.com or by commenting to this post. We need to give a count to caterer who will be catering the dinner. Hope to see you there 🙂

(વિરાટનો જાદુ…. Upper Yosemite Falls, Apr 09)

* * * * *

સ્વર : અમર ભટ્ટ
સ્વરાંકન : પંડિત ઓમકારનાથ ઠાકુર

વિરાટનો હિંડોળો ઝાકમઝોળ;
કે આભને મોભે બાંધ્યા દોર;
વિરાટનો હિંડોળો…

પુણ્યપાપ દોર, ને ત્રિલોકનો હિંડોળો
ફરતી ફૂમતડાંની ફોર;
ફૂદડીએ ફૂદડીએ વિધિના નિર્માણમન્ત્ર
ટહુકે તારલિયાની મોર :

વિરાટનો હિંડોળો ઝાકમઝોળ.
વિરાટનો હિંડોળો…

– નાન્હાલાલ

37 replies on “વિરાટનો હિંડોળો – નાન્હાલાલ”

  1. આવા ગીતો સાંભ્ળ્યા પછી શબ્દો વામના લાગે

    આભાર,

    નવીન કાટવાળા

  2. ગુજરાતી ભાષા ની આવી અનોખી અને ઉચ્ચ કક્ષા ની રચના ને સંગીતબદ્ધ થયેલી સંભાળવા મળવી ખુબ મુશ્કેલ છે. અને આવી રચનાઓ ની સીડી મળવી તો અશક્ય જ છે. જો આવા ખાસ કાર્યક્રમોમાં ગવાયેલા ગીતોને ડાઉનલોડ કરવા ની વ્યવસ્થા થઇ શકે તો તે ગુજરાતી કાવ્ય, સાહિત્ય અને સંગીત ના પ્રેમીઓ માટે આશીર્વાદ રૂપ થઇ પડશે, એવું મારું નમ્રપણે માનવું છે. હું તો આવા ગીતો વગાડી ને રેકોર્ડ કરું છું પણ રેકોર્ડીંગની ગુણવત્તા સારી ના હોવાથી પછી સાંભળવાની એટલીબધી મઝા અવાતી નથી, અને જેઓ કોમ્પુટરના જાણકાર નથી તેઓ ને આવા ગીતો તો સંભાળવા અને માણવા મળતાજ નથી. આપની ડાઉનલોડ પોલીસી માં ફેરવિચારણા કરવા નમ્ર વિનંતી અને જો સિલેક્ટીવ રીતે, આવા ખાસ ગીતો માટે ડાઉનલોડ કાર્રવા નું શક્ય બને તો અમે આપના ખુબ અભારી થઈશું.

  3. કેટલા નાનકડા ગીતમા વિરાટનુ સકળ બ્ર્હ્માન્ડનુ દર્શન કરાવ્યુ. જયષ્રી બહેનને તેમજ અમર ભટ્ને ખુબ ખુબ અભિનન્દન.

  4. jai jinendra,
    jayshreeben, really you have done very fine and good work for gujrati classical and sugamsangeet. rare collection of gujratisongs bhajan, gazhal. etc, marvellous bhajan song by pt, omkarnath thakur, this is only for those who can understand the music, the them of music music is saddhana, and precious gift, thanks, lot jayshreeben, god bless you. manilal.m.maroo marooastro@gmail.com

  5. જયશ્રિબેન,
    ખુબ ખુબ આભાર.”વિરાટનો હિંડોળો ઝાકમઝોળ”.
    Thoroughly enjoyed the “Unique and most acclaimed creation by Pandit Omkarnath Thakoor” sung by equally covated Shree Amarbhai.
    Many thanks again.
    Mohan Vadgama
    London : 25.03.2011

  6. મહાકવિ શ્રી નાન્હાલાલ ને ‘વિરાટ’ શ્રદ્ધાંજલી અમરભાઈના સુરીલા અવાજમા !
    બહુ સુંદર. આભાર.
    યોગિની અને ઉલ્લાસ ઓઝા

  7. આ કાવ્યને અમરભાઈ અને શ્રી અતુલ દેસાઈના અવાજમાં સાંભળવાનું સૌભાગ્ય મળ્યું. કાશ, પંડિતજીનું રેકોર્ડિંગ પણ ક્યાંક સચવાઈ રહ્યું હોય!!!!

  8. ખુબ જ મધુર રચના,ફરી ફરી સાંભળવાનું મન થાય અને તોયે મન ભરાય નહિ.
    આવી અને બીજી અનેક રચનાઓ માણવા મળે છે તે માટે જયશ્રી અને ટહુકો નો આભાર.
    મમ્મી

  9. વઆહ વહ વિરત નો હિન્દોલો ખુબ સૈર કરવિ અભાર્

  10. નાન્હાલાલ મને અતિ પ્રિય કવિ છે. તેમની આ રચના પણ તેટલી જ પ્રિય. ખુબ જ સરસ. મારા પ્રિય કવિને સંભળાવવા બદલ ખુબ ખુબ આભાર, ખાસ કરીને આગામી ૧૬ તારીખે તેમની ૧૩૫મી વર્ષગાંઠ તેના અનુસંધાનમાં મજા કરાવી દીધી.

  11. Chi Jayshreeben,We appriciate your opinion on “VIRAT NO HINDOLO..”and clarification there on,now we would like to request you that please arrange for…”RAJA TARA DUNGARIYA PAR BOLE ZINA MOR…” NEEDLESS TO MENTION THAT THIS IS SUNG ..IN CLASSICAL RAGGA…SUNG BY SHRI OMKAR NATH THAKUR…!!I WILL TRY TO FIND OUT FROM WEB SITE AND WILL LET YOU KNOW THE RESULT..LATER THANK YOU…JAYSHREE KRISHNAJI…INDIRA AND RANJIT..

  12. દરેક વખતે જ્યારે જ્યારે સાંભળવાનો મોકો પ્રાપ્ત થાય છે ત્યારે ત્યારે વિશેષ આનંદ અનુભવાય છે….આભાર…………..

  13. shree amarbhai..excellent singing you r blessed with your musical family ashirvad..ghani vastuo varsa ma malvi mushkel hoy che ane the divine blessing ne karne j you can take that amukya varso and manintain it…asmita parva 2010 ma aa samlyu tayr thi j thau k tadatmay sadhi sakay ave compositions manu ek a che..god bless you forever…may life will b more kansen and tansen…

    respected mam, can i have the link of nabh thi padhari mari tarli re lol by shree amar bhatt?it was wonderful composition..

  14. ખુબ જ સુંદર રચના અને એટલુંજ સુંદર સ્વરાંકન.

    મને પણ એવુ લાગે છે કે૰

    ઝાકમઝોળ’ અને ‘હિંડોળો’ એ સાચી જોડણી છે.
    -ભૂલ-ચૂક માફ

  15. જયશ્રીબેન /શ્રી અમરભાઈ.
    કવિ નાન્હાલાલ નું આ કાવ્ય પં ઓમકારનાથે રાગ સિંધોરામાં નિબધ્ધ કરેલ છે.
    આ માહિતી મને મારા ગુરુજી સ્વ.મનહરપ્રસાદ ભટ્ટે (મું-ચાંદોદ જી-વડોદરા) એ જ્યારે હું એમની પાસે શાસ્ત્રીય સંગીત ઈ.સ. ૧૯૮૦ માં શીખતો હતો ત્યારે મને જણાવેલ હતું .અને એમણે પંડિતજી ને આ ગીતમાં રુબરુ સાંભળ્યા હતા. તા-૨૩/૦૨/૨૦૧૦.

  16. […] વિરાટનો હિંડોળો ઝાકમઝોળ ઝૂલે ગુજરાતીમાં કોક કવિને ગાન દિશાઓ સઘળી ખૂલે ગુજરાતીમાં શ્વાસ નિરંતર સોહમ્ સોહમ્ ગુજરાતીમાં કોણ પૂછતું કોહમ્ કોહમ્ ગુજરાતીમાં […]

  17. I have heard this song so many times from Shri Amar Bhatt’s voice.
    Is there anyway we can upload this song so that I can put this in my MP3 player?
    Thanks,

    Suren

  18. Geet sangeet bahuj zakamzol……….pan uper ni 10 comments pan etalij enjoy kari….thanks to all

  19. Hello Amarbhai,

    Its indeed a pleasure to see your comment on tahuko.  Thank you so much for correcting me – about the composition and about the Raag of this song.  I didn’t know the name of the composer, and I recall that this was Daxeshbhai’s Favourite Song and he used to sing it many times…  Also, I know your close attachment with Daxeshbhai, so somehow I thought this is his composition.

    Thank you so much for correcting my mistake.  I will be more careful next time.

     

     

  20. dear jayshreeben,
    I think I sang this song in 1989 at Dr.Vikram Kamdar’s residence at his insistence.This was the first ever song of kavyasangeet that i learnt from my mother when I was about 12 years old. The words printed by you -particularly fudadiye fudadiye are correct. i sang fumatade fumatade which does not seem to be right.
    However two corrections- the composition is of Pandit Omkarnath Thakur and not of Daksheshbhai. Our great vocalist Shri Atul Desai himself a disciple of pandit Omkarnathji has sung it very well.Secondly it is not in rag bhairavi but it is based on Rag Sindhura.It is one of the milestones of Kavyasangeet- Gujarat is fortunate to have Work of two greats of Gujarat-Kavi Nanalal and Classical Vocalist Sangeet Martand Pandit Omkarnathji-combined together in this geet.
    While late Dakshesh Dhru is my favourite composer, he also used to sing this song composed by Pandit Omkarnathji sometimes.
    Regards and looking forward to meeting you soon.
    Musically yours
    Amar Bhatt

  21. એંજલ,
    મારું email તો ટહુકોના sidebar માં ૧-૨ જગ્યાએ છે, ફરી કહી દઉં તો યે – write2us@tahuko.com

    comment section મા તમારુ સાચું email લખ્યું હોત તો મારો આ personal message તમને તમારા email માં મળ્યો હોત.

  22. પ્રિય એંજલ,

    આ મજાનું નામ આજકાલ વારંવાર અડફેટે ચડે છે, ખાસ કરીને લયસ્તરોની જૂની કૃતિઓ સાથે !! આપના પ્રેમભર્યા સદભાવ બદલ ખૂબ ખૂબ આભાર, દિલ સે !

    સુંદર રચના અને ઉત્તમ કહી શકાય એવું સ્વરાંકન અને ગાયકી…

  23. Please accept my compliments for posting this Bhajan.
    I am late in complementing as when I opened a site it was night in U s and Bhairavi Raag is for early morning with this raag program is to be ended. I am also thankful for Raag Hameer which you posted few days back. (Madhubanme Radhika………

  24. સુપ્રભાત! જયશ્રીબે’ન,
    ખુબ સુન્દર રિતે તમે મારી સવાર સુધારી,આભાર.
    મેં હમણા થોડા જ સમયથી તમારિ આ site ની નિયમિત મુલાકાત લેવાનું શરુ કર્યું છે.ઘણિ જગ્યાએ comments પણ મુકિ છે.પણ હું કોઇ fresh post નિ રાહ જોઇ રહી હતી.જેથી તમારો પ્રત્યુત્તર મળી રહે.how are you? Studying,music & raeding are my passions.You all i.e. you,Urmi,Vivekbhai,Dhavalbhai,SV,etc. are doing great job. I have always wondered that why gujaratis themselves are not reading guj. sahitya?! It is really very rich. well,I can’t type guj. very fast & as I don’t have so much time right now,I am typing in eng.Sorry 4 that.
    I know Vivekbhai will surely comment/read the new post so I want to say him,
    Hiiiiiiii. કેમ છો? વિવેકભૈ? I am your “feelings mate”.
    સમજ્યા કે નહિં?o.k. I want to say that whenever u & Urmi writes I can REALLY feel that words.

    Jayshree Di, keep the quality work going. BYE.( sorry,આટલું લામ્બું લખાણ આ વિભાગ માં કરવા માટૅ.actually I don’t have your e-mail Id)

  25. વાહ, ભૈરવી બદ્ધ ઝાકમઝોળ હિંડોળે હીંચકવાનોઆનેરો આનંદ!

    નિઃશંક, અમરભાઈએ મહાકવિની દિવ્ય-ભવ્ય કલ્પનાની દિપ્તી વધારી આપી છે. આવા ઉદાત્ત કાવ્યનું ચયન કરી શકે અને નીખારી શકે એવા ગણ્યા-ગાંઠ્યા સ્વરકાર/સંગીતકારમાં અમરભાઈનું સ્થાન આગવું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *