પ્રગટ થયા પ્રભુ… – પ્રેમાનંદ સ્વામી

આજે ચૈત્ર સુદ નોમ – એટલે રામનવમી.. અને સાથે સાથે ભગવાન સ્વામીનારાયણનો પણ જન્મદિવસ.

સ્વર – સંગીત : જયદીપ સ્વાદિયા

પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે
ભક્તિ માતા, ધર્મ તાતનું નામ રે
કૌશળ દેશમાં ધર્યો અવતાર રે
નોમ અજવાળી, રૂડો ચૈતર માસ રે

તેડાવો જોષી ને પૂછાવો નામ રે
નામ ધર્યું રૂડું શ્રી ઘનશ્યામ રે
મુખડું શોભે અતિ બાલુડે વેશ રે
સુંદર ભુરા માથે નાના શા કેશ રે

હરખે ઝૂલાવે માતા દૂધ-સાકર પાય રે
માતાને મન વ્હેલા કેમ મોટા થાય રે
રડતા રમાડતા પારણીયે પોઢાડે રે
રેશમી દોરી લઇ હીચકાવે રે

પોઢો પોઢો પ્રભુ જગના આધાર રે
પ્રેમાનંદ નિત્ય નવી લીલા ગાયે રે

– પ્રેમાનંદ સ્વામી

16 replies on “પ્રગટ થયા પ્રભુ… – પ્રેમાનંદ સ્વામી”

  1. Nice Bhajan. Premanand Swami is the Ocean of Prem. Please, add other Nand Santo’s Kirtan like BRAHMANAND SWAMI, NISHKULANAND SWAMI, PREMANAND SWAMI etc..
    Thank you very much.

  2. જય સ્વામિનારાયણ ભક્તિ અને શ્રધ્ધા નું ઝરણુ એટલે પ્રેમાનંદ સ્વામિ, વિશેષ જયદિપ જી નો સ્વર! આનંદ થયો

  3. જયદીપભાઈ ખુબ જ સરસ્ જય સ્વામીનારાયણ આપણે દાદર મદિરમા સાથે રહ્યા હતા..કેતન્…(હાલ શોભીતસ્વરુપ સ્વામી)…હમઝા આવી..

  4. Very nice and religeous song. To hear such bhajan is a kind of bhakti as per this slok. Shravanam, kirtanam, vishno shmaran, padsevanam, archanam, vandanam, dasyam, sakhyatma nivedanam. ie. sharvanam.
    Great and thank you for this bhajan.
    Congratulations to Jaydeep Swadiya !!!!

    Jalendu

  5. આ પ્રાર્થના મન પર ઘણી સારી અસર અને શાન્તિ અર્પી જાય છે, જ્યારે પણ સાંભળીએ ત્યારે.
    Very happy birth day to lord swaminarayn.
    JAY SWAMINARAYAN.

  6. ઓછા સાધનો, background માં જ ફક્ત સંગીત રાખીને – શબ્દને સુંદર રીતે ઉજાગર કરતો જયદીપનો સ્વર..! ભાવ નિતરતું પદ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *