બીજી તો કોઇ રીતે.. – ઓજસ પાલનપુરી

આગમન એનું સુણીને ઊર્મિઓ હરખાઈ ગઈ;
ચાંદ ઊગ્યો પણ નહીં ને ચાંદની ફેલાઈ ગઈ.
– કવિ (?)

.

બીજી તો કોઈ રીતે ના ભૂંસાય ચાંદની,
ઝાકળની થોડી બુંદોથી ધોવાય ચાંદની.

પીને શરબ ઉભો’તો સપનાય ના જુઓ,
તરસ્યા રહીને જાગો તો પીવાય ચાંદની.

તું આંખ સામે હોય તો એવુંય પણ બને,
ખીલ્યો હો ચંદ્રમા ને ન દેખાય ચાંદની.

તાર સ્મરણનું તેજ મને ડંખતું રહે,
ઉપરથી પાછી એમાં ઉમેરાય ચાંદની.

‘ઓજસ’ ધરે છે કોણ આ દર્પણ ગગન ઉપર,
દિવસનું તેજ રાતે બની જાય ચાંદની.

– ઓજસ પાલનપુરી

10 replies on “બીજી તો કોઇ રીતે.. – ઓજસ પાલનપુરી”

  1. ઘૂંઘટ જરા હટતા બધે, ફેલાઈ ચાંદની;
    મુખડું જરા મલક્યું અને વેરાઈ ચાંદની.

    મેં જોયું એને એક નજરે, એ જરા હસ્યાં!
    ખંજન  ભરેલા  ગાલ  પર,  રેલાઈ ચાંદની.

    હું પ્યાસ સાથે એમને નિહાળતો રહ્યો,
    ને  એમની  આંખો થકી  પીવાઈ  ચાંદની.

    મેં હાથ જ્યાં એની તરફ  ફેલાવ્યો થામવા,
    ને એ જરા પાછાં હટ્યા,  શરમાઈ ચાંદની!

    આર્યમ્” બધું તો ઠીક, આ  અંધાર કેમનું!
    એને નયન ઢાળ્યાં પછી હોલવાઈ ચાંદની.

  2. Nice to read gazhals of
    Ojas Palanpuri – My maternal uncle (Motamian Syed) and
    Sunya Palanpuri – (Alikhan Baluch) my class teacher 5th & 6th grades
    both were very close friends. Though I could harldly understand, It was privilege and great pleasure to watch them, I was just 9 – 10 years old, reciting each others composition and suggesting improvements.
    I highly regard – Sunya Palanpuri as greatest Gujarati Sayar and
    Sahir Ludhiyanvi as greatest Urdu Sayar.
    Mehmood Syed
    New York

  3. દિલ્ ને ચુ જાતિ ગ્ઝ્લ્.

    તન્સુખ મેહ્તા.

  4. execellent,, each of all but the ojas is legend of gujarati world…i like so much
    bakhuda unki masum aur katilna andaaj ka javab nahi…
    AA DILASA AAPRAOE MARU DHYAN DORYU CHHE.NAHITAR HU DUKHI CHHU AEVI MUJ NE KHABAR NA HATI-OJAS PALANPURI
    OUTSTANDING

  5. તું આંખ સામે હોય તો એવુંય પણ બને,
    ખીલ્યો હો ચંદ્રમા ને ન દેખાય ચાંદની.

    સુંદર ગઝલ !

  6. વારંવાર સાંભળેલી ગુજરાતી ગઝલોમાંની એક… કેટલીક ગઝલો એની સરળ અને સહજ ગાયકીના કારણે યુવાનીના દિવસોમાં લોહીમાં વણાઈ ગઈ છે… આ એમાંની એક !

    મુક્તકના કવિનું નામ જણાવવા બદલ આભાર, મેહુલભાઈ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *