૨૧ જુલાઇ, વ્હાલા કવિ-સંગીતકાર શ્રી અવિનાશ વ્યાસનો અને કવિ શ્રી ઉમાશંકર જોષીનો જન્મદિવસ..!
સ્વર – નિરુપમા શેઠ
સંગીત – અજીત શેઠ
માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને
અધ બોલ્યા બોલડે
થોડે અબોલડે
પોચા શા હૈયાને પીંજવામાં વાર શી
માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને
સ્મિતની જ્યાં વીજળી
જરી શી ફરી વળી
એના એ હૈયાને રંજવામાં વાર શી
એવા તે હૈયાને નંદવામાં વાર શી
માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને
– ઉમાશંકર જોશી
This is the song Mânvinâ haiyâne (‘The Human Heart’), by Umâshankar Joshi, that is used to illustrate Gujarati in Kenneth Katzner’s book “The Languages of the World”.
AA kavya ane tena shabdo temaj swarankan khub saras chhe.Nirupamabene bahu saras gayu chhe.thanks
વચન થી દરિદ્ર શું કામ? વેદના ની પણ કેવી સુદર અભીવ્યક્તી!
બહુ સુંદર કાવ્ય છે.