હોલિવુડની ફિલ્મમાં સંભળાશે ગુજરાતી ગરબો.. !!

ગુજરાતી ગરબા અને તેમાં ગવાતા ગીતોની લોકપ્રિયતા હવે ભારતીય સિમાડાને ઓળંગી ગઈ છે. ઘણી હિન્દી ફિલ્મોમાં ગુજરાતી ગરબાનો ઉપયોગ થોડા ઘણા અંશે થતો આવ્યો છે.પરંતુ હવે હોલિવુડની ફિલ્મમાં પણ ગુજરાતી ગરબો સાંભળવા મળશે. હોલિવુડની ક્લોવરફિલ્ડ નામની સાયન્સ ફિક્સન ફિલ્મમાં ગુજરાતી ગરબો પંખીડા ઓ પંખીડા નો ઉપયોગ બેકગ્રાઉન્ડ મ્યુઝીક તરીકે થયો છે. આ ફિલ્મ યુએસમાં પ્રદર્શિત થઈ ગઈ છે અને થોડા સમયમાં ભારતમાં પણ આ ફિલ્મ પ્રદર્શિત થશે.

હાલમાં આ ફિલ્મ ચાર એવોર્ડ માટે પસંદગી પામી ચૂકી છે. તેના માટેનો શ્રેય લેખા રત્નાકુમારને જાય છે. લેખા જણાવે છે કે આ ફિલ્મના પ્રોડ્યુસર ભારતીય સંગીતની શોધમાં હતા, અને તેમણે તેમની ફિલ્મના બેકગ્રાઉન્ડ સંગીત માટે લોકપ્રિય ગુજરાતી ગીત પંખીડા ઓ પંખીડા પર પસંદગી ઉતારી.

ઘણા પ્રોડક્શન હાઉસને વિડિયો અને ઓડિયો પૂરા પાડવા વાળી મ્યુઝીક લાયબ્રેરીમાં આ ગીતને કમ્પોઝ અને રેકોર્ડ કરવામાં આવ્યુ હતુ. ઈન્ડિયા ટૂડે- ભાંગડા એન્ડ ડાંડિયા નામના આલ્બમ માંથી આ ગીત લેવામાં આવ્યુ છે.

તે વિશે જણાવતા લેખાએ કહ્યું હતુ કે મેં આલ્બમને કમ્પોઝ અને રેકોર્ડ કર્યુ હતુ. ફિલ્મના પ્રોડ્યુસરે આ ગીતને મ્યુઝીક લાયબ્રેરીમાંથી લીધુ અને તેનો ઉપયોગ તેમની ફિલ્મમાં કર્યો.

જાહેર છે કે પંખીડા ઓ પંખીડા તુ ઉડીને જાજો પાવાગઢ રે, મહાકાળીને જઈને કહેજો ગરબે રમે રે આ ગીત મોટા ભાગના ડાંડિયા અને ગરબાના કાર્યક્રમોમાં વગાડવામાં આવે છે.

આભાર : દિવ્ય ભાસ્કર
Read more : Times of India

————————————————-

ગરબાની આટલી બધી વાતો કરીયે, અને ગરબા ન સાંભળીયે, એવું તો કંઇ ચાલે?

ફક્ત ‘પંખીડા’ વાળો ગરબો મને ના મળ્યો :(, એટલા આ થોડા નોન-સ્ટોપ ગરબા સંભળાવું છું, જેમાં તમને ‘પંખીડા’ પણ સાંભળવા મળશે.  🙂 

 

 

8 replies on “હોલિવુડની ફિલ્મમાં સંભળાશે ગુજરાતી ગરબો.. !!”

  1. Wonderful…!this news made me great feeling about our culture and traditional Gujarati “garba” in Hollywood Films. This is our proud and progressive movement. God Bless to our Country, state and Tradition.

  2. Before 15 years back my niece Pragnya who acted in Mira Mayer film Salam Bombay had taught Gujarati songs on piano to Canadian students and they playing songs on annual function this way Gujarati music became famous among forign students

  3. Does Hollywood take pride when Indian films imitate and take reference to western world all the time.

    Why is it a question of pride? I think it is nothing to be proud about….

    India has richer culture…..it is about time Hollywood takes advantage of it.

    I am not surprised nor proud about it. I would tell Hollywood, learn more about other part of the world.

  4. નોન સ્ટોપ ગરબા પ્લે કરવા જઈએ ચ્હીએ તો એરર ઓન ફઈલ આવે ચ્હે. તો પઁખીડા સાથે ગીતો ગુઁજતા કરો તો આભારી થઈશ

  5. હોલિવુડ ની ફીલ્મ મા ગુજરાતી ગરબા ને સ્થાન મલ્યુ એ ગુજરાત અને ગુજરાતીઓ માટે ઘણી ગૌરવ ની વા છે

  6. મઝાની વાત અને ફરીને ગરબાની મોજ
    લગભગ ૨૫ વર્ષ પહેલાની વાત યાદ આવી.મારી દિકરી ચિ.સૌ.છાયાની ટોરન્ટો-કેનેડામાં સી.એન ટાવર પાસે દુકાન હતી.ત્યાં અચાનક હોલીવુડનો ફીલ્મ ડાયરેકટર શોર્ટ- સર્કીટ ફીલ્મના ઈન્ડીયન એપીસોડવાળા ભાગનું ડાયરેકશન માટે મારા જમાઈ શ્રી કમલેશકુમાર નાયકને વિનંતી કરી હતી તે તેમણે સ્વીકારી હતી.તેની યાદગીરી હોલીવુડ ડાયરેકટરની ચેર પણ તેમને મળી હતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *