સ્મરણ માટે – કિરણસિંહ ચૌહાણ

મળ્યું’તું કોઇ એક જ વાર, તે પણ અડધી ક્ષણ માટે,
મિલન બસ એટલું કાફી હતું એના સ્મરણ માટે!

નિખાલસ ગુફ્તગૂ ને શબ્દમય વાતાવરણ માટે,
ગઝલનો બાગ ખુલ્લો મૂકું છું પ્રત્યેક જણ માટે.

તમે આકાશ થઇ કાયમ ટકી રહેશો આ દુનિયામાં,
તમારી દૃષ્ટિની તૈયારી હો જો વિસ્તરણ માટે.

ભરી શકતો નથી ડગલુંય જે પોતાની મરજીથી,
એ પર્વતને તણખલું રોજ ઉશ્કેરે તરણ માટે.

સતત દોડીને તૂટી જાય, હાંફી જાય… અંતે શું?
બધાં જીવે છે આખી જિંદગી જાણે મરણ માટે!

– કિરણસિંહ ચૌહાણ

11 replies on “સ્મરણ માટે – કિરણસિંહ ચૌહાણ”

  1. AN EXCELLENT GUJARATI GAZAL, INDEED ! THANK YOU FOR SHARING AND CONGRATULATIONS TO THE POET.

  2. બહુ સાચી વાત છે.
    સતત દોડીને તૂટી જાય, હાંફી જાય… અંતે શું?
    બધાં જીવે છે આખી જિંદગી જાણે મરણ માટે!

  3. કિરણ્સિન્હની આ ગઝલ બહુ જ ગમી.. આખરી પન્ક્તિ તો ખુબજ સરસ .

  4. ખુબ સરસ ગઝલ્ . અભિનન્દન પ્રત્યેક શેર લાજવાબ ..

  5. “સ્મરણ માટે ” સુન્દર …આભાર કિરણ સિંહ .

  6. ભરી શકતો નથી ડગલુંય જે પોતાની મરજીથી,
    એ પર્વતને તણખલું રોજ ઉશ્કેરે તરણ માટે. – સુંદર ગઝલનો હાસિલ-એ-ગઝલ શેર મારા મતે.

  7. ભરી શકતો નથી ડગલુંય જે પોતાની મરજીથી,
    એ પર્વતને તણખલું રોજ ઉશ્કેરે તરણ માટે.

    wah

  8. સરસ ગઝલ, બધા જ શેર લાજવાબ…………………..મારા સુરતના ગઝલકાર શ્રી કિરણસિંહ ચૌહાણને અભિનદન્……… ……… આપનો આભાર……………………………………

  9. Vaah …!ભરી શકતો નથી ડગલુંય જે પોતાની મરજીથી,
    એ પર્વતને તણખલું રોજ ઉશ્કેરે તરણ માટે.
    -abhinandan mitra

  10. બીજા શેર ની બીજી લાઈન નુ વજન બરાબર નથી. ‘ગઝલ નો બાગ મ્હે ખુલ્લો મુક્યો પ્રત્યેક જણ માટૅ’ આ પ્રમાણૅ હોય તો વજન બરોબર લાગે એવુ મ્હારુ સુચન કરૂ તો ચાલશે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *