આજે માણીએ અમારા બે એરિયાના કવયિત્રી – જયશ્રીબેન મર્ચન્ટ – ના આલ્બમ ‘લીલોછમ ટહુકો’નું ટાઇટલ ગીત.!! મને તો આલ્બમના બધા જ ગીતો અને ગઝલો ગમે છે – પણ એમાં આ ગીત તો એકદમ જ સ્પેશિયલ છે. અને એ કેમ એ તો તમને ખબર હશે જ ને? 🙂
સ્વર – સંગીત : નેહલ રાવલ ત્રિવેદી
પ્રસ્તાવના : તુષાર શુક્લ
લીલોછમ ટહુકો ઊડ્યો છે પાંખમાં,
લઈને આકાશ આ આખું
મને દઈ દો, આ ટહુકાનું આયખું!
મેઘધનુષનું એક આખું નગર વસે.
પેલે પાર વાદળિયા, ધૂંધળિયા દેશમાં!
ને વીજલડી! તારા ને ચાંદાની ઓથે,
ઊઘડતું બ્રહ્માંડ આખું!
મને દઈ દો આ ટહુકાનું આયખું!
યમુનાને કાંઠે, કદમના પાન પાન,
સખી માધવની મુરલીએ મ્હાલે!
ને રાધિકાની રગરગમાં વાસંતી ટહુકો,
ઊતરે લઈ આકાશ આખું!
મને દઈ દો આ ટહુકોનું આયખું!
– જયશ્રી મરચંટ
વાહ
બહુ સરસ…
Sushri Nehalben Raval Trivedi Nu Aa Ek Ja Geet Tahuka par Chhe,Pan TAHUKA NU SHIRMOR SAMU CHHE !!!
Abhnanadan !!!
તહુકો તહુકો ચ્હે જેને કોઇ સબ્દો થિ વખનિ ન સકય્.કલિ દિબન્ગ રત હોય અક્લ અતુલ હેઅદ્ફોને લૈ ને બેત હોય જુઓ પચ્હિ
તહુકનિ મઝા.
ખૂબ જ સરસ. મન લીલુંછમ થઈ ગયું. શબ્દો ખૂબ જ સરસ અને એવો જ સરસ મધુર અવાજ. THANK YOU SO MUCH.
મારા મનપસંદ ગીતોમાંનું એક મસ્ત ગીત. 🙂
TUSHARBHAINI PRASTAVANA SWANBHALVI GAMI.KHUB SARAS RITE ELOBARATE KARI,SATHE MADUR SWARANKAN SAMBHALAVA MALYU.MEGHA DHANUSHI RANGANO TAHUKO NE EENA MATE KHUB SARAS RITE SHUBHECHHE PATHAVATA JANEKE AASHIRWAD MAGI RAHYA HOI,NAMAN KARI RAHYA HOY TEVU LAGYU.ANI SATHE EAKVAR EE PAN KAHI SHAKAYKE NAYGARA FALLS ANE YAMUNA RIVER BANNE JANE BE SAHELI HOYNE MEGHDHHANUSHNA RANGO BHIKHERVANI COMPITITION KARI RAHI HOY.MAJA AAVI.
ઘણુ જ સરસ ગીત. ઉઘદડતુ બ્ર્હ્માન્ડ આખુ શુ લાજવાબ શ્બ્દો છે.
લીલોછમ ટહુકો આનદ આનદ આપી ગયો, સાથે સાથે તુષારભાઈની પ્રસ્તાવના પણ મનભાવન, સરસ ગાયકી અને સગીત……………..
LILOCHHAM TAHUKO sung very well by the singer after the melodious tunes by the music composer.Congratulations to both and to tahuko.com Keep up.