ગઇકાલે – ૧૮મી જાન્યુઆરીએ મુંબઇ ભાઇદાસ હોલમાં – સર્જક દંપતી અશરફ ડબાવાલા અને મધુમતી મહેતાના ગઝલ સંગ્રહ – ‘વાણીપત’ અને ‘નામ તારું રુદ્રાક્ષ પર’ નું એકસાથે વિમોચન થયું. આપણા સર્વ તરફથી એમને હાર્દિક શુભેચ્છાઓ..!! મુંબઇ – ગુજરાતમાં એમની ‘કાવ્યયાત્રા’ વિશે વધુ માહિતી આ રહી.
અમારી દુર્દશા માટે તમારા વાંક શું ગણવા ?
છળે શ્વાસો જ અમને તો હવાના વાંક શું ગણવા ?
અમે શ્રદ્ધા ગુમાવીને પછી રસ્તે જ બેસી ગ્યા,
તમારા તીર્થ કે એની ધજાના વાંક શું ગણવા ?
ઊણપ ઉપચારમાં લાગે જગતનો એ જ નિયમ છે,
દરદની ઓથ લૈ લે તું, દવાના વાંક શું ગણવા ?
મને મારી જ હદ છે કેટલી એની ખબર ક્યાં છે
અને એમાં વળી તારી ગજાના વાંક શું ગણવા ?
અમે આ મોરના પીંછાથી આગળ જૈ નથી શકતા,
તો એમાં મોર કે એની કળાના વાંક શું ગણવા ?
-અશરફ ડબાવાલા
બન્નેને ધન્યવાદ્.
બન્નેનો ખૂબ જ આભાર. આ ક્રુતિ ગમી.
અમે આ મોરના પીંછાથી આગળ જૈ નથી શકતા,
તો એમાં મોર કે એની કળાના વાંક શું ગણવા ?
બહુજ સરસ
અશરફભાઈ અને મધુમતી બહેન,
બન્ને ને નવા કાવ્ય સંગ્રહ માટ ખુબ ખુબ અભિનંદન. આવા જ સરસ કાવ્યસંગ્રહ આપતા રહો એવી શુભેચ્છા.
અશરફ ડબ્બાવાળાનુ કાવ્ય વાન્ક શુ ગણવા ઘણુજ ગમ્યુ. એમની યાત્રાની માહિતી વિષે આભાર
કાવ્યયાત્રાને અમારી શુભકામનાઓ……….અને માહિતી માટે આપનો આભાર…………….
abhinandan. sundr kruti.
વાહ વાહ!
ઊણપ ઉપચારમાં લાગે જગતનો એ જ નિયમ છે,
દરદની ઓથ લૈ લે તું, દવાના વાંક શું ગણવા ?
દોક્તરો તો આ વાતથી ઘણાં વાકેફ છે!
THANKS FOR THE INFORMATION MY ALL GOOD WISHES TO THEM