ગઝલ પઠન – કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ
અરે ! આવ્યો અજાયબ મોડ, બિસમિલ્લાહ !
હડી કાઢી હરખ ને દોડ, બિસમિલ્લાહ !
તરીકતનું તણખલું તોડ, બિસમિલ્લાહ !
હકીકતનું હલેસું છોડ, બિસમિલ્લાહ !
નરી આંખે હવે જોવું, નર્યું હોવું,
અરીસા આયના સબ ફોડ, બિસમિલ્લાહ !
તમે પણ તે જ છો તેની ખબર ઊગો,
હવે તો બસ અહંગ્રહ જોડ, બિસમિલ્લાહ !
કદમ એક જ અને આવાસ કાયમનો,
કરી સૌ શૂન્ય શૂન્યે ખોડ, બિસમિલ્લાહ !
– રાજેન્દ્ર શુક્લ
Audio is not working.
સરસ. કવિનો ભાવ હરખ્યો. કદમ એક અને આવાસ કાયમનો, nearly there નો , અહેસાસ.
સુન્દર. આભાર
નવું વરસ સુખદાયી રહો.
બિસમિલ્લાહ ! શુભાનઅલ્લાહ!!!
સુધીર પટેલ.
“બિસ્મિલ્લાહ” સૌને !