સ્વર – કર્મવીર મહેતા
સ્વરાંકન – ?
કોની જુવે છે તું વાટ, અભાગી !
કોની જુવે છે તું વાટ ?
કોણ રે આવી ,નાવ લાવે તુજ,
નાંગરશે ઉર ઘાટ ?
-અભાગી ૦
ઉઠ ,ઉભો થા, ઝાલી લે લાકડી,
લૈ લે તારી કંધે તું. ગાંસડી;
આવવાનુ નથી કોઇ તેથી ના રે’વુ રોઇઃ.
જાવાનું તારે , થાવાનું છે તારે,
નાના મટીને વિરાટ.
– અભાગી ૦
આફત આવશે આભથી ઉતરી,
લેશે ધરા નિજ દુખમા જોતરી,
તોય છે તારે માથે,થઇ એક જવું સૌ સાથે;
લેખ લખ્યા છે એ,માનવી. તારે
એક જ, ભવ્ય, લલાટ.
– અભાગી ૦
– પ્રહલાદ પારેખ
સુન્દર સ્વરાન્કન્. કોનેી જુએ ચ્હે વાત્…. ખરેખર દિલને સ્પર્શેી ગઈ.
કોની જુએ છે વાટ આ ગીત રવીન્દ્રનાથ્ના એકલો જાનેરે ગીતની યાદ આપે છે. કોઇની રાહ જોવાથી કૈ કામ નહિ થાય. તારે એકલાએજ આગળ ધપવાનુ છે.
વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે સરસ રચના માણવા મળી………
તમારેી બધેી જ ક્ર્રતિ ખુબ જ સુન્દર હોય લાગે ચ્હે.
EXCELLENT I REALLY ENJOYED THE WORDINGS AND PHYLOSOPHY BEHIND
ઉઠ ,ઉભો થા, ઝાલી લે લાકડી,
લૈ લે તારી કંધે તું. ગાંસડી;
આવવાનુ નથી કોઇ તેથી ના રે’વુ રોઇઃ.
જાવાનું તારે , થાવાનું છે તારે,
નાના મટીને વિરાટ.
– અભાગી
સ્વામિ વિવેકાનંદ ની ૧૫૦મી જન્મ જયંતિ હમણાજ ગઈ, હવે કોની વાટ જોવાની ?! ૨૫ વર્ષની એક પેઢી ના હિસાબે આપણી સાતમી પેઢીએ ઘણી રીતે ઘણા ક્ષેત્રે નાના મટી ને વિરાટ બનવા “ઉઠ ,ઉભો થા, ઝાલી લે લાકડી,લૈ લે તારી કંધે તું. ગાંસડી; એવો સ્વ ને આદેશ આપવાનોજ બાકી છે ને !”આવવાનુ નથી કોઇ તેથી ના રે’વુ રોઇઃ.”