ચીસને પણ દોસ્ત! તું ગાતો રહે – કિરીટ ગોસ્વામી

જીવ સાથે શિવ તણો નાતો રહે
પ્રેમનો વ્યવહાર ત્યાં થાતો રહે

આયખાનું વસ્ત્ર ફાટી જાય છો
એની ઉપર સંબંધની ભાતો રહે

આ હ્રદયના બાગમાં આઠે પ્રહર
લાગણીનો વાયરો વાતો રહે

આહ પણ પલટાઇ જાશે વાહમાં
ચીસને પણ દોસ્ત! તું ગાતો રહે

હું પીયાલી શબ્દની ભરતો રહું
રંગ રોજ એનો છલકાતો રહે

– કિરીટ ગોસ્વામી

11 replies on “ચીસને પણ દોસ્ત! તું ગાતો રહે – કિરીટ ગોસ્વામી”

  1. KIRITBHI “CHELA “JTAMARI JUNI GAJLO JAD AVI GAHI
    JIV NI SHIV TARFNI JATRMA APNI SUBHERCHHA SAUNE FLE,
    ATHEY PAHR ANAND ANE UPRTHI KALAMNE KUDRATNI MAHER CHHE
    PRTYEK SHNE GAJAL PAGTI RAHE LAHERKHI MA BHNJAVTI RAHE

  2. A NICE GAZAL . LIKED. IT IS A GAZAL MAKING LIFE A CELEBRATION THROUGH LOVE, COMPASSION AND TOLERANCE.

  3. આયખાનું વસ્ત્ર ફાટી જાય છો
    એની ઉપર સંબંધની ભાતો રહે

    સંબંધ ને એની ચરમસીમા એ પહોંચાડી “સંબંધ્ ” શબ્દની ગરીમા વધારી !

    જીવ-શિવ નો સંબંધ તો સમજો કે સમર્થ અને પામર નો સંબંધ ગણાય !ત્યાં પ્રેમ સાથે આસ્થા ભળી,સાચી વાત તો..

    આહ પણ પલટાઇ જાશે વાહમાં
    ચીસને પણ દોસ્ત! તું ગાતો રહે

    કિરીટભાઈ! પીયાલી શબ્દની તમે ભરતા રહો
    રંગ રોજ એનો છલકાતો રહે, અમે પીતા રહીયે!

  4. શિવ સાથે જીવના વ્યહારની વાત કરતી રચના ખુબ આનદદાયી બની રહે છે………..

  5. જ્યા સુધી જીવ-શિવ તણો નાતો રહે
    ભક્તિ નો “વ્યવહાર” ત્યા થાતો રહે
    સદ્ગુરુ મહારાજ ની જો શિખ મળે
    “જાય” જીવ, શિવ ન્રુત્ય ત્યા કરતો રહે

  6. ભા ઈ શ્રી ગોસ્વામી જી, હરિઃ ઑમ

    જીવ સાથે શિવ તણો નાતો નથી
    એક આ ને એ બીજો ફાન્ટો નથી
    શબ્દ નો વ્યાપાર જીવનભર કર્યો
    જીવ એ શિવ છે, સમઝતા તો નથી

    નામ ને યથાર્થ કરે એવુ ચિન્તન કરો. હરિઃ ઑમ

  7. જીવ સાથે શિવ તણો નાતો રહે
    પ્રેમનો વ્યવહાર ત્યાં થાતો રહે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *