અમે યુ.કે.ના રહેવાસી – ચન્દુ મટ્ટાણી

ટહુકો પર પહેલા આપણે ‘અમે યુ.એસ.એ’ના રહેવાસી… એ ગીત સાંભળ્યું હતુ, એ યાદ છે ને? હજુ ના સાંભળ્યુ હોય તો હવે જરૂર સાંભળી લેશો…   તમે અમેરિકામાં રહેતા હો કે ના રહેતા હો, પણ તો એકવાર સાંભળવા જેવું છે એ ગીત…   અને એજ ગીતની એક બીજી આવૃતિ એટલે આ ‘અમે યુ.કે ના રહેવાસી…’

બ્રિટનમાં વસતા ગુજરાતીઓની લાગણીને આ ગીતમાં ખૂબ જ સરસ રીતે રજૂ કરવામાં આવી છે… (ચિત્રલેખામાં થોડા વખત પહેલા એક લેખ પ્રસિધ્ધ થયો હતો, જેમાં લેસ્ટરના ગુજરાતીઓની વાત હતી.. કોઇ પાસે હોય તો મોકલશો?)  હાલ માટે આ એક ઓનલાઇન આર્ટિકલથી કામ ચલાવી લો 😀

અને હા….  બ્રિટનમાં વસતા ગુજરાતીઓને કોમેંટમાં પોતાના પ્રતિભાવો અને અનુભવો લખવાનું ખાસ આમંત્રણ છે. 🙂

સ્વર : બાલી બ્રહ્મભટ્ટ, આશિત દેસાઇ
આલ્બમ : મા ભોમ ગુર્જરી

176

અમે યુ.કે.ના રહેવાસી ગરવા ગુર્જર ગુજરાતી..
અમે યુ.કે.ના રહેવાસી ગરવા ગુર્જર ગુજરાતી…
સ્ટર્લિંગ પાઉન્ડ ને પેન્સ માં ફરતા ફેરા લખ ચોર્યાસી

કચ્છ ચરોતર ખેડા જિલ્લો કે ઉત્તર ગુજરાત
રહ્યા અહીં પણ વતન સાંભરે ભલો એ કાઠિયાવાડ

હે શિયાળે સોરઠ ભલો, ને ઉનાળે ગુજરાત રે
ચોમાસે વાગળ ભલો, ને કચ્છડો બારે માસ

નોકરી ધંધો કરવા આવ્યા, થયા ભલે અહીં સધ્ધર
ઉંચા જીવે રહ્યા છીએ  ને શ્વાસ રહ્યા છે અધ્ધર

અમે ભલે બ્રિટનમાં તો યે ભારતના નિત પ્યાસી
અમે યુ.કે.ના રહેવાસી ગરવા ગુર્જર ગુજરાતી…

ડાયટ પેપ્સી પિત્ઝા બર્ગર ફીશ એન ચિપ્સ .. .(?)
દુઃખિયાના બેલી જેવા ઇંગ્લિશ પબ ને મેક્ડોનલ  .. BIG Mac..!!

ઉત્સવ કરીયે ધરમ-કરમના મંદીરે પણ જઇએ
હરે ક્રિષ્ન હરે રામ….(2)  જય સ્વામી નારાયણ…

મૂળ વતનના સંસ્કારોને જરી ન અળગા કરીયે
વોર્મથ મળેના વિટંરમાં જાતા વેધરથી ત્રાસી
અમે યુ.કે.ના રહેવાસી ગરવા ગુર્જર ગુજરાતી…

ઓક્સફર્ડ સ્ટ્રીટ ને થેમ્સ નદી વળી બકિંગહામ પેલેસ
બેલગ્રેવ રોડ ને ઇલિંગ રોડ પર ગુજરાતીનો ગ્રેસ  (શોપિંગ કરવા હાલ્યા..!!)
સાડી સોનું કરિયાણું ને તેજ તમાકુ તમતમ
ભજીયા ભાજી ભરે થેલીમાં ગુજરાતી આ મેડમ  (મરચા ક્યાં ?!)

ઓલ રાઇટ ઓલ રાઇટ કરતા ચાલે ગુર્જર યુરોપ વાસી
અમે યુ.કે.ના રહેવાસી ગરવા ગુર્જર ગુજરાતી…
અમે યુ.કે.ના રહેવાસી ગરવા ગુર્જર ગુજરાતી…

21 replies on “અમે યુ.કે.ના રહેવાસી – ચન્દુ મટ્ટાણી”

  1. રિઅલિ ખુબ જ સરસ………. મઝા આવી ગઇ સામ્ભડ્વાનિ…….

  2. સરસ ગીત છે. ઘણું ગમ્યું. ગુજરાતના ભાગો- કચ્છ, કાઠીયાવાદ, ઉત્તર ગુજરાત અને ચરોતર, ખેડા સાથે સુરત-નવસારી કે દક્ષિણ ગુજરાત ને પણ વણિ લીધું હોત તો ઘણું સારું થાત. સુરત અને નવસારી જીલ્લાના હજારો લોકો બ્રિટન માં છે.

  3. વેર્યક યોઉ
    ગુદ વ મુસ્ત અન્દ એન્જોય ઓન ઉ તુબે અત એઅલિએસ્ત થન્ સમ્જ્યા ?રન્જિત્..િન્દેીર વેદ આભર મઝ પદિ ગૈ…..!!!

  4. ડાયટ પેપ્સી પિત્ઝા બર્ગર ફીશ એન ચિપ્સ .. .(?)
    ડાયટ પેપ્સી પિત્ઝા બર્ગર ફીશ એન ચિપ્સ નો આનન્દ

  5. હુ હમણાજ રાજ્કૉટ થી યુ.કે. આવીછુ. આ ગીત સાંભળીને હું ખરેખર યુ.કે. વાસી થઈ ગઈ હોવ તેવી લાગણી અનુભવી રહી છુ.

  6. કેમ છો જયશ્રેી બેન્,
    ખૂબજ સરસ છે! મરેી પાસે આવૂ જ એક આફ્રિકા નુ ગેીત છે! “અમે આફ્રિકા ના રેહવાસી..” જો તમને ટહુકો પર મુકવા માટે અથવા અમસ્તા જ સાંભળવા પણ જોઇતુ હોય તો જનવશો!
    આભાર.

  7. ‘હુઁ અમદાવાદનો રિક્ષાવાળો ‘ ગીત પણ સારુઁ ને
    સાઁભળવા જેવુઁ છે.

  8. આ બંને ગીતોની ગંગોત્રી સમું મૂળ ફિલ્મી ગીત – અમે મુંબઈના રહેવાસી પણ સાંભળવા જેવું છે…

  9. ભાવ વાહી, આશિત દેસાઇ અને બાલી બ્રહ્મભટ્ટના સ્વરનૂ મધુરું ગીત

  10. Very very very good !!Its really nice.Khub aj maaja avi gai.Keep on composing this type of songs.They r really good.Amuk boring gujarati geeto sambhadi ne kantalo aave che pan aava geeto tou fresh kari dai che.Thanks jayshree didi for keeping this song because amne school vada ne tou aava maja na geet khub aj gaame che!!!!!!!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *