કશુંક સામ્ય તો છે સાચેસાચ કઠપૂતળી – વિવેક કાણે ‘સહજ’

વિવેકભાઇની એક ગઝલ.. એમના જ સ્વર સાથે…

કશુંક સામ્ય તો છે સાચેસાચ કઠપૂતળી
તને હું જોઉં અને જોઉં કાચ ક ઠપૂતળી

આ તારું નૃત્ય એ મારી જ કોરીયોગ્રાફી
નચાવું તને એમ નાચ કઠ પૂતળી

હલનચલન ને આ ચૈતન્ય ખેલ પૂરતું છે
જીવંત હોવાના ભ્રમમાં ન રાચ કઠપૂતળી

સમાન હક ને વિચારોની મુક્તતા ને બધું
જે મારી પાસે નથી એ ન યાચ કઠપૂતળી

‘સહજ’ નચાવે મને કો’ક ગુપ્ત દોરીથી
ને તારી જેમ છું હું પણ કદાચ કઠપૂતળી

6 replies on “કશુંક સામ્ય તો છે સાચેસાચ કઠપૂતળી – વિવેક કાણે ‘સહજ’”

  1. હલનચલન ને આ ચૈતન્ય ખેલ પૂરતું છે
    જીવંત હોવાના ભ્રમમાં ન રાચ કઠપૂતળી

    વાહ!! કેટલો સરસ શેર છે!!

  2. કદાચ નહિ પન ચોક્કસ આપને બધાએ પરમ ચૈતન્યનિ કથપુતલિઓ જચ્હિએ ને?તેના દોરિસન્ચાર પ્રમઅને તો વિશ્વ ચાલે ચ્હે.
    નલિનિ
    જોડનીની ભુલ માટે ક્ષમા.

  3. સામાન્યતયા અન્યની બુધ્ધિથી દોરાનાર આપણે કઠપૂતળી થઇએ તે ભગવાનને કદીએ ગમતું નથી કારણ કે,મનુષ્યને જ ભગવાને વિવેક,બુદ્ધિ આપી છે.
    વિવેક અનિલ કાણે ‘કઠપૂતળી’ જેવા રદીફમાં છંદબધ્ધ રચના પરમ તરફ લઈ જાય છે.સુઝલોન એનર્જીના એ.જી.એમ.,-બી.ઈ.અને એમ.બી.એ ફાઈનાન્સને સાંભળવાની તક મળી તે બદલ નહીં પણ ગુજરાતી અને ઉર્દૂ ગઝલક્ષેત્રે ખૂબ મોખરાનું નામ ધરાવનારા કવિને આટલી સહજતાથી ગઝલ જે રીતે પઢાય તે રીતે રજુ કરી.આ શેર
    ‘સહજ’ નચાવે મને કો’ક ગુપ્ત દોરીથી
    ને તારી જેમ છું હું પણ કદાચ કઠપૂતળી
    આ ફ રી ન.
    મેં પણ સાથે સાથે ગાઈ શીખવાનો પ્રયાસ કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *