સ્વર / સંગીત – રવિન નાયક
રાત આખી આસપાસ સૂતાં આ ઉજાગરાને
વહેલી સવારે સંજવારી,
આંસુથી મેલા આ આંખોનાં આંગણાને,
વાળીને હમણાં પરવારી હો..
સૂરજનાં તાંતણામાં ડૂબેલી ઘટનાઓ,
ફાનસનાં અજવાળા ચૂએ;
પડછાયા ઓગળીને અંધારું થાય,
અને શમણાની ઓસરીમાં રૂએ.
બારીને ઝાપટીને ચોક્ખી કરૂં ત્યાંતો,
સેપટ ઉડે છે અણધારી હો..
રાત આખી આસપાસ સૂતાં આ ઉજાગરાને
વહેલી સવારે સંજવારી…
ચુલા પર સાચવીને કરવા મૂક્યો છે,
મેં પાછલી ઉમરનો વઘાર;
આંખોની નીચેનાં કુંડાળા શોભે છે,
વેદાનાનો લીલો શણગાર.
સૂની અગાસીનાં ટેકાએ ઉભેલી,
પૂનમ થઈ છે અલગારી હો..
રાત આખી આસપાસ સૂતાં આ ઉજાગરાને
વહેલી સવારે સંજવારી ….
– અંકિત ત્રિવેદી
good work done ankitbhai..anil joshi, in past was offering such creations..very well written .
gautam kothari vadodara
સરસ ગીત્ સરસ સ્વરાંકન, અને ગાયકી અદભૂત . આભાર
ankit bhai nice song.congrats
સરસ ગીત્ સરસ સ્વરાંકન, આનદદાયી સગીત, અને ગાયકી અદભૂત………
ગીતનો ઉપાડ જ કેટલો સુન્દર છે આરમ્ભનુ વાદ્યવ્રુન્દ અદ્ભુત છે. એક સર્વાન્ગ સુન્દેર રચના.
ઉજાગરાનો વૈભવ ,તેમા સમાયેલી વેદનાનો વૈભવ વાળ્વાથી વળાય એવુ ક્યા બને ??
હ્રુદયસ્પરશિ ગીત. આભાર આ ગીત માટે.
અતિ પ્રિય સુન્દર ગેીત્.
સ્વર સન્ગેીત્ નો સુભગ સમ્ન્વય્.
એક વાર કોઇ વણસી ગયું કે વેદનાના વઘાર શરુ થઈ જાય. પછી કમરના લચકા અને ગણદણાતા ગીતો બધું બન્ધ્. વહાલના વેણના શમણા જોવા રહ્યા.
સુન્દર રચના. આભાર.
sunder,ati sunder!!!!!!!!!
સરસ.
ચુલા પર મુક્યો વઘાર,આંખ ના કુંડાળા,
વેદનાનો લીલો શણગાર.
વેદના નો લીલો શણગાર .
પાછલી ઉમર નું ઘરેણું .!
સુંદર ગીત અને એટલું જ મધુર સ્વરાંકન