મા તું પાવાની પટરાણી

સ્વર – ઉષા મંગેશકર અને વૃંદ
ગુજરાતી ફિલ્મ – મા કાળી પાવાવાળી

મા તું પાવાની પટરાણી ભવાનીમા કાળકા રે લોલ
મા તારે ડુંગરડે ચડવું તે અતિઘણું દોહ્યલું રે લોલ.

મા તારા મંડપના દર્શન રે કરવાં અતિ દોહ્લાલા રે લોલ
મા તારે ગામ ગરબે ગૂંજ ફરતે પૈદા થયો રે લોલ

મા તું પાવાની પટરાણી ભવાનીમા કાળકા રે લોલ
મા તારે કાંડે કંડલા જોડ રે ઝાંઝરી ઝગમગે રે લોલ
મા તારે અંગુઠ વીંછીંયા પાન રે ઘૂઘરી રણઝમે રે લોલ.

મા તારે દસે આંગળીયે વેઢ રે પહોંચા પરવળે રે લોલ
હે મા તારે શ્રવણ ઝબૂકે ઢાલ, કંઠે હાર શોભતા રે લોલ

મા તું પાવાની પટરાણી ભવાનીમા કાળકા રે લોલ
મા તારી ટીલડી તોઅલ લાખ રે સેંથે શોભતો રે લોલ
મા તારે નાકે નથેશ્વર ઊંચી કે શોભા બહુ બની રે લોલ

3 replies on “મા તું પાવાની પટરાણી”

  1. અહિ મા પાવા નિ પતરાનિ નહિ, પરન્તુ મા પાવા થિ પ્ર્રગ્તાનિ સે.
    અહિ આ ગિત નો અર્થ બદલાય ગયો સે. સુધાવા વિન્તિ સે.
    આભાર આપ્નો જો તમે આ સુધરો કરાવો તો.

    સન્જયકુમાર વસોયા.
    બાયોતેકનોલોજિસ્ત અફ્રિકા.

  2. ma tu pavani PATRANI nahi pan PRAGTANI shabd 6. gayko dvara khoto shabd prayog thayelo 6 sudhrva vinanti

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *