કે લાવ્યા સાગર જેવો ગરબો…. – નીનુ મઝુમદાર

આજે ૯ નવેમ્બર – કવિ, સ્વરકાર, ગાયક – શ્રી નીનુ મઝુમદારનો જન્મદિવસ. એમને આપણા સર્વે તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી!

૨ દિવસ પહેલા અહીં મુંબઇના ‘મનિષા ડૉક્ટર’ ના મ્યુઝિક ક્લાસના જવાનું થયું. ‘મારે પણ મ્યુઝિક ક્લાસમાં જવું છે’ – એવી મારી ઇચ્છા ૧૫ વર્ષે એક દિવસ પૂરતી ફળી.. 🙂

અને ત્યાં જ મને આ ‘સાગર જેવો ગરબો’ મળ્યો..! એમના Students ને એમણે થોડા દિવસ પહેલા જ આ શીખવાડ્યો હતો, તો એમણે બધાએ મને ખાસ સંભળાવ્યો. આ હા હા.. શું મઝા આવી..!! Cell phone માં થયું એવું on the spot રેકોર્ડિંગ કરી લીધું, એટલે એટલું clear નથી, પણ તો યે નીનુભાઇનો આ દુર્લભ ખજાનો મને મળ્યો તે આજે – નીનુભાઇના જન્મદિવસે – તમારી સાથે ન વહેંચું એવું બને?

સ્વર – મનિષા ડૉક્ટર

સ્વર – મનિષા ડૉક્ટર અને એમની શિષ્યાઓ

સૂર, તાલ અને લયમાં હિલ્લોળા લેતો ગરબો આજે સપ્તમીએ પહોંચ્યો છે ત્યારે નિનુ મઝુમદારના ગરબામાં વિશ્વેશ્વરી સાથે જોડાયાં છે શ્રી અને બ્રહ્મા, નાગર નંદલાલ, ગોપીઓ અને સાથે સ્વરાંગી વૃંદની બહેનો.

સ્વરાંગી વૃંદનાં કલાકારો : વિજલ પટેલ, ખેવના દેસાઈ, સુષ્મા ભગત, એકતા દેસાઈ, રીની ભગત, કિર્તીદા રાંભિયા, કામિની શાહ, વિરાલી દેસાઈ, મેધા ઝવેરી, દત્તા દેસાઈ
તોરલ શાહ, પારુલ પુરોહિત, નયના પંડ્યા, દક્ષા દેસાઈ, જીગૃક્ષા દવે, ઉર્વી મહેતા,

નિવેદન – ખેવના દેસાઈ
સંગીત સંચાલન અને હાર્મોનિયમ સંગત – વિજલ પટેલ
તબલા – રક્ષાનંદ પાંચાલ
વિડિયોગ્રાફી – સ્વરાંગી પટેલ, રાહી પટેલ, ધ્વન ભગત

સૂરે સૂરે તરંગમાં વહેતો, હિલ્લોળા લેતો,
કે લાવ્યા, સાગર જેવો ગરબો
એના તાલે ચોસઠ જોગણી, ગાતી’તી રાગિણી
કે લાવ્યા, સાગર જેવો ગરબો

એક મધુવનમાં, માનુની મનમાં, નૃત્યંતી વિલસંતી રે…
મધૂરી લયમાં, ગોપી વિજયમાં, ગાતી જયજયવંતી રે…

નાગર મારો થઇ ગયો દાસ, કાલે વ્રજમાં થકવ્યો રાસે
આજ સખી નહિં જાઉં હું જમુના એવા નંદલાલની પાસ
નાગર મારો થઇ ગયો દાસ, કાલે વ્રજમાં થકવ્યો રાસે

એણે સીંચ્યા આનંદ અભિષેકો, ગૌરવનો લહેકો
કે લાવ્યા, સાગર જેવો ગરબો

શ્રી અને બ્રહ્મા સુતા સાથે મળી વિશ્વંભરી
શુધ્ધ બાગેશ્રીરૂપે વાણી મહીં વાગેશ્વરી
મમ હ્રદય સૂરે સ્પંદન આજે આનંદ અંગઅંગન
વાયે પવન શીત ચંદન, આયો કૂંજન નંદનંદન

ધીરે તરતી લહેરમાં નૈયા ડોલે અજાણ હૈયા
કે લાવ્યા સાગર જેવો ગરબો

ઢોલડાં જાગ્યાં ભૈરવ જાગ્યા, ઘેરાં ઘેરાં મંદિરે
તપને છોડી ભૈરવી દોડી, રસિકા થઇ રસવંતી રે
ગાગર નંદવાણી ખૂબ ભીંજાણી સખી આજ.. વહેલી સવારે
કેમ જાઉં પાણી કોઇ કાંકરીયું મારે,
બેઠો ત્યાં કોરો કોરો કાળો નંદલાલ, જમુના કિનારે

તીરે તીરે અનંત પછડાતો ને વિશ્વમાં ઝીલાતો
કે લાવ્યા સાગર જેવો ગરબો..
કે લાવ્યા સાગર જેવો ગરબો..

– નીનુ મઝુમદાર

7 replies on “કે લાવ્યા સાગર જેવો ગરબો…. – નીનુ મઝુમદાર”

  1. માનનીય નીનુ મજમુંદાર ના અમૂલ્ય ખજાનાનું આ મોતી, કાળરૂપીસાગરના પેટાળમાંથી કાઢી અમને આપવા બદલ ખુબ ખુબ આભાર. આજકાલ ગરબા અને ગીતોની સંખ્યા તો ખુબ વધી છે, પણ આવું શબ્દ-સૌદર્ય, ભાવની મધુરતા અને ભક્તિની ગહનતા ધરાવતી કૃતિઓ બહુજ ઓછી બને છે. આવા અનમોલ રત્ન ભવિષ્યમાં પણ અમને આપતા રહેશો એજ આશા.

  2. વાહ….. નીનુ મઝુમદાર ,
    વાહ…….‘મનિષા ડૉક્ટર’ અને
    વાહ,વાહ…. જયશ્રીની…(.ઉપરની કોમેન્ટ મુજબ ની) ગમતાનો ગુલાલ કરવાની વૃત્તિ

  3. નીનુભાઈને સલામ
    આપનો આભાર, નવી નવી રવ્હનાઓ અમારા સુધી લઈ આવવા બદલ……………..
    શ્રેી જયશ્રેીબેન,
    આપને અને આપના સૌ પ્રિયજનોને દિવાળી અને નુતનવર્ષની અનેક અનેક શુભેચ્છાઓ અને અભિનદન……….

  4. જયશ્રી,

    તને કદાચ ખબર નહીં હોય પણ નિનુભાઈ અને કૌમુદીબહેન મારા પ્રિય સ્વરકાર અને ગાયકો અને અમારો સંબંધ પણ અંગત એટલે જ મારાં ગીતોનો સંગ્રહ ‘આવનજાવન’ મેં એમને અર્પણ કર્યો છે. મને ગીત લખતી કરવાનો યશ કૌમુદીબહેનને જાય છે અને એમણે જ મારું પ્રથમ ગીત સ્વરાકંન કરીને ગાયેલું. નિનુભાઈના જન્મદિવસની યાદ અપાવવા માટે આભાર.

    પન્ના નાયક

  5. જયશ્રીબેન ,તમારા જેવી જીજ્ઞાસા અને ગમતાનો ગુલાલ કરવાની વૃત્તિ ને ધન્ય છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *