ખંડેર સમા આ જીવતરમાં બચપણની પળને શોધું છું – ડૉ. જગદીપ નાણાવટી

આજની આ ગઝલની પૂરેપુરી credit ડૉ. જગદીપ નાણાવટીને.. શબ્દો, સ્વર, સંગીત… બધું જ એમનું. (સંગીત માટે એમણે કિશોરકુમારનું ઘણું જ જાણીતુ ગીત – આ ચલ કે તુઝે.. નો ટ્રેક વાપર્યો છે.)

.

ખંડેર સમા આ જીવતરમાં બચપણની પળને શોધું છું
લાચાર કર્યો મોટા બનવા જેણે, એ છળને શોધું છું

મસ મોટા દંભ તણા તાળાં, સંશયની સાંકળ પગે પડી
માણસ આખ્ખાને ખોલી દે કોઈ એવી કળને શોધું છું

ઘોંઘાટ, રૂધિર જાણે થઈને, નસ નસમાં વહેતું મનખાની
ટહુકા, કલરવ, સાતે સૂરમાં વહેતાં ખળ ખળને શોધું છું

સૂરજ અજવાળાને બહાને હરરોજ દઝાડે રૂદિયાને
છો ટમટમતું, પણ તારાના શીતળ ઝળહળને શોધું છું

શબરીએ ચાખી ચાખીને ભગવનને દીધા’તાં બોર ઘણાં
અણજાણે ત્યાંથી દડી પડ્યાં એકાદા ફળને શોધું છું

મંદિર મસ્જિદ ગિરીજા તો શું, મયખાને પણ હું ફરી વળ્યો
જ્યાં ઓળખ મારી મળે મને બસ એવા સ્થળને શોધું છું

22 replies on “ખંડેર સમા આ જીવતરમાં બચપણની પળને શોધું છું – ડૉ. જગદીપ નાણાવટી”

    • સુન્દર રચના અને શબ્દો ખરેખર બાળપણની યાદો તાજી કરેછે.

      એક ટકોર કરવાની વાચકમિત્રો ની રજા લઉ છુ.

      વેબ સાઈટ પરથી સારુ ગુજરાતીમાં લખવુ સહેલું છે. થોડો સમય લાગે પણ ગુજરાતી ભાષાનુ ગૌરવ જળવાશે.

  1. મંદિર મસ્જિદ ગિરીજા તો શું, મયખાને પણ હું ફરી વળ્યો
    જ્યાં ઓળખ મારી મળે મને બસ એવા સ્થળને શોધું છું

  2. મંદિર મસ્જિદ ગિરીજા તો શું, મયખાને પણ હું ફરી વળ્યો
    જ્યાં ઓળખ મારી મળે મને બસ એવા સ્થળને શોધું છું

    best line forever

  3. ખુબ ગમ્યુ. મારા ગમતા ગીતોની સાથે ઉમેર્યુ. આભાર આપનો.

  4. ડૉ.નાણાવટી સાહૅબ, હિન્દિ મહસાગર પારથી ગવાયએલી આ ગઝલ ,આટલાન્ટીક સાગર પાર થઈ પેસિફીક મહાસાગર ના કાન્ઠે સામ્ભળવાની એટલીજ મજા આવી .

    ડો.જી.બી.બાણુગારીયા.
    સાન ડીઍગો,કેલિફોર્નીયા, અમેરિકા.

  5. ડૉ.નાણાવતટી સાહેબ, હિન્ન્દિ મહાઆગર પારથેી ગવાયેલેી આ ગઝલ આત્લન્તિક સાગર્ પાર્ થૈ પેસિફિક મહાસાગર્ ને કાન્થે સામ્ભલવાનિ એતલિજ મજા આવિ

    ડ્રો. બાનુગારિઆ જેી.બેી.
    સાન દ્દિએગો કેલિફોર્નિઆ ,અમેરિકા

  6. આજે આ બન્ને રચના માનિ.
    રાજકોત મનિયાર હોલ મા બાબુલમોરા…..ગાઈ મને રદાવ્યો હતો તે યાદ આવિ ગયુ.

  7. ખુબ સરસ!
    ખંડેર સમા આ જીવતરમાં બચપણની પળને શોધું છું
    લાચાર કર્યો મોટા બનવા જેણે, એ છળને શોધું છું
    વાહ

  8. બચપણની પળને શોધું છું
    લાચાર કર્યો મોટા બનવા જેણે, એ છળને શોધું છું
    મસ મોટા દંભ તણા તાળાં, સંશયની સાંકળ પગે પડી
    માણસ આખ્ખાને ખોલી દે કોઈ એવી કળને શોધું છું

    વાહ! સરસ!!

  9. ખૂબ સુંદર ગઝલ
    શબરીએ ચાખી ચાખીને ભગવનને દીધા’તાં બોર ઘણાં
    અણજાણે ત્યાંથી દડી પડ્યાં એકાદા ફળને શોધું છું

    મંદિર મસ્જિદ ગિરીજા તો શું, મયખાને પણ હું ફરી વળ્યો
    જ્યાં ઓળખ મારી મળે મને બસ એવા સ્થળને શોધું છું
    મઝાની પંક્તીઓ
    અને મધુરી ગાયકી

  10. કળાનો ત્રિવેણી સંગમ….
    વળી ખૂબ જ સાહજિકતાથી ઉભરી આવી…..

    “જ્યાં ઓળખ મારી મળે મને બસ એવા સ્થળને શોધું છું”

  11. સુંદર ગઝલ. એવી જ સુંદર ગાયકી. જગદીપભાઈને સામે બેસીને સાંભળવાની પણ એટલી જ મજા છે. એમનું એક ખૂબ ગમતું ગીત ‘કોણ કહે હું કડકો, વાલમ’ અહીં માણી શકો છો:

    http://layastaro.com/?p=907

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *