થાક લાગ્યા છે! – ઉશનસ્

વગર ચાલ્યે જ, શય્યામાં જ જાણે પગ ભાંગ્યા છે
વીતેલા લાખ ભવના સામટા કંઇ થાક લાગ્યા છે.

ખરું કહું? છેક આદિથી ખડે પગે ઊંચકી પૃથ્વી
સૂરજની લાયમાં છાયા વગરના થાક લાગ્યા છે!

ગયા જન્મેય ‘માણસ’ નામની જાતે હું જન્મયો હઇશ
નહીં તો આવડા તે હોય, આ જે થાક લાગ્યા છે!

બહુ વપરાય લાગે ઢીલાઢસ તાર જંતરના,
પ્રણય જેવા પ્રણયમાંયે હ્રદયને થાક લાગ્યા છે!

ભલા, ખુદ ચાલવાથી શું ચરણને થાક લાગે કે?
અરે ચાલ્યું ગયું કોઇ અને અહીં થાક લાગ્યા છે!

તમે મનરથ લઇ ખોડાઇ ઊભા રહી જુઓ ઉમરે,
નર્યા હોવાપણાના ચાકમાં આ થાક લાગ્યા છે!

નહીં તો કેટલા હળવા હવાના શ્વાસ? પણ ઉશનસ્
બિચારે બે’ક લીધા, ના લીધા ત્યાં થાક લાગ્યા છે!

8 replies on “થાક લાગ્યા છે! – ઉશનસ્”

  1. મને આ ગિત બહુ ગમ્યુ મને મજા પન આવિ આ ગિત સરસ છે.
    nice really good
    keep it up

  2. અરે ચાલ્યું ગયું કોઇ અને અહીં થાક લાગ્યા છે!

    – ખૂબ સુંદર વાત…

    સૉનેટના કવિ ગઝલ ખેડે ત્યારે થોડી ગરબડ થવાની સંભાવના રહે છે. અહીં મત્લાના શેરમાં જે કાફિયા છે તે પછીના શેરોમાં રદીફ બની જાય છે અને આખ્ખી ગઝલમાં પછી કાફિયા જ ગેરહાજ ર જણાય છે…

  3. ખરેખર …..હૃદયને થાક લાગ્યા છે !
    વાહ કવિ ! વાહ બહેના ! મને પણ…

  4. ઉશનસની સુંદર ગઝલ
    તમે મનરથ લઇ ખોડાઇ ઊભા રહી જુઓ ઉમરે,
    નર્યા હોવાપણાના ચાકમાં આ થાક લાગ્યા છે!
    કેટલી સુંદર્ !
    કોઈક કવિની પંક્તી યાદ આવી
    હવે આરામનો પણ થાક લાગે છે!

  5. પ્રણામ.
    આપને ખ્યાલ હશે કે ભારત સરકારના Department of Information Technology,
    Ministry of Communications and Information Technology તરફથી તા. ૧લી મે, ૨૦૦૮ના રોજ સંખ્યાબંધ નવા ગુજરાતી યુનિકોડ (ઓપન ટાઈપ તેમ જ ટ્રુ ટાઈપ)ફોન્ટ વિવિધ પ્રકારના ગુજરાતી સોફ્ટવેર ટૂલ્સ સાથે રિલીઝ કરવામાં આવ્યા છે. જે સરકારી વેબ સાઈટ પર આ સાહિત્ય ફ્રી ડાઉનલોડ માટે મૂકવામાં આવ્યુ છે તેની લિન્ક આ પ્રમાણે છે : http://www.ildc.gov.in/Gujarati/index.aspx માવજીભાઈને આ ફોન્ટ તેમ જ અન્ય ટૂલ્સ ઘણાં ગમ્યા છે અને બધાને તેનો લાભ લેવાનો તેમનો અનુરોધ છે. આ સરકારી વેબ સાઈટની ગુજરાતી ભાષા ઘણી ખરાબ છે પણ સાથે અંગ્રેજીમાં સૂચનાઓ આપી છે તો તે વાચી તમારું નામ રજિસ્ટર કરાવવા અને ડાઉનલોડનો લાભ લેવા માવજીભાઈની ખાસ ભલામણ છે.

  6. ભલા, ખુદ ચાલવાથી શું ચરણને થાક લાગે કે?
    અરે ચાલ્યું ગયું કોઇ અને અહીં થાક લાગ્યા છે!
    nice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *