બાલ્ટીમોર જવાનું આજ સુધી થયું નથી..! પણ આ ગીત વાંચીને લાગે છે કે ભવિષ્યમાં કોઇકવાર ચોક્કસ જવું પડશે બાલ્ટીમોરના જંગલમાં રખડવા માટે..!
પાણીની જેમ અહીં ઢોળાયું ઘાસ અને વાવટાની જેમ ઊભાં ઝાડ
ધૂળીયા મારગ તો ક્યાંય દેખાય નહીં બંધ આંખ્યુમાં લીલો ઉઘાડ
અહીં પગલાં ને પગરવ તો ભોંયવટો ભોગવતાં
ગાડું ચાલ્યાના નથી ચીલા
ફૂલ જેમ ઓચિંતા ઊઘડી ગયા
મારી છાતીમાં ધરબ્યા જે ખીલા
છૂટાછવાયા ઘર ઉપર તડકાની જેમ પથરાયા ઘાસના ઓછાડ
પાણીની જેમ અહીં ઢોળાયું ઘાસ અને વાવટાની જેમ ઊભાં ઝાડ !
માનવીના બોલ ક્યાંય સંભળાતા નૈ
બધે પંખીના કલરવના ધોધ
દુર્વાસા મુનિ બધે પૂછતા ફરે
તમે જોયો છે ક્યાંય મારો ક્રોધ ?
મારી ચામડાની બેગમાં જંગલનાં સંપેતરાં પહોંચાડું કોને કમાડ ?
પાણીની જેમ અહીં ઢોળાયું ઘાસ અને વાવટાની જેમ ઊભાં ઝાડ !
-અનિલ જોશી
માનવીના બોલ ક્યાંય સંભળાતા નૈ
બધે પંખીના કલરવના ધોધ
દુર્વાસા મુનિ બધે પૂછતા ફરે
તમે જોયો છે ક્યાંય મારો ક્રોધ ?
બહુ સુંદર.
ખૂબ જ મજાનું ગીત…
પહેલો અંતરો બહુ પ્રભાવક ન લાગ્યો. છાતીમાં ધરબાયેલા ખીલી જેવો ઘસાઈ ગયેલો પ્રયોગ અનિલભાઈ જેવા સિદ્ધહસ્ત કવિની કલમે વ્યથિત કરી ગયો…
પણ બીજો અંતરો અદભુત થયો છે. દુર્વાસાનો ક્રોધ પણ ખોવાઈ જાય એવા જંગલની કલ્પના જ રોમાંચ જન્માવે છે. પોતાના શરીરને ચામડીની બેગ કહેવાની વાત પણ એવી જ અદભુત… આ છે ખરા અનિલ જોશી!
આપની રચના ખરેખર ખુબજ સુંદર છે .
આપે મુકેલું ચિત્ર પણ કાવ્ય જેટલુજ સુંદર છે
આભાર
બોવ સરસ … મજા આવિ ગયે…..
ખુબ સરસ્
ગમ્યુઁ….ઘણુઁજ ગમ્યુઁ આ ગેીત !આભાર !
ખુબજ સરસ.
પ્રક્રુતિ ના વર્ણન નુ સુન્દર કાવ્ય…
અનિલ જોશિ ને અભિનન્દન્…..
જેવું સુંદર ગીત તેવુ જ સુંદર અને અનુરુપ ચિત્ર