બચપણ મળી આવે – હિતેન આનંદપરા

bachapan.jpg

(બચપણ…. photo by Meghna Sejpal)

————————————

સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે
વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે

ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં
‘તને ચાહું છું હું’ બસ આટલી ટાંચણ મળી આવે

ફરે છે એક માણસ ગોધૂલી વેળા આ સડકો પર
કદાચિત ગામનું છૂટું પડેલું ધણ મળી આવે

મને બહુ થાય છે ઇચ્છા કે હું પાદર જઇ બેસું,
અને બહુ દૂરથી લલકારતો ચારણ મળી આવે.

ઘણુંયે નામ જેનું સાંભળેલું, ને હતી ખ્યાતિ
મળો એ શખ્સને, ને સાવ સાધારણ મળી આવે

ખખડધજ, કાટ લાગેલી, જૂની બિસ્માર પેટીમાં
ખજાનો શોધવા બેસો અને બચપણ મળી આવે

13 replies on “બચપણ મળી આવે – હિતેન આનંદપરા”

  1. મન મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ……………….

  2. મને આ કવિતા ખુબ જ ગમી હો ભાઈ . . . . ..
    મજા આવી ગઈ ભઇલા ……………….

  3. મને આ પન્ક્તિ ઓ એવી ગમી કે, જુવનિ મા રહિને પણ બચ્પન ની બહુ યાદ આવી ગઈ;
    અને યાદ પન જે આવિ બચ્પનની પળોની, એ યાદ યાદની સાથે મારા આન્ખોમા આન્સુ પન લવિ ગઈ…..

  4. હિતેનભાઈએ અંકલેશ્વરમાં રહીને ગામડાની યાદ તાજી કરી.. ઘણી જ સુંદર ગઝલ… એવી જ કોઈ બીજા કવિની પંક્તિઓ યાદ આવે છે… પેન લખોટી ચાકનાક્ષ ટૂકડા ખીસ્સામાહે ભરતો તો…… ક્યાં ખોવાયું બચપણ મારૂ મુજને શોધી આપો. પેન લખોટી ચાક ના ટૂકડા મૂજને પાછા આપો.. આ કવિતા જો ટહૂકામાં જોવા મળી જાય તો મઝા પડી જાય…

  5. આખી ગઝલ ખૂબ જ સુંદર છે! આ ત્રણ શેર ખૂબ ગમ્યા.

    સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે
    વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે

    ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં
    ‘તને ચાહું છું હું’ બસ આટલી ટાંચણ મળી આવે

    ખખડધજ, કાટ લાગેલી, જૂની બિસ્માર પેટીમાં
    ખજાનો શોધવા બેસો અને બચપણ મળી આવે

  6. સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે
    વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે

    ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં
    ‘તને ચાહું છું હું’ બસ આટલી ટાંચણ મળી આવે

    વાહ…

    ઘણુંયે નામ જેનું સાંભળેલું, ને હતી ખ્યાતિ
    મળો એ શખ્સને, ને સાવ સાધારણ મળી આવે

    અશરફ ડબાવાલા યાદ આવ્યા –
    ડૂબી ડૂબીને શું ડૂબવાનું માણસમાં
    એક જ વેંત ઉતરોને ત્યાં તો તળિયા આવે

  7. સુંદર ગઝલ
    ખખડધજ, કાટ લાગેલી, જૂની બિસ્માર પેટીમાં
    ખજાનો શોધવા બેસો અને બચપણ મળી આવે
    મારો અનુભવ!
    વિવેકનાં થોડા શેર યાદ આવ્યા
    પડેલા પથ્થરોમાં જે રીતે ઝરણાં જડી આવે,
    સ્મરણના રણમાં તારા જળમયી હરણાં મળી આવે.
    જો જગ્યા હોય મનમાં આભ સમ ચાદર મળે તમને
    ને પાથરવાને પૃથ્વી જેવા પાથરણાં મળી આવે.
    તમારી હોય જો તૈયારી વીંધાઈ જવાની, દોસ્ત !
    નયન ચારેતરફ તમને તો મારકણાં મળી આવે.

  8. સુંદર ગઝલ…

    ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં
    ‘તને ચાહું છું હું’ બસ આટલી ટાંચણ મળી આવે
    -આવું થાય તો કેવી તીવ્ર ટીસ ઊઠે હૈયામાં?!…

  9. ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં
    ‘તને ચાહું છું હું’ બસ આટલી ટાંચણ મળી આવે…..
    વાહ્…..વાહ્….. યાદો તાઝી થઈ ગઈ……

  10. “ઍમ પણ બને” કાફિયા વાળિ મનોજ ખન્ડેરિયાનિ ગઝલ યાદ આવિ ગઇ….
    “જે શોધતા જિન્દગિ આખિ પસાર થાય …તે …સાવ પગ તળે મળે..ઍમ પણ બને.”
    સરસ!

  11. ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં
    ‘તને ચાહું છું હું’ બસ આટલી ટાંચણ મળી આવે

    – સરસ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *