મને આપો આંખ મુરારી – રઘુનાથ બ્રહ્મભટ્ટ

સ્વર / સંગીત – આશિત દેસાઇ

મને આપો આંખ મુરારી
પ્રભુ એક જ આશા મારી

રંગભરેલી રચના તારી
મારે કાળી કાળી
મને આપો આંખ…

જીવન કલ્પના જગત કલ્પના
કાળી આભ અટારી
કાજળ છાયા ડગલે ડગલે
જિંદગી જ્યાં અંધારી
મને આપો આંખ…

પ્રભાત કાળા સંધ્યા કાળી
કાળી સૃષ્ટિ સારી
હર અંધારે રોજ ભટકતો
દુનિયા લાગે ખારી
મને આપો આંખ…

– રઘુનાથ બ્રહ્મભટ્ટ

8 replies on “મને આપો આંખ મુરારી – રઘુનાથ બ્રહ્મભટ્ટ”

  1. કહેવાનિ વાત હમેસા સહેવાનિ વાત્ જીવનમા હમેસા આવુ જીવન જીવનાઝરાની આ વાત્
    સુન્દર રજુવાત અને સુન્દર લેખન મારા તમાર જીવનિ આવાત્
    ધન્યવદ

  2. જેટલી ભાવભરી કવિતા એટલી જ ભાવવાહી રજૂઆત આસિતભાઈની.. ઘેઘૂર અને કરુણાસભર કંઠ..આખું ગીત આંખ સામે ખડું થઈ જા છે…વાહ..વાહ…

  3. mohe panghat pe nandlal chhed gayo re from moghul – e – azam film was also written by raskavi raghunath brhambhatt

  4. શરિર નુ એક અન્ગ ન હોય ત્યારે એનિ કિમ્મત સમજાય આન્ખ કેત્લિ અગત્યનિ અર્જુન ને દિવ્ય ચક્ષુ ભગ્વાને આપ્યા ત્યારે સાચિ સમજન આવિ .અન્દર અને બહાર્નિ બન્ને આન્ખો ઇશ્વર નિ કરુના

  5. આજનો આપનો ટહુકો સાંભળી મારી સવાર ધન્ય બની.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *