કવિતાએ કાનમાં કહ્યું – શિવ પંડ્યા

આમ ને આમ
આંઘળી ભીંતો ઉપર હાથ ફેરવતાં
હાથ લાગી ગયું એક અવડ બારણું

આગળા ખોલ્યા ને કિચૂડકટ અવાજમાં
ધસી આવ્યો કુમળો કુમળો પ્રકાશ
દોડી ગયો આળસુ અંધકાર
ઝૂમી ઊઠ્યું લીમડાનું ઝાડ
આનંદવિભોર સર્પ જેમ રસ્તાઓ સળવળ્યા
ને બુધ્ધિનું બધિરત્વ પીગળ્યું
ચારે કોર કિલ્લોલતો અવાજ અવાજ
અંદરનું અંધત્વ ઓગળ્યું.
ચારે કોર સુગંઘભર્યો અજવાસ અજવાસ

હવે
બારણે બંધાયું છે સાત સૂરજનું તોરણ
આંગણે ચીતરાઈ છે ઇન્દ્રધનુની રંગોળી
તેજલ અશ્વ જેવો થનગનતો માંહ્યલો
કાનમાં કહે છે મને
બારણું હવે ભીડતો નહિ
હોં કે.

– શિવ પંડ્યા

5 replies on “કવિતાએ કાનમાં કહ્યું – શિવ પંડ્યા”

  1. સુંદર કાવ્ય,વાંચતા મન આનંદ આનંદ થઈ ગયું.

  2. હવે
    બારણે બંધાયું છે સાત સૂરજનું તોરણ
    આંગણે ચીતરાઈ છે ઇન્દ્રધનુની રંગોળી
    તેજલ અશ્વ જેવો થનગનતો માંહ્યલો
    કાનમાં કહે છે મને
    બારણું હવે ભીડતો નહિ
    હોં કે.
    what an awesome poem! શુ સ્વાધ્યાય અને ગ્ન્યાન (knowledge) પ્રપ્તિથિ મન આવુ આનન્દ્-વિભોર થતુ હશે?

  3. બારણે બંધાયું છે સાત સૂરજનું તોરણ
    આંગણે ચીતરાઈ છે ઇન્દ્રધનુની રંગોળી
    તેજલ અશ્વ જેવો થનગનતો માંહ્યલો
    કાનમાં કહે છે મને
    બારણું હવે ભીડતો નહિ…વાહ ખુબ સુન્દર..!! ને મને યાદ આવી ગયું યશુદાસજી નુ ગીત..!!
    ભોર ભયે જબ આંખ ખુલે સમય ને લી અંગડાઈ…હૈ મતવાલી પ્રીત હમારી છુપે ના છુપાયે રાધા બુલાયે કહાં ખોયે હો કનૈયા..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *