સ્વર – સમુહ ગાન
હાલો મારા ગાનને મારગ !હાલો રે !
ગાનના નારગ મારા જાય ગગનમા,
જાયે ધરામા, એ તો જાયે પવનમા
જાયે એ માનવ કેરા મનમા , હાલો રે !
–હાલો મારા
મારગડા એ નથી સુંવાળા,
જો જો નથી એ રુપાળાં રે
ખેતર કેરા ઢેફાં ભરિયાઃ
એ તો ધુળવાળા રે, હાલો રે!
— હાલો મારા—-
ગાનને મારગ મારા, ખીણનાં આવી આવી
ઘેરાશે ઘોર અંધારા રે;
એ રે મારગને આવરી લેશે
કાળાં ધુમાદા રે, હાલો રે !
— હાલો મારા –
એ રે મારગમાં સંકટ સાથી થાશે,
દેખાશે મોત મુખ કાળાં રે;
એજ મારગમા આવીને મળશે
નવાં નવાં અજવાળાં રે, હાલ્પ રે !
—- હાલો મારા
ગઈ કાલે જ આ સીડી હાથમાં આવી… બે દિવસથી આ જ સાંભળી રહ્યો છું… ખરેખર સહુ ભાવકમિત્રોએ આ સીડી મંગાવવા જેવી છે…
આભાર વિવેકભાઇ….
આલ્બમની માહિતી બદલ આભાર.,..
વ્રુન્દ્ગાન તરીકે ગવાયેલુ આ કાવ્ય લાજવાબ છે.છેલ્લી કડી તો ખુબજ સરસ છે.સ્વ્રરાકન કોનુ છે?
સરસ ગીત મજા આવિ
સરસ ગીત
પર્વ ની મોસમ ચાલે છે ને એમાં વધુ આ પર્વ ખરેખર સોના માં સુંગધ ભળી….
મધુર ગેીત અને ગાન. આભાર !
હાલો મારા ગાનને મારગ !હાલો રે !
ગાનના મારગ મારા જાય ગગનમા,…
એજ મારગમા આવીને મળશે
નવાં નવાં અજવાળાં રે, હાલ્પ રે ..
સરસ રચના…!!!