ટીંગાટોળી….. ટીંગાટોળી – વિહાર મજમુદાર

આ ગીત સાથે મુકવા માટે ટીંગાટોળીનો એક ફોટો ગૂગલ કરી જોયો – પણ એમ કંઇ ૧૦૦% ગુજરાતી શબ્દનું ભાષાંતર કરીને ચાલતું હશે?  મને તો એક પણ ફોટો ના મળ્યો…! તમારી પાસે એવો કોઇ – બાળકને ટીંગાટોળી કરતો ફોટો હોય તો મોકલશો? (અથવા તો ફોટો પડાવવા માટે કોઇની ટીંગાટોળી કરી લ્યો..! એ પણ દોડશે..!! 🙂

Upate : લો.. એક ફોટો તો એક ટહુકો-મિત્ર તરફથી મળી ગયો..! તમારે પણ કોઇ ફોટો મોકલવો હોય તો મોકલી દ્યો..! આજની પોસ્ટમાં એક થી વધુ ફોટા હશે તો ગીત સાંભળવાની વધુ મઝા આવશે..!

ટીંગાટોળી...

*****

શબ્દ- સ્વરાંકન : વિહાર મજમુદાર
સંગીત: અમીત ઠક્કર
સ્વર: માનસી, પરીધિ, ઉર્જા

ટીંગાટોળી…………… ટીંગાટોળી.
મમ્મી ને પપ્પાએ ઝાલી રેશમ જેવી ઝોળી
ટીંગાટોળી………….. ટીંગાટોળી.

સવાર પડતાં સૂરજદાદા સામે આવી ઉભા
તડકા સાથે મસ્તી કરતાં હળવે મારૂં ગુબ્બા
મસ્તી કરતાં ભૂખ લાગી – ખાવી ચાંદાપોળી
ટીંગાટોળી………… ટીંગાટોળી.

ચાંદાપોળી ખાતાં ખાતાં નીંદર આવી આઁખે
માને ખોળે સૂઈને ઉડું હું સપનાની પાંખે
મારે સપને ઉડતી આવી સો સો પરીઓની ટોળી
ટીંગાટોળી………. ટીંગાટોળી.

આઁખ ઉઘાડી જોયું ત્યાં તો મમ્મી પપ્પા ગૂમ
આજુ બાજુ જોતાંજોતાં પાડી ત્યાં મેં બૂમ !!!
‘ચાલ આપણે રમીએ સાથે’ જો ! બોલી એક ખિસકોલી
ટીંગાટોળી. …….. ટીંગાટોળી.

11 replies on “ટીંગાટોળી….. ટીંગાટોળી – વિહાર મજમુદાર”

  1. ધિરેનભાઈના લખ્યા પ્રમાણે,પૌત્રો કે દોહિત્ર સાથેની મસ્તી–એ બાબત નો આનન્દ જ કૈંક અલગ છે. આ ગીત મારા દોહિત્ર(ઋશિન્)ના જન્મ નિમિત્તે વર્ષ ૨૦૦૨ મા લખ્યુ હતુ અને સ્વરાન્કન પણ કર્યું હતું.પ્રતિભાવો માટે સૌનો આભાર.
    વિહાર મજમુદાર,વડોદરા

  2. Kavita ma bahuj sunder kalpanao muki balpan yaad karavyu chhe ane aaje pautro ramadva jetla thaya chhie ane pautra pardesh thi aave ane khabhe lai ramva man atur chhe

  3. કૈક નઊ,હસત રેખા પણ ઘણુ કહી,લક્ક્ષમ રેખા આકૉ.સરસ. દેવદ્ત દવે.

  4. વાહ રે વાહ ટીંગાટોળી……………ચાલો આપણે પણ રમીએ સાથે…..રમેી એ નહેઈ તો ગાઈ એ સાથે.

  5. આ ટીંગાટોળી રમવાની ને રમાડવાની ખુબ મજા આવતી’તી ખાટલામાં બેઠા પછી પગ ઉપર ઉભા કરાવીને હિંચકા ખવડાવવાની ને ખાવાની મજા કંઈક જુદી જ આવતી’તી યાદ છે ને…!!!આજે આ બાળગીત બાળપણમાં ડોકિયું કરાવી ગયું ત્યારે આપણી બારખડી પર લખાયેલું ગીત રજું કરું છું…ગમે તો વધાવી લેવા વિનંતી.

    Barakhdi (Gujarati Alphabet) of Inspiration
    કû કહે છે કલેશ ન કરો.
    ખ û કહે છે ખરાબ ન કરો.
    ગ û કહે છે ગર્વ ન કરો.
    ઘ û કહે છે ઘમંડ ન કરો..
    ચ û કહે છે ચિંતા ન કરો.
    છ û કહે છે છળથી દૂર રહો.
    જ û કહે છે જવાબદારી નિભાવો.
    ઝ û કહે છે ઝઘડો ન કરો.
    ટ û કહે છે ટીકા ન કરો.
    ઠ û કહે છે ઠગાઇ ન કરો.
    ડ û કહે છે કયારેય ડરપોક ન બનો.
    ઢ û કહે છે કયારેય æઢÆ ન બનો.
    ત û કહે છે બીજાને તુચ્છકારો નહીં.
    થ û કહે છે થાકો નહીં.
    દ û કહે છે દીલાવર બનો.
    ધ û કહે છે ધમાલ ન કરો.
    ન û કહે છે નમ્ર બનો.
    પ û કહે છે પ્રેમાળ બનો.
    ફ û કહે છે ફુલાઇ ન જાઓ.
    બ û કહે છે બગાડ ન કરો.
    ભ û કહે છે ભારરૂપ ન બનો.
    મ û કહે છે મધૂર બનો.
    ય û કહે છે યશસ્વી બનો.
    ર û કહે છે રાગ ન કરો.
    લ û કહે છે લોભી ન બનો.
    વ û કહે છે વેર ન રાખો.
    શ û કહે છે કોઇને શત્રુ ન માનો.
    સ û કહે છે હંમેશા સાચુ બોલો.
    ષ û કહે છે હંમેશા ષટ્કાયના જીવની રક્ષા કરો.
    હ û કહે છે હંમેશા હસતા રહો.
    ક્ષ û કહે છે ક્ષમા આપતા શીખો.
    જ્ઞ û કહે છે જ્ઞાની બનો.

  6. સાહજિક શબ્દોનો વિનિયોગ કરીને બાલમાનસનો સુન્દર ચિતાર કર્યો છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *