અમિતના પ્રિય કવિ શ્રી વિનોદ જોશીનું આ મઝાનું ગીત આજે માણીએ – અમિતની ખાસ ફરમાઇશ પર..!! Happy Bithday અમિત..!! 🙂
સ્વર – નિશા ઉપાધ્યાય
સ્વરાંકન – ?
ટચલી આંગલડીનો નખ
લટમાં પરોવી હું તો બેઠી, સજન!
મુંને એકવાર કાગળ તો લખ.
કૂંપણ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,
વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું?
ચૂમી ચૂમીને કરી એંઠી, સજન!
હવે લૂછી દે પાંપણનાં દખ.
છાતીમાં સૂનમૂન પાળ્યાં રે પારેવડાં,
પાતળિયા પૂછ, એના પડછાયા કેવડા?
છાલક ના જાય જરી વેઠી, સજન!
મુંને ઘોળી દે ઘૂઘવતાં વખ.
– વિનોદ જોશી
(આભાર – layastaro.com)
સરસ મજાનુ ગિત સુન્દેર મિથો આવાજ્
સરસ ગીત, સ્વરાંકન પણ મનગમતુ…………..
મારા અમિતભાઇને વર્ષગાઁઠ મુબારક !
ખૂબ સુખી થાઓ….ગેીત સરસ !
વિનોદ જોશિ માર પણ પ્રિય કવિ છે.આ કાવ્યમા એક મુગ્ધાની લાગણી સરસ રીતે વ્યક્ત થઇ છે.
“ટહુકો” ના વ્હાલમજી અમિતજી ને જન્મદિને શુભેચ્છા
નિશાએ જમાવટ કરી દિધી……….
વહાલા અમિતને જીવનમાં 99% ખુશી અને 1% ફરી ખુશી મળે એ જ શુભકામનાઓ સાથે વર્ષગાંઠની હાર્દિક …
અદભુત ગીત અને એવું જ જાનલેવા સ્વરાંકન અને ગાયકી… સવારથી પંદર વાર સાંભળી લીધું આ ગીત… અને તોય એના વખાણ કરવા માટે શબ્દો જ જડતા નથી…
શ્રી વિવેકભાઈએ જે કહ્યું તે બધું સો ટકા સાચું ..મારા મનની વાતને શબ્દો દીધા તેમણે…કૂંપણ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું…શ્રી વિનોદભાઈ જોશી ની કેવી મજાની કલ્પ્ના..જયશ્રીબેન તમે વીણી લાવો મોતીડા અમારા માટે..ગુજરાતી ભાષા આવી મધ્-મિઠ્ઠી ને સુગંધીદાર..ખુબ મજા આવી ગઈ.
..કૂંપણ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,
વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું?
ચૂમી ચૂમીને કરી એંઠી, સજન!
હવે લૂછી દે પાંપણનાં દખ..
સરસ..મઝાનું ગીત..
Very good song and composition.. Keep it up Nishaben,,