આજ મનમાં કોણ જાણે શો ઉચાટ છે ?
ચોતરફ વાતાવરણમાં તરફડાટ છે…
ઊછળે દરિયો અને આ સ્થિર ઘાટ છે !!!
એટલે – મોજા મહી આ ઘૂઘવાટ છે…
લાગણીઓ તો હવા સમ સ્પર્શતી રહે…
ને હવા જેવો જ એનો સૂસવાટ છે…
ગોખવા બેઠી નથી ક્યારેય પણ તને..
તો’ય શ્વાસોચ્છવાસ સમ તું કડકડાટ છે…
ભીતરે ફૂટી હશે પાંખો તને અરે…
તારા આ અસ્તિત્વમાં જો ફડફડાટ છે…
છંદ-વિધાન: ગાલગાગા | ગાલગાગા | ગાલગાલગા
( કવિ રાવલની અન્ય રચનાઓ વાંચો : એમના જ બ્લોગ પર )
સરસ રચના..
ગમતી વસ્તુ માટે પ્રયાસ નથી કરવા પડતા,,
ગોખ્યા વગર જ યાદ રહી જાય છે..
જે કોઈ દીવસ ભુલાતુ જ નથી.
સરસ.
ગોખવા બેઠી નથી ક્યારેય પણ તને..
તો’ય શ્વાસોચ્છવાસ સમ તું કડકડાટ છે…
કોઈ સાથે ગાળેલો થોડો સમય પણ જિંદગીભર માટે પુરતો હોય છે…..
ભીતરે ફૂટી હશે પાંખો તને અરે…
તારા આ અસ્તિત્વમાં જો ફડફડાટ છે…
Liked it 🙂
જયશ્રીબેન,
તો’ય શ્વાસોચ્છવાસ સમ તું કડકડાટ છે – કવિ રાવલની રચના ગમી. મનની અવસ્થા અને કુદરતની સરખામણની પ્રથમની ચાર પંકતિ વારંવાર વાંચવી ગમી.
ચન્દ્રકાન્ત લોઢવિયા.
બંને સહિયરોનું મગજ એક જ દિશામાં ચાલે છે કે શું? શું ઊર્મિનો બ્લૉગ કે શું જયશ્રીનો… બંને જગ્યાએ કવિની જ રચના… અને બંને રચનાઓ પાછી મનભાવન…
ગોખવા બેઠી નથી ક્યારેય પણ તને..
તો’ય શ્વાસોચ્છવાસ સમ તું કડકડાટ છે…
– આ ગોખવાવાળું યાર, ખૂબ ગમ્યું… આખી જિંદગી આ કામ કરવું પડ્યું હતું અને એ વખતે એ ક્યારેય ગમ્યું ન્હોતું…
મજા આવી ગઈ… બધા જ શેર સ-રસ છે.
ગોખવા બેઠી નથી ક્યારેય પણ તને..
તો’ય શ્વાસોચ્છવાસ સમ તું કડકડાટ છે…
પણ આ ખૂબ ગમ્યો.
શું યોગાનુયોગ છે શ્રી? આજે મેં પણ કવિની જ કવિતા મૂકી છે! 🙂
http://urmisaagar.com/saagar/?p=500
beautiful shvas ma krishana ne vani leta avde te j mira thai shake .