ખૂબ તરસ્યો છું ધોધમાર વરસ,
તોડ બંધન બધાં ધરાર વરસ.
કોઇ એકાદ જણ તો ભીંજાશે,
છે વરસવું ભલે અસાર, વરસ.
મન અમારું ય સાવ માટીનું,
બસ અમસ્તું ય એક વાર વરસ.
યાદ પેઠે ફરી ફરીને તું;
આવ આવીને અનરાધાર વરસ.
આજ પણ કોઇ ભલે ના આવે,
આજ અંદર નહીં બહાર વરસ.
કોઇ ટહુકે છે ખૂબ આઘેથી,
ચાલ મિસ્કીન મૂશળધાર વરસ.
યાદ પેઠે ફરી ફરીને તું;
આવ આવીને અનરાધાર વરસ…..
આ વરસે અનરાધાર તોય
પંડ કોરાં-ધાકોર સાનમાં સમજો રે મનવાજી… …
Yes Mr. Tailor, I too liked these two.
Mr. Tailor from Surat?
If yes, Would like to read something flowing from your heart through pen on paper 🙂
સુંદર ગઝલ…
મન અમારું ય સાવ માટીનું,
બસ અમસ્તું ય એક વાર વરસ.
આજ પણ કોઇ ભલે ના આવે,
આજ અંદર નહીં બહાર વરસ.
– આ બે શેર ગમી ગયા…