તું નયન સામે નથી તોપણ મને દેખાય છે – બરકત વિરાણી ‘બેફામ’

વ્યર્થ  દુનિયામાં  પ્રણયને  આંધળો  કહેવાય  છે ;
તું  નયન  સામે  નથી  તોપણ  મને  દેખાય  છે.

જ્યાં  જુઓ  ત્યાં  બસ  બધે  એક  જ  વદન  દેખાય  છે ;
કોઇને  એક  વાર  જોયા  બાદ  આવું  થાય  છે.

એમ  તો  એનું  અચાનક  પણ  મિલન  થઇ  જાય  છે ;
શોધમાં  નીકળું  છું  ત્યારે  જ  એ  સંતાય  છે.

આવ  મારાં  આંસુની  થોડી  ચમક  આપું  તને,
તું  મને  જોઇને  બહું  ઝાંખી  રીતે  મલકાય  છે.

એટલે  સાકી,  સુરા  પણ  આપજે  બમણી  મને,
મારા  માથા  પર  દુઃખોની  પણ  ઘટા  ઘેરાય  છે.

હોય  ના  નહિ  તો  બધોય  માર્ગ  અંધારભર્યો,
લાગે  છે  કે  આપની  છાયા  બધે  પથરાય  છે.

હું કરું  છું  એના  ઘરની  બંધ  બારી  પર  નજર,
ત્યારે  ત્યારે  મારી  આંખોમાં  જ  એ  ડોકાય  છે.

પ્યાર  કરવો  એ  ગુનો  છે  એમ  માને  છે  જગત,
પણ  મને  એની  સજા  તારા  તરફથી  થાય  છે.

છે  લખાયેલું  તમારું  નામ  એમાં  એટલે,
લેખ  મારાથી  વિધિના  પણ  હવે  વંચાય  છે.

છે  અહીં  ‘બેફામ’  કેવળ  પ્રાણની  ખુશ્બૂ  બધી,
પ્રાણ  ઊડી  જાય  છે  તો  દેહ  પણ  ગંધાય  છે.

16 replies on “તું નયન સામે નથી તોપણ મને દેખાય છે – બરકત વિરાણી ‘બેફામ’”

  1. સુદર અને સરસ
    છે અહીં ‘બેફામ’ કેવળ પ્રાણની ખુશ્બૂ બધી,
    પ્રાણ ઊડી જાય છે તો દેહ પણ ગંધાય છે.

  2. ખૂબ સરસ
    આમ જ આવી રીતે ગઝલો લખાય છે.
    દિલના દર્દોને વાચા અપાય છે.
    વાંચે વંચાવે કંઈ લોક એકબીજાને
    વખાણ થાય ત્યારે કવિ હરખાય છે.
    બસ આમ આજ રીતે……

  3. વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે ;
    તું નયન સામે નથી તોપણ મને દેખાય છે.

    એ જ તો પ્રણય ચક્ષુ નિ કમાલ

  4. આવ મારાં આંસુની થોડી ચમક આપું તને,
    તું મને જોઇને બહું ઝાંખી રીતે મલકાય છે.

    એટલે સાકી, સુરા પણ આપજે બમણી મને,
    મારા માથા પર દુઃખોની પણ ઘટા ઘેરાય છે.

  5. એમ તો એનું અચાનક પણ મિલન થઇ જાય છે ;
    શોધમાં નીકળું છું ત્યારે જ એ સંતાય છે.
    સાચિ વાત……………

  6. હું કરું છું એના ઘરની બંધ બારી પર નજર,
    ત્યારે ત્યારે મારી આંખોમાં જ એ ડોકાય છે.
    આજે પણ એના બન્ધ ઘર પાસેથી નીક્ળુ તો એ આશાએ કે તે જોવા મળશે…

  7. એમ તો એનું અચાનક પણ મિલન થઇ જાય છે ;
    શોધમાં નીકળું છું ત્યારે જ એ સંતાય છે.

    સરસ વાત કહી…………

  8. વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે ;
    તું નયન સામે નથી તોપણ મને દેખાય છે.

    પ્યાર કરવો એ ગુનો છે એમ માને છે જગત,
    પણ મને એની સજા તારા તરફથી થાય છે.

    Nice….

  9. છે અહીં ‘બેફામ’ કેવળ પ્રાણની ખુશ્બૂ બધી,
    પ્રાણ ઊડી જાય છે તો દેહ પણ ગંધાય છે.

    Very nice..

    It shows the importance of a person’s charactor not its looking…

  10. એમ તો એનું અચાનક પણ મિલન થઇ જાય છે ;
    શોધમાં નીકળું છું ત્યારે જ એ સંતાય છે.

    પ્યાર કરવો એ ગુનો છે એમ માને છે જગત,
    પણ મને એની સજા તારા તરફથી થાય છે.

    ખુબ જ સરસ !!!!!!!!!!!!!!!!!!૧

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *