આજે ૨૧ ડિસેમ્બર – વ્હાલા કવિ શ્રી મુકુલ ચોક્સીનો જન્મદિવસ…. મુકુલભાઇને આજના ખાસ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… અને સાથે સાંભળીએ એમની આ ખાસ ગઝલ, એમના પોતાના જ સ્વરમાં 🙂 કવિની આ ખૂબ જ જાણીતી ગઝલ, એમના આગવા અંદાઝમાં સાંભળવાની મઝા જ કંઇ અલગ છે..!
ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.
પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,
સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને.
સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું,
બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.
કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં,
પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને.
લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી,
પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને.
પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં,
વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.
અતિસુન્દર રચના! કવિશ્રી નો તથા જયશ્રીબહેન નો આભાર માનિએ તેટલો ઓછો પડે તેમ છે.
સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું,
બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.
લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી,
પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને.
વાહ! અદ્ભુત!
પ્રેમ્ ની પરાકાશટાએ પહોચિ નેપણ કવિ પાસે પ્રેમિકા ન હોવા ચ્હતા, કવિ દરેક સ્થળે યાદ કરે !! તેને કવિ ચુમવુ કહેચ્હે. આ ત્મારિ આગિ શેલિ ગમિ ગૈ. મુકુલ્ભૈ.. અનેઅમને દિવાના બનાવિ દિધા આ ગઝલે. મઝા આવિ ગૈ. બન્સિ પારેખ્.૦૭-૧૫-૨૦૧૩ .
અરે …………આફરિન થૈ ગયો મુકુલ ભૈ
સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું,
બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.
VERY GOOD WEBSITE.
WOULD YOU PLEASE SEND CONTACT NUMBERS OR EMAIL ETC.FOR MUKULBHAI AND RAISHBHAI.
I WANT TO SEE BOTH NEXT YEAR WHEN I COME TO INDIA
CHIMAN CHITALIA
‘
jayashriben
I AM IN USA.MY FRIEND FROM GHATKOPAR BOMBAY INTRODUCE YOUR SITE LAST YEAR.SINCE THEN I AM
LISTENING YOUR MAJANO TAHUKO.PLEASE EMAIL ME
SOME MORE INFORMATION FOR MUKULBHAI;RAISHBHAI
AND MEHUL SURTI. I KNOW THEY ARE FROM SURAT.
MY DREAM
WHEN I COME TO INDIA PROBABLY NEXT YEAR I WANT TO MEET THEM IF POSSIBLE
THANK YOU VERY MUCH
CHIMAN CHITALIA
પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં,
વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.
પ્રેમ ની પરાકાસ્ટા,,,
સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું થયું .
પંક્તિનો છેલ્લો શબ્દ ચૂકાઈ ગયો છે.
અત્યંત સુંદર અને નિતાંત ગઝલ.
જન્મદિન મુબારક …
વર્ષગાંઠ મુબારક, મુકુલભાઈ…
જન્મદિવસ મુબારક !
મને ખૂબ ગમતી ગઝલમાંની એક ગઝલ .કવિના સ્વમુખે ગઝલ સાંભળવાનો લ્હાવો તો ઔર જ છે અભિનંદન અને શુભેચ્છાઓ !બધાય શેર એક બીજાથી ચડિયાતા છે
પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં,
વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.
આ શેર પ્રત્યે મને હંમેશા વધારે લગાવ રહ્યો છે
આફરીન ! કવિ સુધી મારી દાદ પહોચાડશો
ખૂબ સુંદર રચના !
ફરી ફરી માણી !
નાનુ,,,,,,aa kruti utkrusht chhe,,,,,,,man na udan sudhi pahonche chhe,,,,,,,,deep
શુ કરુ ફરિયાદ્ તને ,
ફરિયાદ મા ફરિયાદે ચે
ફરિ ફરિ ને યાદ તારિ અ જ
મારિ ફરિયાદ ચે
મુકુલભાઈની લબ્ધપ્રતિષ્ઠ કૃતિ… કયા શેરને વખાણવો અને કયાને નહીં એ પ્રાણપ્રશ્ન બની રહે એમ છે…
બે ગઝલ વચ્ચેનો સમયગાળો એટલે નિગાહ અને નિકાહ વચ્ચેનો સમયગાળો! બસ એકબીજામાં ઓતપ્રોત થઇ જવાનું! ને જિન્દગીની ગઝલો લખતા જવાનું!
સુંદર રચના!