સાંજ ડૂબી એકલી તારા વગર
એટલે છે આંખ મારી તરબતર
શ્વાસ કાંટાળો ફરે છે દેહમાં
થાય અટકાવી દઉં એની સફર
જો પ્રતિક્ષા બારણે ટોળે વળ
આવશે તું એમ આવી છે ખબર
જિંદગીને વેચવા દુનિયા ફર્યા
ચોતરફ બસ લાગણીની કરકસર
લઇ ઉદાસી કેટલું ચાલ્યા કરે
એકલો માણસ અને ભરચક નગર
સાંજ ડૂબી એકલી તારા વગર
એટલે છે આંખ મારી તરબતર
સુંદર રજુઆત..
Through this ghazal, something known touched me unkowingly.
સમી સાંજ ની ઉદાસી નૉ રંગ ગઝલ ની સાથૅ આંખૉ નૅ પણ
તરબતર કરી ગયૉ કવિ… વાહ !
વાહ્…. મજા આવી ગઈ…… !!
દરેક શેર ખૂબ જ સરસ……… !!
સાચે સુંદર ગઝલ … ચોટદાર અશઆર …
ખુબ સુન્દર રજુઆત્! આભાર.
શ્વાસ કાંટાળો ફરે છે દેહમાં
થાય અટકાવી દઉં એની સફર……
આ ગઝલ વાંચતાં રશીદ મીર સાહેબના શબ્દો યાદ આવે છે….
”મિજાજ એ ગઝલનો જન્મજાત અવિભજ્ય ગુનવિશેષ છે, એજ એની પ્રકૃતિ છે.”
એક પંક્તિ લખવાનું મન થાય છે
ચરણ ઉત્સાહના કેમ કરી ચાલે,
ઉદાસીથી જો હોય ભર્યું નગર!
સરસ અને સરળ!
સાંજ ડૂબી એકલી તારા વગર
એટલે છે આંખ મારી તરબતર
-ખૂબ સુંદર અભિવ્યક્તિ…
લઇ ઉદાસી કેટલું ચાલ્યા કરે
એકલો માણસ અને ભરચક નગર
-આ શેર પણ લાજવાબ થયો છે… સરળ ભાષામાં સહજ ગઝલ…