કોક દિન ઈદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.
કાંઈ અફસોસ નહિ કાંઈ નહિ ફિકર,
કોઈ ચીજ તણી નહિ જિંદગીમાં જિકર,
આવે ને જાય એના વેઠવા શા બોજા ?
કોક દિન ઈદ અને કોક દિન રોજા.
માન મળે, મળે ધનધાન, મળે સત્તા,
પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા,
વાહ ભાખે કોઈ રૂડી આંખે વેશ ભાળી,
આહ નાખે કોઈ ભૂંડી મોઢે મેશ ઢાળી,
રામ મારો રૂદે હસે રંગ નહિ દૂજા
કોક દિન ઈદ અને કોક દિન રોજા.
હાલ્યા કરે દુનિયાની વણજાર ગાંડી,
કોણ બેઠું રહે એની સામે મીટ માંડી ?
દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા
આપણા તો થિર બળે આતમાના દીવા.
લાંબી લાંબી લેખણે ત્યાં નોંધાવી શી યાદી
બેય કોરે આપી જવી મુબારકબાદી,
ઘેલાં ભલે ઘૂઘવે આ જિંદગીનાં મોજાં
આવો તમો ઈદ અને આવો તમે રોજા.
– મકરંદ દવે
રેખાજી બહેનાજીનો અભાર માનવા બદલ આભાર !જય શ્રી ક્ર્ષ્ણ ….
યાદ આવ્યું આ ભજન
ર્રામ રાખે તેમ રહિએ ઓધવજી
રામ રાખે તેમ રહિએ
અમે ચીઠી નાં ચાકર છીએ ઓધવજી
રામ રાખે તેમ રહીએ
વાહ સરસ – મઝા પડી ગઈ
પુષ્પકાન્ત તલાટી
લેહના ફકીરી ક્યા દીલગીરી
કોઇ દીન હાથી કોઇ દીન ઘોડા.મકરન્દભાઇ વિષે મારા જેવો વધુ તો શું કહી શકે?
જીવન માં સુખ -દૂ:ખ ,હાનિ -લાભ ,જશ -અપજશ ,,આ બધુ ચાલ્યા કરે ,જેની પાસે જે હોય તે તે જ આપી શકે ,સાઈ મકરંદ દવે ની મને આ ગમતી કૃતિ છે ,અનેક ઠેકાણે ગાઈ છે !!બહુ જ મોટો આશ્વાસન આ રચના માનવ ને આપે છે ,હારેલા ને હામ આપે છે !!સાઇં ને સલામ !!આ કાવ્ય મૂકવા બદલ આપ ને પણ !!!
હાલ્યા કરે દુનિયાની વણજાર ગાંડી,
કોણ બેઠું રહે એની સામે મીટ માંડી ?
દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા
આપણા તો થિર બળે આતમાના દીવા.
કેવા અલગારી જીવની વાત કરી છે કવીએ આ કાવ્યમાં!
જે વસ્તુઓ આપણી ઇન્દ્રિયો દ્વારા અનુભવી શકાય છે તે તો પરિવર્તનશીલ છે જ .
અમીરી-ગરીબી, સુખ-દુઃખ , માન-અપમાન – આ બધા તો આપણાં perceptions માત્ર છે.
એમનો કાંઈ હરખ-શોક હોવો ન જોઈએ .
જે detached soul છે એ તો બધું સાક્ષીભાવે જોયા કરે છે ,
કોઈ બાબતનો એણે હરખ-શોક જ નથી !
એનો આત્મા, which is the seer, દરેક પરિસ્થિતિમાં સ્થિર રહે છે અને
સુખમાં છકી નથી જતો અને દુઃખમાં ભાંગી નથી જતો .
જીવનનો સાચો આનંદ જે સાવ નિર્મળ છે, એ એજ માણી શકી છે.
કભી ખુશી કભી ગમ.
બહુજ સરસ રચના રચી છે.
જીવન નુ સનાતન સત્ય છે. કોઇ દિન ઇદ કોઇ દિન રોજા
બહુજ સરસ રચના આભાર ટહુકો.કોમ
અમારા ટહુકાએ ટહુકાવીછે મજા !
કવિ ! નહીઁ માણો તો થશે સજા !
કોઇ દિ’ઇદ ને કોઇ દિ’રોજા….
ટહુકાને ટહુક્વાની સદાની મજા !
અમારા ટહુકાએ ટહુકાવીછે મજા !ટહુકાને ટહુક્વાની સદાની મજા !અરે વાહ ક્યા બાત કહી હૈ આપને? શ્રી મન્વન્તભાઈનો ખુબ આભાર આપણા “ટહુકા” માટે..!!
કરના ફકિરી ફિર ક્યા દિલગિરી,
સદા મગન મે રેહના જી.
કોઇ દિન ગાડિ,કોઇ દિન બન્ગલા
કોઇ દિન જન્ગલ બસના જી
સહેબ અમારે તો ટહુકોથી કાયમી મજા…………………