સ્વર – સ્વરાંકન : ભદ્રાયુ ધોળકિયા
હું જેમ જેમ તારો દીવાનો થતો ગયો-
બસ એમ એમ મારો જમાનો થતો ગયો.
એનો થતો ગયો અને આનો થતો ગયો,
કોને ખબર હું કેમ બધાનો થતો ગયો !
આપી છે તારી પ્રીતે નજરને વિશાળતા,
તારો થયા પછી હું ઘણાનો થતો ગયો.
વ્યક્તિત્વ ઓગળી ગયું તારા વિચારમાં,
મોટા થવાની સાથ હું નાનો થતો ગયો.
કેવી અસર થઈ છે મને તારા સંગની-
જાણે કે હું જ મારા વિનાનો થતો ગયો !
-રાહી ઓધારિયા
ઓશો
લાગે જાણૅ અસ્તિત્વ ઓગડી ગયુ.
આપી છે તારી પ્રીતે નજરને વિશાળતા,
તારો થયા પછી હું ઘણાનો થતો ગયો.
વ્યક્તિત્વ ઓગળી ગયું તારા વિચારમાં,
બસ એવી અસર થઈ છે મને તારા પ્રેમની…
વાહ બહુ સુંદર ગીત છે.
કેવી અસર થઈ છે મને તારા સંગની-
જાણે કે હું જ મારા વિનાનો થતો ગયો !
બસ તારી સંગ રહેવાનું અને તારી સંગ જીવવાનું,
પ્રેમ કેરો પ્યાલો લઇ ને અમૃત રસ પીવાનું,
સાંજ હોય કે હોય સવાર બસ એક જ નામ રહેવાનું,
દિલના એ હિંડોળા માં બસ તારું જ નામ રહેવાનું
વાહ બહુ સુંદર ગીત છે.
જેમ બધાને મળતો ગયો તેમ નાનો થતો ગયો.
વાહ બહુજ સરસ.
જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ ગોથા ખાતો ગયો.
આપી છે તારી પ્રીતે નજરને વિશાળતા,
..
વ્યક્તિત્વ ઓગળી ગયું તારા વિચારમાં,
…
કેવી અસર થઈ છે મને તારા સંગની-
જાણે કે હું જ મારા વિનાનો થતો ગયો
વાહ! ભાઈ વાહ!
અહમ ઓગ્લિ ગયુ અદ્વૈત્ય સધાયુ . તત્વગ્નાન થિ ભર્પુ ર
અહમ ઓગ્લિ ગયુ અદ્વૈત સધાયુ . તત્વગ્નાન નિ કવિતા
આપી છે તારી પ્રિતે નજરને વિશાળતા
તારો થયા પછી હુ ઘણાનો થતો ગયો
ખુબ જ સરસ……
જેમ જેમ સંભાળતો ગયો તેમ તેમ દિવાનો થતો ગયો,.,.,
ખુબ સરસ્
ખરે ખર હુ તરો થતો ગયો,.,.,.
ઉત્પ્રેક્ષા અલઁકાર સાથે અઁત લાવતુ ઁ
જાણે કે હુઁ જ મારા વિનાનો થતો ગયો
ગેીત મનગમતુઁ છે.આભાર બહેન્-ભાઇ !