બહુ એકલવાયું લાગે છે – હેમેન શાહ

-તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળી પર મખમલ, બહુ એકલવાયું લાગે છે.

શાયદ મારો ભુક્કો થાશે કે ઢાંચામાં જકડાઈ જઈશ,
શું થાશે એ કહેવું ન સરલ, બહુ એકલવાયું લાગે છે.

કૂવો બેઠો આતુરતાથી, વરસી ના એકે પનિહારી,
સંકોચાતું મરજાદી જલ, બહુ એકલવાયું લાગે છે.

ઉનાળો લઈને ખોબામાં જંગલ જંગલ ભટક્યા કરવું,
બે આંખો ત્યાં ભાળી શીતલ, બહુ એકલવાયું લાગે છે.

ખખડાવે ખુલાસાના રસ્તા, શંકાના ભીડેલા દરવાજા,
સોંસરવો છે આ કોલાહલ, બહુ એકલવાયું લાગે છે.

– હેમેન શાહ

15 replies on “બહુ એકલવાયું લાગે છે – હેમેન શાહ”

  1. સ્વ ને ઓળખો, બધા જ જવાબ મળી જશે.
    કિરીટ શાહ.

  2. રેખાબેન, ટહુકોના ‘ટહુકા’ તો ખુબ આનંદ આપે છે પણ સાથે સાથે સાહિત્ય-પ્રેમીઓની રચનાઓ તથા ટીકા-ટિપ્પણ વાંચવા અને માણવા મળે છે અને તેમની જે એક આગવી ઓળખ થાય છે
    એનો આનંદ ઓર છે.
    જયશ્રીબેન, ટહુકોને મારા ખુબ ખુબ ધન્યવાદ!
    શિવાની.

  3. તો દોસ્ત હવે સભળાવ ગઝલ બહુ એકલવાયુ લાગે છે….

    ખુબજ સરસ રચના….

  4. બહુ સરસ ગઝલ.જણવા મળે છે કે હેમેન ભાઈ ડોક્ટ્રર છે.તેમ છતા આવી સરસ રચના કરવી બહુ દાદ માગી લે છે.

    • ખુબ ખુબ આભાર..!!મનવન્તભાઈ…બસ આમ જ લખતી રહું,ખુશ થાઊ ને ખુશ કરું…!!!

  5. -ખુલાસાના રસ્તા વિકટ ખોલ્યા મથામણથી,
    શંકાના ઉઘાડ્યા અડીખમ દ્વાર આત્મવિશ્વાસથી ,
    તીખા ટીકા-ટિપ્પણને ત્યજ્યા અંતર્મુખ થઈ ,
    ને હૃદયના દ્વાર ચોમેર ઉઘડ્યા આનંદમય થઈ!
    નિરાંત એવી વળી જાણે માંનાં ગર્ભમાં રહી,
    હાસ્ય પાછું મળ્યું જાણે બાપુના ઘર-આંગણે વહી.
    જે ગુરુઓએ ઉજાસ પાથર્યો અંધકાર માંહી,
    પ્રણામ કર્યા તેમના શુભ પુસ્તકોને આદર સહી.
    _ શિવાની શાહ

    • તીખા ટીકા-ટિપ્પણને ત્યજ્યા અંતર્મુખ થઈ ,
      ને હૃદયના દ્વાર ચોમેર ઉઘડ્યા આનંદમય થઈ!…
      વાહ શિવાનીબેન ખુબ સરસ લખ્યુ છે…સાચા રસ્તા સરળ રસ્તા હોય તો? તો તો ચોકલેટ ના હોય છોડ અને આઈસ્ક્રિમની નદી ખરુને? લખવાનુ ને જીવવાનુ ચાલુ રાખો..ફરિવાર ધન્યવાદ..!!!
      શ્રી જયશ્રીબેન આ રુમમા બારી મુકવાનો આઈડિયા મને ઘણો પસન્દ પડ્યો કોમેન્ટ્મા પણ કોમેન્ટ..દાદ દેવી પડે…!આભાર.ટેકનોલોજી કુદકેને ભુસકે આગળ વધી રહી છે તેમાં થ્રી-ડી પ્રિન્ટર ને યુ ટયુબ પર જોવાનુ ના ભુલશો…ઇટ્ઝ અમેઝીંગ…!!!

  6. કૂવો બેઠો આતુરતાથી, વરસી ના એકે પનિહારી,સંકોચાતું મરજાદી જલ, બહુ એકલવાયું લાગે છે….!!!ખુબ સરસ શ્રી હેમેનભાઈએ લખ્યું છે …વાંચીને નવરાત્રીમાં ગવાતું હતું તે ભજન યાદ આવ્યું..જાગી ને જોને જરા જીવલડા,કોઇ નથી કોઇનુ થયુ કે થાવાનુ…આવ્યા ખાલી હાથે ખાલી હાથ રે જાવાનુ,એકલડા આવ્યા ને એકલા જાવાનુ…પણ ક્યારેક લાગે એકલુ મેળામાં પણ..!!!ઉદાસીન ગમગીન પળોમાં શબ્દો જકડી ને વિંટળાઈ જાય ને લખાઈ જાય…તે અર્જ કરુ છું..!!!
    ખર્યા અશ્રુ સોના ના કાં ધુળમાં રગદોળાય..!!
    જીવ અટુલો ભટકે કાં લોક-કીડીયારા ઉભરાય…!!
    ભર્યા ફુલમાં અનેરા રંગ કાં પળમાં ધોળો પાલવ…!!
    થાય તો ખરા ધબકાર કાં શ્વાસ લેવાનું ભુલાવાય…!!
    રેખા શુક્લ (શિકાગો)

  7. કૂવો બેઠો આતુરતાથી, વરસી ના એકે પનિહારી,
    સંકોચાતું મરજાદી જલ, બહુ એકલવાયું લાગે છે.

    સુન્દર ગઝલ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *