સ્વર – હંસા દવે
સ્વરાંકન – પુરુષોત્તમ ઉપાધ્યાય (?)
કવિ – ??
સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ,
લાગણીનાં દોરડા ઘસાયા
વાતોની વાવના ઉતરી પગથીયા,
પાણી પીધુને ફસાયા
કેટલીય વાર મારી ડુબેલી ઈચ્છાને ;
નીંદડીથી કાઢી છે બ્હાર,
ગોબા પડેલી ખાલી ગાગરનો;
મને ઉચકતા લાગે છે ભાર,
નિર્જન આ પંથે સાવ ધીમી ચાલુ,
તોયે સ્મરણોના નીર છલકાયા.
આફવાઓ સુણી, સુણીને મને રોજ રોજ,
પજવે છે ઘરના રે લોકો,
એકલી પડું ત્યારે,આંસુંના;સથવારે,
હૈયાનો બોજ કરુ હલ્કો,
એક પછી એક ગાંઠ વધતી રે જાય ;
ને લાગણીનાં દોરડા ટુંકાયા
સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ,
લાગણીનાં દોરડા ઘસાયા
વાતોની વાવના ઉતરી પગથીયા,
પાણી પીધુને ફસાયા
તમે ગેીત પહેલઆ કેમ પ્ર્શ્ન લ ખ્યો? મેઘ્બ્રિદુ નિ રચ્નઅ ચે
…નિર્જન આ પંથે સાવ ધીમી ચાલુ,
તોયે સ્મરણોના નીર છલકાયા…
…તોયે સ્મરણોના નીર છલકાયા…
..સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ,…
નીંદડી નહી પણ મીંદડી // કુવા મા પડી ગયેલ વસ્તુ ને બહાર કાઢવા વપરાતુ સાધન.
(નીંદડીથી કાઢી છે બ્હાર),
આભાર
મીંદડી અને નીંદડી વચ્ચે નો તફાવત જણાવવા બદલ
બહુ જ સર્સ વાત , ને , ભૌ , બહુ સરસ રજુવાત ……આભાર ……ને …અભિનદન , મેઘ્બૈન્દુભાએ ને પન ……..
“એકલી પડું ત્યારે,આંસુંના;સથવારે,
હૈયાનો બોજ કરુ હલ્કો,
એક પછી એક ગાંઠ વધતી રે જાય ;
ને લાગણીનાં દોરડા ટુંકાયા”
“લાગણીનાં દોરડા ઘસાયા…”
==============================
ભય
“પોતાનાજ માણસની પડખે રહેતાં,
ખૂબજ ભય લાગે તો શું કરવું ?
પોતાનું બધું સર્વસ્વ જેને ધર્યું,
તેના અવાજે ડર લાગે તો શું કરવું ?
રક્ષક ભક્ષક બને તેવી વિચિત્ર વાત !
સાહિલ જ નાવ ડૂબાડે તો શું કરવું ?
એક જાટકે બે કટકા કરી નાખે તો ઠીક ,
રોજ રજ રજ કરી કાપે તો શું કરવું ?
ધમાલ છે, અહીં કોલાહલ પારાવાર છે ,
કમાલ છે, ત્યહીં હલાહલ લગાતાર છે!
આશ્વસ્ત છેક કોણ કેટલું રહી શકે એમ ?
બબાલ છે પલપલ હલચલ અપાર છે !” <
સમય જતા જતા કઁઈ કેટલા દામ્પત્ય
જીવન ના ચિત્ર-વિચિત્ર અનુભવો ની
ભેટ છોડતો જાય છે?!
લા’ કાન્ત/૮-૮-
Above Class. I feel jealous. સરળ ભાષામાં સચોટ અભિવ્યક્તિ. “પોતાનાજ માણસની પડખે રહેતાં,
ખૂબજ ભય લાગે તો શું કરવું ?
પોતાનું બધું સર્વસ્વ જેને ધર્યું,
તેના અવાજે ડર લાગે તો શું કરવું ?
કવિ મેઘબિંદુનું એક વધુ સુંદર ગીત. નીંદડીનું મીંદડી જોઈએ.
લાગણીની અને સંબંધોની વાત બહુ સુંદર રીતે રજુ કરી છે.
કવિ મેઘબિંદુ સંબંધોના કવિ ઉપરાંત વાસ્તવમાં સંબંધોના વ્યક્તિ છે. તેમણે સંબંધો પર ઘણા ગીતો સર્જ્યા છે.
તેમનું અને પુરુષોત્તમ(સ્વરોત્તમ) ઉપાધ્યાયનું ગજબનું ટ્યુનીંગ છે. આ જોડીએ ઘણાં સુંદર ગીતો આપ્યા છે.
તેમનું ‘જન્મો જનમની આપણી સગાઈ….’ ગીત માણવા જેવું છે.
ધન્યવાદ!
દિનેશ પંડયા
આફવાઓ સુણી, સુણીને મને રોજ રોજ,
પજવે છે ઘરના રે લોકો,
એકલી પડું ત્યારે,આંસુંના;સથવારે,
હૈયાનો બોજ કરુ હલ્કો,
એક પછી એક ગાંઠ વધતી રે જાય ;
ને લાગણીનાં દોરડા ટુંકાયા
સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ,
લાગણીનાં દોરડા ઘસાયા
વાતોની વાવના ઉતરી પગથીયા,
પાણી પીધુને ફસાયા….ખુબ સરસ રચના… આ રચના પછી આપની સમક્ષ રજુ કરુ છુ મારી રચના.. “ધકેલાઊ છું…!!!”
પદવી આપી ને મોટો કરાયો છું, આગળ વધું છું જે બસ ધકેલાઊ છું?
વ્યથા છે કે મુંઝવણ છે,સગપણે સમજ છે કે પછી ધકેલાઊ છું?
બાળ છું તારો તોય ગભરાઊ છું,નાની બેનના આગમને જીવ મોટો કેહવાઊ છું?
જીવન જીવું કે માણું તે પેહલા ધકેલાઊ છું,સ્કુલમાં આવે નંબર પેહલો રમતનું આવે સ્વપનું..મોનીટર બનાવી ખુશ કર્યો કે હું ધકેલાઊ છું?
યુવાનીની મજાની ગંભીરતા કળી ન શક્યો તે પેહલા લગ્નમાં મગ્ન કે પાછો ધકેલાઊ છું? કોલેજના દિવસોમાં જાગતી આખેં સ્વપના શરમાયે પેહલા પાંપણે ધકેલાઊ છું?
પાછો મળ્યો છે હોદ્દો ને જીવ ખુશ કરુ છું,વધતી મોંધવારીમાં સંગાથે રેઇઝ ધકેલુ છું
મુંગી નથી મારી વ્યથા તો ય ગુનેગાર ગણાયો છું..? લાગણીની ઓઢી ચાદર તો કબર સુધી ધકેલાયો છું..?
નામ અમારું તકતીમાં સોનેરી પાંદડે કંડારાયો છું,કો’ક વાર વિચારૂ છું કે ક્યાં ક્યાં ધકેલાયો છું…!!!
રેખા શુક્લ (શિકાગો)
સળંગ સુંદર ગીત. સરસ ગાયકી,મીઠો અવાજ,ભાવમાં ઉણપ.
GHANI SUNDER RACHNAA !
સરસ રચના,
એક પછીએ ગાંઠ વધતી જાય પછી,
લાગણી ના દોરડા ટુંકાતા જાય.
એકદમ સાચ્ચી વાત.
સરસ,
ખુબ સરસ
કેટલીય વાર મારી ડુબેલી ઈચ્છાને ;
નીંદડીથી કાઢી છે બ્હાર,
ગોબા પડેલી ખાલી ગાગરનો;
મને ઉચકતા લાગે છે ભાર,
નિર્જન આ પંથે સાવ ધીમી ચાલુ,
તોયે સ્મરણોના નીર છલકાયા.
Bahu j saras geet chhe.thanks..
…સંબંધની ગાગર…ખાલી ગાગર..
…એક પછી એક ગાંઠ વધતી રે જાય ;
ને લાગણીનાં દોરડા ટુંકાયા…
સરસ રચના.
અફલાતૂન શબ્દો!!
એક પછી એક ગાંઠ વધતી રે જાય!
ને લાગણી ના દોરડાં ટુંકાયા.
હમેશ એવું જ થાય છે જ્યારે ગાંઠ વધતી જાય ત્યારે લાગણી ના દોરડાં ટુંકા જ પડે છે.
સરસ રચના.
સદાબહાર ગીત!
લગભગ બે દાયકા પહેલા મુંબઇમાં આ આલ્બમનો લોકાર્પણ વિધિ થયો હતો ત્યારે આ ગીત પહેલી વાર સાંભળવાનો લ્હાવો માણ્યો હતો; કવિ શ્રી. મેઘબિંદુની હાજરીમાં…
આભાર…
એક નાનકડી નુક્તેચીની–
કેટલીય વાર મારી ડુબેલી ઈચ્છાને ;
મીંદડીથી કાઢી છે બ્હાર,
કૂવામાંથી ચીજ બ્હાર કાઢવા મીંદડી વપરાય છે.
સુન્દર ગેીત….સરસ ગવાયેલુઁ….
ભાવ અને લાગણીયુક્ત !આભાર !
Sweet and Melody voice with great meaning to understand and applicable in our life.
ધન્યવાદ. પુષ્કળ ગમ્યું.
સંબંધો સુતરના તાંતણા જેવા છે.જે લાગણીના તારથી બંધાયેલા છે.
જે ગાગરમાં ભરેલા પાણીથી છલકાયેલા છે.
thank yu jayshreeben haju geet adhuru chhe… pan purushotambhai nu comp. no words
thank yu again
વારંવાર સાંભળવી ગમે તેવી રચના….સુંદર સ્વરાંકન…….
સુન્દર!
આ ગ્ીત્ મે ઋણ્ થી ચાર વાર સાભળ્યુ પ્ણ હ્જૂ કાન નૅ સાભ્ળ્વા ની ચાહ્ .
સુંદર રચના… સંઘેડાઉતાર ગીત… ગાયકી પણ સરસ !
મજાનું ગીત –
કવિ મેઘબિંદુ