વિનોદ જોષીનું આ ખૂબ જાણીતુ ગીત.. જે મને એટલું સમજાતું નથી, પણ તો યે ઘણું જ ગમે છે.
સ્વર : મીનાક્ષી શર્મા
સંગીત : ઉદમ મઝુમદાર
.
સ્વર:?
.
ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં આણલ અંજારિયાના અવાજમાં ગવાયેલ ગીત :
ડાબે હાથે ઓરું સાજન લાપસી
જમણે હાથે ચોળું રે કંસાર
હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં….
પીંછાને પાથરણે પોઢ્યાં પારેવાં અટકળનાં રે
પાંપણની પાંદડિયે ઝૂલે તોરણિયાં અંજળનાં રે
અજવાળે ઓઢું રે અમરત ઓરતા
અંધારે કાંઈ ભમ્મરિયા શણગાર
હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં….
સોનેરી સૂરજડા વેર્યા પરોઢિયે ઝાકળમાં રે
સાંજલડી સંતાડી મેં તો મઘમઘતા મીંઢળમાં રે
ઊગમણે ભણકારા ભીના વાગતા
આથમણે કાંઈ ઓગળતા અણસાર
હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં….
મારું મનગમતું ગીત! મઝા આવી ગઈ!
નીશા ઉપાદ્યાય ના અવાજમા “ડાબે હાથે ઓરુ સાજ્ન લાપસી” ખુબ જ ગમ્યુ. જુના ગુજરાતી ગીતો સાભલવા મલે તો મજા આવી જાય, “હ્જુ રસભર
રાત તો બાકી રહિ ગઇ” કયા પિક્ચર નુ ગીત? મારી પાસે લખેલ છે. જો વિડીઑ મલે તો ખૂબ આભાર.
ખુબ જ સરસ્… મઝા આવિ ગઇ…..
વાહ, મજા આવી ગઈ. આર્કિના દિવસો યાદ આવી ગયા. આ ગરબો રમવાની બહુ જ મજા આવતી હતી. congrats………..
નિશાનો અદભૂત કંઠ અને સોલી કાપડિયાનું સુમધુર સંગીત આ ગીતને ઉત્કૃષ્ટ બનાવે છે.વિવેકભાઇએ ગીતનો ભાવાર્થ ખૂબ જ સુંદર રીતે સમજાવ્યો છે. વિવેકભાઇને આગ્રહભરી વિનંતી છે કે કવિશ્રી તુષાર શુક્લના “તારી હથેળીને દરિયો માનીને” ગીતનો ભાવાર્થ સમજાવશો. પ્લીઝ…
સોનેરી સૂરજડા વેર્યા પરોઢિયે ઝાકળમાં રે
સાંજલડી સંતાડી મેં તો મઘમઘતા મીંઢળમાં રે
ઊગમણે ભણકારા ભીના વાગતા
પૂર્વ એટલે ઉગમણી દિશા
ભારત… પૂર્વ માં આવેલો દેશ છે
nice song 6
સાંજલડી સંતાડી મેં તો મઘમઘતા મીંઢળમાં રે..
We really miss this types of songs.. We miss you Nisha
(One of the Arkee Lovers, Vadodara)
amazing
Hiral,
I just tried and both the songs posted here are playing fine. Please try to install latest flash player and try to listen the songs again.
You might want to check the page :
https://tahuko.com/?page_id=1345
for more details.
Thank you,
Jayshree
why i am not able to play songs of Mr. Vinod Joshi? Please help me.
I could not listen the song by Nisha. It prompts “Error on file”..
Thanks.
Once again …there is error in this file,I am not able to listen it..thanks
સોલીભાઇવાળી બીજી ઓડિયો લિંકમાં error opening file આવે છે…
આ ગીત વિનોદ જોશી ના સ્વર મા સાભળવની મઝા મે માણી છે અહિ usa મા. આ કવિ નો અવાજ ખુબ ફાકડો છે.
‘Error in opening file’ for second link with the voice of Nisha Updhyay. Please do the needful. Thanks.
There is some error in the second link.
If you can put “Ek sabar kantha no shahukar” in Nisha’s voice it would be great. thanks
ગિતો સાભળિ સકાતા નથી મદદ કરશો.
મજા આવી ગઈ…!
મસ્ત ગીત… મજા આવી ગઈ…!
ચાલ, હવે હું લાપસી બનાવવા જાઉ… 😀
Jayshree didi mane pan aa geet khub aj gamyu pan samjayu nahi pan vivek bhai na explanation par thi thodu samjayu ek to hu eng med ma chu etle gujarati ma amuk words jemke virodhabhas nahi samjaya !!
વાહ, મજા આવી ગઈ. આર્કિના દિવસો યાદ આવી ગયા. આ ગરબો રમવાની બહુ જ મજા આવતી હતી.
Missing U Nisha – On Behalf of all Arkee Lovers
ઊગમણે ભણકારા ભીના વાગતા
આથમણે કાંઈ ઓગળતા અણસાર
મારુ પ્રિય ગીત રજુ કરવા બદલ આભાર જયશ્રીબેન
ડાબું-જમણું, જાગૃતિ-ઊંઘ, અજવાળું-અંધારું, પરોઢ-સાંજ, ઉગમણું-આથમણું એમ પંક્તિએ પંક્તિએ વિરોધાભાસ લાવીને કવિ કાવ્યનાયિકાના વિરહના ભાવને સુપેરે ઉજાગર કરે છે. સવારે ઊઠતાવેંત જે પ્રિયતમના આગમનના ભીના ભણકારા વાગતા હોય છે એ ભણકારા સાંજના છેડે ઓગળતા અણસારમાં બદલાઈ જાય છે. નવોઢાના મીંઢળ કે પાંપણ-ક્યાંય એના ઓરતા છૂપ્યા છુપાતા નથી… ન જાગી શકાય, ન ઊંઘી શકાય એવી નાયિકાની સ્થિતિનું સુંદર વર્ણન…
-વિવેક