તમારી દૂરતા પણ છે નિકટતાના ઇશારા સમ
તમારા તો અબોલા પણ અમારે આવકારા સમ
તમે રુઠ્યા ભલેને હો, સભર છઇએ તમારાથી
તમે સુક્કી નદીના પટ, અમે લીલા કિનારા સમ
નદી થઇને તમે વહેજો, નિકળજો સાવ પાસેથી
તમારામાં તૂટ્યાં કરશું, અમે કાચા કિનારા સમ
અમે તો ઊજળા છઇએ તમારી છત્રછાયામાં
તમે આકાશી અંધારું, અમે ઝીણા ઝગારા સમ
તમારાથી અમે છઇએ, તમારાથી અધિક રહીએ
તમે માનો ન માનો પણ એ સાચું છે તમારા સમ
તમારી દૂરતા પણ છે નિકટતાના ઇશારા સમ
फिर किसी ने आज छेड़ा ज़िक्र-ए-मंजिल इस तरह
दिल के दामन से लिपटने आ गई हैं दूरियाँ……….
મજા આવી ગઈ
તમારા સમ
તન્મયતા = એકબીજામાં લીન થઈ જવું તે
ત્વન્મયતા = તારાથી જ હું પરિપૂર્ણ છું એ ભાવ
તમારાથી અમે છઇએ, તમારાથી અધિક રહીએ
તમે માનો ન માનો પણ એ સાચું છે તમારા સમ
બહુ જ સરસ રચના
અ દ ભૂ ત્.. ત્ મા રા સ મ્…..!!માનો ના માનો……….
સુંદર ગઝલ…
મક્તામાં “તમારા સમ” નો ખુબ ચતુરાઈ પુર્વક કરેલો પ્રયોગ.
પ્રણયની તન્મયતા અને ત્વન્મયતાથી ભરીભાદરી લીલીછમ્મ ગઝલ… આફરીન… !!