વૃક્ષ નથી વૈરાગી – ચંદ્રેશ મકવાણા

ગઇકાલે જુન ૫ ના દિવસે World Environment Day (અહીંયા તો હજુ પણ જુન ૫ જ છે) ની સૌને શુભેચ્છાઓ..!! અને માણીએ આ વૃક્ષનું ગીત.. સાથે સંદેશો શું હોઇ શકે એ તો તમે સમજી જ શકશો ને?

વૃક્ષ નથી વૈરાગી... Lone Pine, 17 Mile Drive, CA

વૃક્ષ નથી વૈરાગી,
એણે એની એક સળી પણ ઈચ્છાથી ક્યાં ત્યાગી ?
વૃક્ષ નથી વૈરાગી.

જેમ ખૂટ્યાં પાણી સરવરથી
જેમ સૂકાયાં ઝરણાં,
જેમ ભભકતી લૂ લાગ્યાથી
બળ્યાં સુંવાળાં તરણાં

એમ બરોબર એમ જ એને ઠેસ સમયની લાગી
વૃક્ષ નથી વૈરાગી

તડકા-છાંયા-અંદર હો
કે બ્હાર બધુંયે સરખું
શાને કાજે શોક કરું હું ?
શાને કાજે હરખું ?

મોસમની છે માયા સઘળી જોયું તળ લગ તાગી
વૃક્ષ નથી વૈરાગી

-ચંદ્રેશ મકવાણા

(ગીતને કવિના હસ્તાક્ષરમાં માણવા – આભાર – લયસ્તરો)

11 replies on “વૃક્ષ નથી વૈરાગી – ચંદ્રેશ મકવાણા”

  1. મૌસમ ની છે માયા બધી જોયું તળ લગી તાકી……..વ્રુક્ષ નથી વૈરાગી…………

  2. તત્વજ્ઞાનથી ભરપુર સંદેશ !શિવાની શાહનો જવાબ તો એનાથી પણ વધારે માર્મિક છે.

  3. વૃક્ષે આપી છાયા સહુને, સૂર્યે અર્પ્યું તેજ,
    ચંદ્રે આપી શીળી છાયા, આપ્યું સરિતાએ નીર.
    “આ અર્પણ છે સ્વૈચ્છિક કે અનૈચ્છિક”
    એવો વિવાદ છે વ્યર્થ.
    ‘ લેવું અને દેવું’ એવી ભાવના સાથે જન્મ્યા સહુ,
    સહુમાં રોપ્યા આ ભાવ ના રચૈતાએ બીજ.
    સઘળા તત્વો પ્રકૃતિના અનુસર્યા એ રીત,
    માનવ સહુથી અલગ શેં થયો ને લીધી ના એણે આ શીખ?
    સમજણ માં એ ધીમો સહુથી, લેશે કેટલા યુગ?
    સહુના હિતને પહેલું સ્થાપી પછી જોવું નિજ હિત.
    અતિવૃષ્ટિ ને અનાવૃષ્ટિ, ભૂકંપ અને સુનામીની બીક,
    વાવાઝોડા અને વંટોળથી થશે વિનાશની જીત?
    ભૂગોળનો ઈતિહાસ બદલાતો જોશે જ્યારે ભીર,
    તે દિ’ અનુસરશે એ પ્રકૃતિની આ શ્રેષ્ઠ શીખ!

  4. એક્દમ સરસ રચના તડકા તડકા-છાંયા-અંદર હો
    કે બ્હાર બધુંયે સરખું તે વાસત્વિક્ત છે.

  5. સમય વર્તે સાવધાન..આ વાત સમજે તેને મળે શાન્તિ…અને મોસમ નો છે ક્યા ભરોસો?? પણ અહીં સાથે સરખાવી મોટો બોધ કહી દીધો..ને સાચી વાત કહી છે.
    શાને કાજે શોક કરું હું ?
    શાને કાજે હરખું ?

    મોસમની છે માયા સઘળી જોયું તળ લગ તાગી
    વૃક્ષ નથી વૈરાગી…વ્રુક્ષારોપણ World Environment Dayના રોજ તો ખરું જ!!!

  6. એમ બરોબર એમ જ એને ઠેસ સમયની લાગી
    વૃક્ષ નથી વૈરાગી
    વૃક્ષ વૈરાગી ન હોય પણ માણસે એને એટલું લુટ્યું છે કે મુંબઇ જેવા શહેરમાં 1.3 કરોડ લોકો વચ્ચે ફ્કત ૧૯.૧૨ લાખ વૃક્ષો છે! See the link below:

    Only 19 L trees in Mumbai makes greens see red
    Times of India
    MUMBAI: If the health of a city can be measured by comparing its tree cover with its population then Mumbai needs an urgent green transplant. The city’s 1.3 crore inhabitants have a green cover of just 19.12 lakh trees. In effect, there is just one …
    http://articles.timesofindia.indiatimes.com/2011-05-31/mumbai/29603775_1_tree-authority-lakh-trees-dadar

  7. ખુબ જ સરસ રચના છે. જો જિવન મા આ વત સમ્જિ શકિએ તો મન ને શાન્તિ મળે જ. સમય ને મોસમ સાથે સરખાવિ ને બહુ મોટિ વાત કરિ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *