સ્વર – સંગીત : આશિત દેસાઇ
એક રાજા હતો એક રાણી હતી
એ તો તારી ને મારી કહાણી હતી
કયાં હું ભુલો પડયો એ ખબર ના પડી
મારી તો વાટ આખી અજાણી હતી
માત્ર એના અનુભવ થયા સૌ નવા
પ્રીત તો એની સાથે પુરાણી હતી
જિંદગી ના મે દિવસો જ ખર્ચ્યા કર્યા
જિંદગીમાં બીજી કયાં કમાણી હતી
એક ચાદર હતી આભની ઓઢવા
રાતના જોયું તો એ ય કાણી હતી
ભવ્ય કેવું હતુ મોત ‘બેફામ ‘નું
ભેદી ને દુશ્મનોમાં ઉજાણી હતી.
– બરકત વિરાણી ‘બેફામ’
બેફામ સાહેબની બેજોડ ગઝલ અને આશિતભાઇના એવા જ બેનમૂન સ્વર ને સંગીત.
છેલ્લી પંક્તિ – તે દિને દુશ્મનોમાં ઉજાણી હતી – એમ ગવાઈ છે.
ઉત્તમ ગઝલ રચના માટે આભાર
અદભુત, ખુબજ સરસ
makta ma bhedine khotu chhe… ae dine dushmano ma ujani hati…
પ્રેમ ક્ર્યા પછિ બસ રોતો જ રહ્યો,
મુખ નિ ધુળ તેના થિ જ ધોવાણિ હતિ.
એક રાજા હ્તો…….
લલિતા બેન ઘોદદ્રા ના આવઝ મા સોન્ગ્સ મુક્વા મહેર્ બાનિ કર્વા વિનન્તિ
કયાં હું ભુલો પડયો એ ખબર ના પડી
મારી તો વાટ આખી અજાણી હતી
માત્ર એના અનુભવ થયા સૌ નવા
પ્રીત તો એની સાથે પુરાણી હતી
આટલી સરસ ગઝલ આપવા બદલ આભાર.
અહો…સુન્દર…રાતના જોયુ તો એય કાણી હતી…….
હુ વારમ વાર આ સામભદુ……..
ગઈ કાલેજ આ આસિતભૈ ના સ્વર શશ્ઠિ મા તેમના દર્દ ભર્યા કન્ઠે સામ્ભલ્યુ..શશ્ઠિ પુર્તિ નિમિત્તે તેમ્ને ખુબ ખુબ અભિનન્દન્…….
જયશ્રીબેન ટહુકા માટે ખુબ અભિનંદન અને ખુબ ખુબ આભાર
તમારી મહેનત ખુબ પ્રસંસનીય છે
તમારું સમર્પણ દેખાય છે
વારંવાર સાંભળવી ગમે એવી રચના, સ્વરાંકન, ગાયકી, સ્વર તથા સંગીત પણ આનંદદાયી બની રહે છે, સૌને અભિનદન…………..
Befaam saheb, Ashitbhai, Superb Lyrics, Excellant music and voice.
Gujarati Gazal at its peak. Wah….
I hope more individuals like me from India find this site. It is my link to Gujarat, its literature, music, culture, history and greatness. I enjoy all the poems. geet, gazals and music. Keep up the good work.
ખુબ જ સરસ્
સુપર દેીપ મેઅનિન્ગ > & થિસ ઇસ હોવ થે લિફે ઇસ્.
ખુબ જ સરસ રચના અને વાનચ્ન્
બેફામની આ ગઝલ સાભળીને દિલ હલી ગયુ. રાતે જોયુ તો એ પણ કાણી હતી એ પન્ક્તિ તો લાજવબ છે.
‘બેફામ’નુ સરળ શબ્દોમા ભાવપૂર્ણ ગીત. સુંદર કર્ણપ્રિય ગાયકી.
Amazing … Make me Speechless !!!!!
અદભૂત—–
બેફામ સાહેબ ની ગઝલ અને આશિત ભાઇ નો અવાજ્,, ખુબ સુન્દર્ .
ભવ્ય કેવું હતુ મોત ‘બેફામ ‘નું
ભેદી ને દુશ્મનોમાં ઉજાણી હતી….!!!
માત્ર એના અનુભવ થયા સૌ નવા
પ્રીત તો એની સાથે પુરાણી હતી
મને એજ સમજાતુ નથી કે આવુ શાને થાય છે ? પથ્થરો તરી જાય છે ને ફુલડાં ડુબી જાય છે…
ક્યા હોતી હૈ પ્રેમ કહાની યે ભી તુ નાદાન ન જાની કિતની પ્યારી પ્યારી તેરી યે નાદાની હૈ…મૈ એક રાજા હુ તુ એક રાની હૈ…
બેફામના ભવ્ય ભેદી મોત વિશે જાણી
ખેદ થયોઃ પણ કવિતાથી ખુશી ઊપજી.
સુન્દેર સન્ગિત્
માત્ર એના અનુભવ થયા સૌ નવા
પ્રીત તો એની સાથે પુરાણી હતી..! બહુ જ સરસ આ બેફામ સાહેબ નેી ગઝલ… મઝ્ઝા આવેી ગયેી..!
અદભુત અને ભવ્ય રચના.મન ખુશ થઈ ગયુ.
ખુબજ સરસ છે
ખુબ જ સુન્દર રચના.