અમે બે ભાઈ બાને લૈ ગયા ફોટો પડાવવા
ભાવતાલ કરી નક્કી સ્ટુડિયોમાં પછી ચડ્યા
ભવ્ય શા સ્ટુડિયોમાં ત્યાં ભરેલી ખુરશી પરે
બાને બેસાડી તૈયારી ફોટો લેવા પછી થતી
‘જરા આ પગ લંબાવો ડોક આમ ટટાર બા’
કહેતો મીઠડા શબ્દે ફોટોગ્રાફર ત્યાં ફરે
સાળુને કોર ને પાલવ શિરે ઓઢેલ ભાગ ત્યાં
ગોઠવ્યાં શોભતી રીતે ફૂલ પુસ્તક પાસમાં
ચહેરા પે તેજ ને છાયા શોભતાં લાવવા પછી
પડદા છાપરા માંહે આમ ને તેમ ગોઠવ્યા
શામળા વસ્ત્રથી ઢાંક્યા કેમેરામાં લહી લહી
લઈને જોઈતું ફોકસ પ્લેટ તેમાં ધરી પછી
ઢાંકણું ખોલતાં પહેલાં સૂચના આમ આપતો
અજાણ્યો મીઠડો ખાલી ફોટોગ્રાફર બોલિયો
‘જોજો બા સ્થિર હ્યાં સામું ક્ષોભ ને શોક વિસ્મરી
ઘરમાં જેમ બેઠાં હો હસતાં સુખડાં સ્મરી
આછેરું હસજો ને બા પાંપણો પલકે નહિ
રાખશો જેવું મોં તેવું બરાબર પડશે અહીં’
અને બા હસતી કેવું જોવાને હું જહીં ફર્યો
જૂઠડાં વર્તમાનેથી કારમા ભૂતમાં સર્યો
હસવાં રડવાં બેમાં નમતું કોણ ત્રાજવું
જિંદગી જોઈ ના જોખી કોઈએ કદી બા તણી
યૌવને વિધવા પેટે બાળકે કંઈ સાસરે
સાસુ ને સસરા કેરા આશ્રયે બા પડી હતી
વૈંતરું ઘર આખાનું કરીને દિન ગાળતી
પુત્રોના ભાવિની સામું ભાળીને ઉર ઠારતી
બાએ ના જિંદગી જોઈ ઘરની ઘોલકી તજી
એને કોઈએ ન સંભાળી સૌને સંભાળતી છતાં
ઘસાતી દેહમાં એના રોગ ને દોગ ઊતર્યાં
સૌની બેપરવાઈથી દર્દ દુઃસાધ્ય શું થયું
અને બાના પ્રતિ સૌને કરુણાપ્રેમ ઊમટ્યાં
એહના મનને રાજી રાખવા મથતાં બધાં
આછેરા માતૃપ્રેમે ને આછા કર્તવ્યભાનથી
પ્રેરાઈને અમે ચાલ્યા દવા બાની કરાવવા
બતાવ્યાં શહેર બાને ત્યાં બંગલા બાગ મ્હેલ કૈં
સિનેમા નાટકો કૈં કૈં ગાડીઘોડે ઘુમાવી ને
અમારા પ્રેમ કે સ્વાર્થ તણા સ્મારક શો અમે
અનિષ્ટો શંકતા ઈચ્છ્યું બાનો ફોટો પડાવવા
અને ત્યાં નમતા પ્હોરે ફોટોગ્રાફરને તહીં
અમે બે ભાઈ બાને લૈ ગયા ફોટો પડાવવા
પુત્રોથી પતિથી સાસુ સસરાથી અરે બધા
વિશ્વથી સર્વદા સાચ્ચે બિચારી બા ઉપેક્ષિતા
પડા’વા બેઠી ત્યાં ફોટો ફોટોગ્રાફર ત્યાં ઊભો
અજાણ્યો મીઠડો ખાલી હસવા ત્યાં કહી રહ્યો
અને બા હસતી કેવું જોવાને હું ફર્યો જહીં
બોર શું આંસુ એકેક બાને નેત્રે ઠર્યું તહીં
ચિડાયો ચિત્ર લેનારો ‘બગડી પ્લેટ માહરી’
પ્લેટ શું જિંદગીઓ કૈં બગડી રે હરિ હરિ !
-સુન્દરમ્
(આભાર – માવજીભાઇ.કોમ)
આજે 50 વષઍ બા નો ફોટો કાવ્ય સુદરમ નુ યાદ આવ્યુ અને ગુગલ ઉપર વાંચવા મલ્યુ જુની યાદો તાજી થઈ. બા ની યાદ આવી ગઈ.
બેન શક્ય હોઇ તો સુના સમન્દર્ નિ પલે ગિત લખજો
ખુબ ખુબ આભાર્
હિરાભૈ
આંખ માં આંસુ બા ની આંખ માં તો ફોટો પડાવતા આવ્યા પણ મારી આંખ માં પણ આવી ગયાં
વીતી ગયેલા જમાનાની આ વાતો ફક્ત દર્દ જ
પેદા કરે ને ? માડી નુઁ વહાલસોયુઁ મુખડુઁ હવે ક્યાથી
જોવા મળે ?”તે હી નો દિવસાઃ ગતાઃ../”કવિ શ્રેી
સુઁદરમે બાનુઁ ચિત્ર આબેહૂબ ખડુઁ ક્ર્યુઁ છે,નમસ્કાર !
ફરિ તજિ થઈ ગઈ નાનપણ નિ બા સાથેનિ એ યાદો અને બા નો એજ પ્રેમ..અશ્રુ ભિના થૈ ગયા……
@ જયેશ,
સોળ વર્ષની ચારણ કન્યા માણવા અહી ક્લિક કરો.
https://tahuko.com/?p=8476
આભાર,
ધનંજય
I have studied the poem at my school level but I do not remenber the standard.Many times I use last two lines to make understand many sons who are least bothered about needs and feelings of mother.I have lost my mother when i was about 29 years old,but even today i am missing her.Maa is Great Personality in the Enire word and no body can take her place.
લગભગ ત્રીસેક વર્ષૉ પછી આ સુંદર કાવ્ય વાંચવા મળ્યુ!! અતીતનાં સંભારણા થઈ ગયા!!
i had read and studid in my high scholl levle. mr. h o dixit gujarati teachear tech this poem…thanks
અને બા હસતી કેવું જોવાને હું જહીં ફર્યો……આ પંક્તિ દિલને સ્પર્શી ગઈ…બા આખી જીંદગી કામ કામ કર્યે રાખ્યુ…કવિએ બાને હસતા જોયા નથી…ફોટો પાડવાવાળા ભાઈ જ્યારે કહે છે.બા મોઢુ હસતુ રાખજો…ત્યારે બા હસે છે કેવુ તે જોવાને તલસે છે…અને બા તરફ જોવા ફરે છે……….
Touched my feelings. I don’t know why nature has cruel laws, perents do everything for their children unconditionally but very often children forget them and get busy in their own lives.
લાગણી એ અનુભવ નો વિષય કે…..અનુભૂતિનો વિષય છે…?
થોડા દિવસો પહેલાં જ આ કવિતા ક્યાંક વાંચવાની થઈ… એક અદભુત રોમાંચ થયો હતો.. એવો જ રોમાંચ છેલ્લા બે દિવસથી ફરી ફરીને અનુભવી રહ્યો છું…
jindgi pan kevi kamal che..
pahela aansu aavta tyare baa yad aavti..
aaje baa yad aave che ne aansu aavi jay che..
મા તે મા બીજા વગડાના વા…માતૃદેવો ભવ …
જનનીની જોડ સખી નહીઁ જડે રે લોલ્……….
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ.
જગથી જુદેરી એની જાત જો…જનનીની……
ગઁગાનાઁ નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ જો…..જનનીની…..
બધુઁ ગીત લખવા કરતાઁ જગતની બધી માને પ્રણામ !
સોલ વરસ નિ ચારણ કન્યા સમભળાવા મલશે
Everyone get TRUE UNCONDITIONAL LOVE only from “BA”(their mother)
and thats why i can say only one thing
JANANI NI JOD SAKHI NAHI MALEY RE LOL….
OM shanti….
ફક્ત ક્ષણિક મલકાતા ચહેરાઓવાળા કેટલાય ફોટાના સ્મારકો અનેક ઘરોમાં ભંડારાયા હશે. આવી તો અનેક ઉપેક્ષિત બા-ઓની બગડેલી જિંદગીરૂપી પ્લેટોથી આજકાલ ઘરડા-ઘરો સજાવાયા છે,અમેરીકામાં-પરદેશોમાં તો ખરા જ,પણ હવે તો ભારતમાંય.
speechless!
માતા પિતા ને વન્દન્
thank u jayshreeben mummy yad aavi gai
નાનો હતો ત્યારે આ કવિતા સુન્દરમ વિષે ના નિબંધ માટે મોધે કરેલી હતી, ફરી સ્મ્રુતિ તાજા થઈ ગઈ
આભાર
Thanks Jayshree, Thanks a lot!!!
મા તે મા બિજા બધ! વગદ્દા ના વા !!!
બાની યાદ આવી ગઈ અને આંખો ભીની થઈ ગઈ
When i was in 6th or 7th, I learned dat poem and today i again get touch with it…and u made my day…
thank you very much…
“આંધળી મા નો કાગળ” ને “બાનો ફોટોગ્રાફ” આ બે કવિતા હંમેશા મારી વ્હાલી કવિતાઓ મા રહી છે…ઘણા વર્ષે ફરી વાંચવા મળી ગઈ..આપનો ઘણો બધો આભાર..!!!