સ્વર : લતા મંગેશકર, મુહમ્મદ રફી
સંગીત : દિલીપ ધોળકિયા
ગુજરાતી ફિલ્મ : સત્યવાન સાવિત્રી
આવી રસિલી ચાંદની, વન વગડો રેલાવતી,
છાયા બની એ ચંદ્રની, એની પગલે પગલાં પાડતી.
છાયા ના માનું ચાંદનીને, ચંદ્રની એ તો પ્રિયા,
હો રંગરસિયા, આમ બોલી મન ભરમાવે કાં સદા
નૈનની ભૂલ-ભૂલામણી.
આવી રસિલી ચાંદની….
ચંદ્ર છુપાયો વાદળીમાં, તેજ તારું જોઇને
જોને જરી તું આયો ફરી એ, મુખ પર તારા મોહીને
થાય શીદ લજામણી
આવી રસિલી ચાંદની….
– ભાસ્કર વ્હોરા
રસીલી ચાંદની ચંદ્ર પાછળ છુપાઇ.
સરસ વર્ણન.
ખુબ સરસ ગીત,ખુબ ગમ્યુ.
ખુબ સરસ ગીત
સુન્દેર ગેીત્……….
ખુબ જ મધુર ગીત છે.નાનપણમાં આ ફિલ્મ જોયાનુ યાદ છે. શશીકલા અને મહેશ દેસાઈ મુખ્ય ભૂમીકામા હતા.
લતાજી અને રફીસાહેબના ઉચ્ચારો ખુબ જ સ્પષ્ટ.આજે ઘણીવાર ગીતોમા નબળા ઉચ્ચારો સાંભળવામાં આવે
ત્યારે આ વાત યાદ આવી ગઈ.
મારુ અંગત માનવું છે કે ગમે તેટલા મોટા ગજાના અન્ય કલાકારો હોય પણ ગુજરાતી ગીતો ગુજરાતી ગાયકોના મોઢે જ સાંભળવા ગમે છે. કારણ એટલું સમજાય છે કે શબ્દાર્થ સાથે ભાવનો સમન્વય તથા ગુજરાતી ભાષાના ઉચ્ચારણો નો લહેકો બીજું કોઈ સમ્પુર્ણ વ્યક્ત ન જ કરી શકે.
ઘના દિવસે સામભલ્વા મલ્યુ .
રસ સભર સગિત અને ગિત
Lovely..