આજે ૧૨મી માર્ચ છે. આજથી ૮૨ વર્ષ પહેલા, ગાંધીજીએ ઐતિહાસિક ‘દાંડીકૂચ’નો આરંભ કર્યો હતો. તેની યાદમાં પ્રસ્તુત છે, ઉમાશંકર જોશીનું આ કાવ્ય….
“Bapuji” (1930) by Nandalal Bose
(Photo: National Gallery of Modern Art, New Delhi)
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?
કૃષ્ણચરણથી અંકિત ધરતી તણી બની આ કાયા;
પવિત્ર જરથુષ્ટ્રી આતશ બહેરામ અહીં લહેરાયા.
અશોકધર્મલિપિથી ઉર પાવન;
જિનવર-શિષ્યોની મનભાવન.
સત્ય-અહિંસાની આંખે તું ભાળીશ ને ગુજરાત ?
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?
નરસિંહ-મીરાંની ગળથૂથી, ઘડી શૂર સરદારે,
મૃદુલ હૃદય તું, તોયે નિર્ભય સિંહડણક ઉદગારે.
મસ્જિદ મંદિર વાવ તોરણે
લચે રમ્યતા તવ વને-રણે.
બિરુદ ‘વિવેકબૃહસ્પતિ’નું જે, પાળીશ ને ગુજરાત ?
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?
– ઉમાશંકર જોશી
૧૯૩૦ના માર્ચની બીજી તારીખે ગાંધીજીએ વાઈસરોયને એક પત્ર લખીને કેટલાંક અનિષ્ટો દૂર કરવા માટે વિનંતી કરી. સાથે એમ પણ લખ્યું કે, “જો આનો સંતોષજનક જવાબ નહીં આવે તો પછી માર્ચની ૧૨મીએ મારા સાથીઓને લઈને મીઠાના કાયદાનો ભાંગ કરવા હું દાંડી માટે ઊપડીશ”. એ મુજબ ૧૨મી માર્ચની વહેલી સવારે સાબરમતી આશ્રમથી ગાંધીજી એમના ૭૮ સત્યાગ્રહીઓ જોડે દાંડી માટે પગપાળા નીકળી પડ્યા. આમ એમની ઐતિહાસિક ‘દાંડીકૂચ’નો આરંભ થયો. સરઘસને મોખરે ૬૧ વર્ષના ગાંધીજી તેજ કદમે ચાલતા હતા.
પચીસ દિવસ બાદ ૩૮૦ કિલોમીટરની પદયાત્રા કરીને ગાંધીજી ૫મી એપ્રિલે દાંડી પહોંચ્યા; ૬ઠ્ઠી એપ્રિલે સવારની પ્રાર્થના પછી પોતાના સ્વયંસેવકોને દરિયાકિનારે લઈ ગયા અને ત્યાંથી મીઠું ઉપાડીને સરકારના જુલમી કાયદાનો ભંગ કર્યો.
દાંડીના દરિયાકિનારે મીઠું ઉપાડતા ગાંધીજી તથા એમના અનુયાયીઓનો એક અદૂભુત સ્કેચ નંદબાબુએ બનાવેલો. દરિયાનાં ઊછળતાં મોજાં જાણે લોકમાનસમાં આવેલા જુવાળનાં પ્રતીક ન હોય ! સ્કેચના ડાબે ખૂણે હોવા છતાં સ્કેચના કેન્દ્રમાં ગાંધીજી જ છે. પણ એમના દાંડીકૂચના લિનોકટ જેટલો સ્કેચ વિખ્યાત નથી થયો.
– અમૃતલાલ વેગડ (આભાર – ગાંધી-ગંગા [ભાગ ૧] સંપાદક : મહેન્દ્ર મેઘાણી [લોકમિલાપ ટ્રસ્ટ] )
gandhigeetika is coming soon with poems dedicated to Pujya Bapu….
૧૨મી માર્ચ, મીઠાનો સત્યાગ્રહ,દાંડીકુચ, ઐતિહાસિક ઘટના.
ગાંધીજીને પગલે ચાલોરે ગુજરાત.
ગાન્ધીને પગલે ચાલીશને ગુજરત? કવિએ બહુ વેધક સવાલ પુછ્યો છે. છ્થી તેર એપ્રીલ ગાન્ધીજીએ રચનાત્મક કાર્યક્રમની ઘોશણા કરી હતી તે મુજબ બધા રચનાત્મક કાર્યક્રમ અપનાવે તો પણ ઘણુ.
ગાંધીના પગલે પગલે ચાલવાની વાત આજના જમાનામાં હવે કેટલી પ્રસ્તુત રહી ગઈ છે?
હુ મારા કોલેજ કાળ થિ પુજ્ય ગાન્ધિ જિનો અને તેઓનિ ફિલોસોફિનો પ્ર્શન્શ્ક છુ પણ એ કેટ્લુ દુખ્દ છે કે આવા સત કે જેમ્ણે જ્ગ્ત ને અહિસાનિ ફિલોસોફિ આપિ તેમ્નિજ કરુણ હિસા થઇ આ એક કરુણ હ્કિક્ત છે.આવા મ્હાન સ્ન્ત ને મારા કોટિ કોટિ વન્દન ગાન્ધિજિ સ્દા અમર રહેશે
વાહ ભાઈ,ટહુકો ઉપર હોળી ના રંગો અને કેસુડા ના ફૂલો! ટહુકો વધુ સોહામણો લાગે છે.
કૃષ્ણચરણથી અંકિત ધરતી તણી બની આ કાયા;
પવિત્ર જરથુષ્ટ્રી આતશ બહેરામ અહીં લહેરાયા.
અશોકધર્મલિપિથી ઉર પાવન;
જિનવર-શિષ્યોની મનભાવન.
સત્ય-અહિંસાની આંખે તું ભાળીશ ને ગુજરાત ?
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ????
ખુબ સરસ..!
ગાધી યુગનુ ખુબ જ સુન્દર કાવ્ય.
રાષ્ટ્ર્ના અત્યારના સેવકરામો દ્વારા ખાદી ઓથે વાચન પુરતો ઉપયોગ અને અનાદાર.
હા , ભે , હા , અહિ અત્લે તો હર્શદ મેહ્તા ને ધિરુભૈ અમ્બાનિ અવ્તર્યા…………….કસમ્થિ કોઇ નથિ જ યદ કર્તુ ……….
ખુબ જ સુન્દર!!!!
એક ઍતિહાસિક ઘટનાની આપે ફરી યાદ અપાવી દીધી. આભાર.