ફૂલ ફૂટ્યાં છે – હરિકૃષ્ણ પાઠક

( ઝૂલતી રાતી ઝૂલ….  Photo: Vivek Tailor)

અલે, કાંઇ ફૂલ ફૂટ્યાં છે ફૂલ !
આમ જુઓ તો ઊડતી પીળી પામરી
અને આમ જુઓ તો ઝૂલતી રાતી ઝૂલ;
અલે, કાંઇ ફૂલ ફૂટ્યાં છે ફૂલ !

પંચમ સૂર રેલાવતો કોકિલ, રંગ રેલાવે રત;
પડદેથી સૌ પટમાં આવ્યા, ગમ્મતે ચડી ગત…
જોડિયા પાવા જાય ગાળીમાં ગાજતા
એના અરસ-પરસ પરખ્યાં કોણે મૂલ ?
અલે, કાંઇ ફૂલ ફૂટ્યાં છે ફૂલ !

– હરિકૃષ્ણ પાઠક

4 replies on “ફૂલ ફૂટ્યાં છે – હરિકૃષ્ણ પાઠક”

  1. ઝુલતી રાતી ઝુલ. ફુલ ફુટયા છે કેસુઙાના ફુલ.
    અતિસુંદર.

  2. દિલભાવન.ફૂલ ખીલેને મહેકે એતો માન્યુ,અહિ તો
    કાંઇ ફૂલ ફૂટ્યાં છે ફૂલ …
    એના અરસ-પરસ પરખ્યાં કોણે મૂલ ?
    સુન્દર ,બહુ સુન્દર…

  3. જોદિઆ પાવ્વા નિ વાતો ખરેખર તો સહુ ભુલિ ગયા , કોઇકિલ્નિ યાદો ….બહુજ સરસ સબ્દન્કાન ………….

  4. ઉડતી પીળી પામરી..ઝુલતી રાતી ઝુલ..પંચમ સુર રેલાવે કોકિલ…પરખ્યાં કોણે મુલ્..ફુલ તો એની ફોરમ ઢાળી રાજી..ટહુકે આવે કેસુડા ના cool ફુલ..!!! just lovely..!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *