મારા ખોબામાં – રમેશ પારેખ

મારા ખોબામાં ખખડાવું કોડી ૪૦
તને બોલાવું : રમવા આવીશ ?
છાબડી લઇને ચાલ, પરપોટા વીણશું
ને સાંજરે વળીશું ઘેર પાછાં

વીણેલા પરપોટા સાંધી સાંધીને
એના દરિયાઓ ગોઠવશું આછા
પછી દરિયાને તું ક્યાં વાવીશ ?

રણથી ટેવાયેલી આંગળીઓ
પાણીને ઑળખાણ આપતાં મૂઝાંશે
પોતાના ખખડાટે છળી જતી કોડીને
દરિયો અફળાય તો શું થાશે ?

તારા ખોબામાં તું શું લાવીશ ?

(  આભાર – http://www.rameshparekh.in/)

11 replies on “મારા ખોબામાં – રમેશ પારેખ”

  1. બાળપણ એટલે બાળપણ એની તોલે જીન્દગીની કોઇ અવસ્થા ન આવી શકે.રમેશ પારેખની રોમન્ટીક રચનાઓ કાયમનુ સંભારણૂ બની રહે છે, આપનો આભાર,

  2. વાહ નયનરમ્ય અને હ્રદયગમ્ય કલ્પના. ઈલાકાવ્યોની યાદ આવી ગઈ. સાથે રીઁકલભાઈનુ કવિત્વ મનને સ્પઁદીત કરી જાય છે.

    આભાર.

    કલ્પના

  3. રમેશ પારેખની રોમન્ટીક રચનાઓ કાયમનુ સંભારણૂ બની રહે છે, આપનો આભાર,,,,,,,,,,

  4. મારા ખોબામાં ખખડાવું કોડી ચાલીશ,
    તને બોલાવું : રમવા આવીશ ?
    તારા ખોબામા તું શું લાવીશ ?

    રમેશ પારેખ એટલે શબ્દ-ભંડોળ અને લય નો ભંડાર!

    દિનેશ પંડ્યા

  5. વીણેલા પરપોટા સાંધી સાંધીને
    એના દરિયાઓ ગોઠવશું આછા
    પછી દરિયાને તું ક્યાં વાવીશ ?
    ખૂબ સ રસ
    બાળપણમા આવી ગયા

  6. શૈશવના સ્મરણો ક્યારેય નભૂલાય. ગમેતે ઉમ્મરે શૈશવમા સરી જવાનુ મન થાય.આ કવિઓએ

    ખરાહોયછે એમની સાથે આપણનેય બાળપનણમા ખેચી જાયછે,જ્યાથી પાછા વળવુ મશ્કેલ બની

    જવાય છે.બાળપણ એટલે બાળપણ એની તોલે જીન્દગીની કોઇ અવસ્થા ન આવી શકે.

  7. શ્રી રમેશ પારેખની રચનાઓ અજબ -ગજબની મસ્ત દુનીયામા લઈ જાય છે…
    રણથી ટેવાયેલી આંગળીઓ
    પાણીને ઑળખાણ આપતાં મૂઝાંશે
    પોતાના ખખડાટે છળી જતી કોડીને
    દરિયો અફળાય તો શું થાશે ?
    શ્રી રિંકલકુમાર ડી. સેંજલિયા ની ઉપરોક્ત પંક્તિઓ અને એમાંય જ્યારે કલ્પના વાસ્તવિકતા બની જાય ત્યારે તો વાત ના પુછો….વેરાન વગડામાં જરુર ફોરમ આવી જતી હશે જ!! તો લઈ લો થોડી ઓર મજા….!!!

    શબ્દો ની ટચુકડી બારીએથી માનવીઓના મધુવનમાં, જોયો સાવ એકલો દરિયો…
    ચહેરાઓના વનમાં અમારો આસપાસનો રસ્તો, નાના મોટા પગલાંથી પંથ એક ફુટ્યો…
    સમીસાંજની હરિયાળીમાં ભુરા આકાશની આશામાં, લઈ તડકાનું ચોસલું..બટકાં બે ભરી લંઉ…
    ને પેલા વરસાદથી ધરતીની સોડમ જરા ગટગટાવી લંઉ,મન ની આ પાર ને ..પેલે પાર..!!
    માણસને ગમે તેવું વાણીનું વ્રુક્ષ એક ઉગે ને શબ્દ બને પારસમણી, પહોંચવાનુ મારે તો અક્ષરથી ઇશ્વર સુધી..!!!
    રેખા શુક્લ

  8. આવશો જ્યારે તમે અમારા સમણામાં,
    આવી જશે ફોરમ ત્યારે વેરાન વગડામાં.
    આ ધોમ ધખતી ગરમી મા પણ,
    મળી જશે ઠંડક તમારા પાલવડામાં.
    નથી ખબર હું જાગુ છુ કે સૂતો છુ,
    છતા થાય છે આ બધુ હકીકતમાં.
    આમજ સાથે રહેશો જો તમે તો,
    તરી જશુ અમે વિના વહાણે દરીયામાં.

    લિ. રિંકલકુમાર ડી. સેંજલિયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *