ગઈ Christmas અને New Year ની વચ્ચે રજા લઈને ‘New Mexico’ ના ૩-૪ શહેરોની મુલાકાત લીધી. San Francisco અને Los Angeles જેવા USA cities માં રહ્યા પછી આમ તો Alamogordo જેવી જગ્યા Middle of Nowhere જ લાગે..! પણ મઝા આવી..! ઘણી જ મઝા આવી..! There is life beyond big cities.. એ વાત આમ ભલે ખબર હોય – પણ એ વાતની ફરીથી એકવાર સાબિતી મળી હોય એવું લાગ્યુ..!
આજે જ્યારે શહેરોની વસ્તી વધતી જ જાય છે – અને ગામડા ધીમે ધીમે ખાલી થઈ રહ્યા છે – ત્યારે હિમાંશુભાઈનું આ ગીત જાણે એ ગ્રામ્યજીવનની મીઠપની ફરી એકવાર યાદ અપાવે છે.
(શહેરો થઇ ઉગ્યા મકાન…. Chicago, August 8, 2010)
*******
પાકી દિવાલો ને કાચા છે કાન
જુઓ શહેરો થઇ ઉગ્યા મકાન
બધે શહેરો થઇ ઉગ્યા મકાન
અહિં ઉંચા છે, ઉંચા છે માણસના માન
જુઓ શહેરો થઇ ઉગ્યા મકાન
બધે શહેરો થઇ ઉગ્યા મકાન
પાકાશા રસ્તાપર કાચાશા ગામ
ઉનાળે મસ્તીના એ મારા ધામ
બધા ચહેરા પર મળતાતા નામ
હવે શહેરો થઇ ઉગ્યા મકાન
ફળિયામાં અંબરને, નદીઓમાં સ્નાન
નાનીશી ઓરડીઓ, ગાતી’તી ગાન
અરે, શૈશવ, ક્યાં જાતું ર’યું આમ?
હવે શહેરો થઇ ઉગ્યા મકાન
શોધું છું ઉર્મીને શહેરોમાં આજ
જાણે, શોધે પતંગીયું ફૂલ
સૃષ્ટિના પાલવને છોડીને, લાગે છે
માનવની થાતીહો ભૂલ …
કદી ઇશ્વર ના પકડાવે કાન …
બધે શહેરો થઇ ઉગ્યા મકાન
જુઓ શહેરો થઇ ઉગ્યા મકાન
બસ શહેરો થઇ ઉગ્યા મકાન …
– હિમાંશુ ભટ્ટ
જ્યારથી (૧ જ્
વર્ષથી) ટહુકાની ઓળખાણ થઈ તેમ તેમ એનો પરિચય મેળવવાની
એકપણ તક જતી કરવાની નથી ગમતી.સવાર થાય ,ચ-નાસ્તો પત્યો નથી કે પહેલો ટહુકો
ગૂન્જે નેટ પર્ પછી ખૂલે રીડ ગુજ અને પછી સમાચાર ત્યાર પછીજ બધુ કામ થાય્.સાચુ
કહુ હુતો ટહુકાના પ્રેમમા પડી ગઈછુ.કોઇ કારણવશાત ટહુકો જોવાનો ન મળેતો બેચેન થઈ
જવાય છે.
આજનુ “હાલો ભેરુ ગામડે” ગીત સાભળવાની મજા આવી ગઈ. આવા જૂના ગીતો
સાભળવા મળે છે એ અમારુ અહોભગ્ય છે,તે માટે જયશ્રી બેન તમારા રસ,રૂચિ અને
પ્રયત્નને આભાર સહ અભિનન્દન.
“પાકી દીવાલો ને કાચા છે કાન, જુઓ શહેરો થઈ ઉગ્યા મકાન” સાવ સરળ પણ સુન્દર ભાષામા હિમાન્શુ ભટ્ટે રજુ કરીને હકીકત જણાવી છે..!!!ખુબ સરસ…!!!
સાદ્યંત સુંદર ગઝલ !
[…] જુઓ શહેરો થઇ ઉગ્યા મકાન – હિમાંશુ ભટ્ટ […]
આપણે સહુ શહેરી માહોલ થી થાક્યા છીએ ને સતત ગ્રામ્ય સંસ્કૃતિ ને યાદ કરી ત્યાં જવા ભાવુક થઇ જઈએ છીએ, પરંતુ ગામડા ટકાવવા નો એક પ્રયાસ પણ કરીએ છીએ ?
રચના સરસ છે
ગીતમાં કવિ એ બહુ સાચી હકિકત સુંદર રીતે રજુ કરી છે.
એક વખત હતો જ્યારે શહેર છોડવું નહોતું અને આજે શહેર નો ઘોંઘટ ગમતો નથી.
એટલે જ મને કદાચ અમેરિકાની મુલાકાત ગમે છે.