મરીઝ સાહેબની આ ઘણી જ જાણીતી ગઝલ… આમ તો જગજીતસિંગના પ્રથમ ગુજરાતી આલ્બમ – મરીઝ સાહેબની ગઝલો -નું શિર્ષક પણ આ ગઝલથી જ અપાયું છે… પણ જગજીતસિંગને માણીશું ફરી કોઇ દિવસ. આજે તો મરીઝ સાહેબના શબ્દોની સૂરા – અને આશિત-હેમા દેસાઇ સાકી..!
સ્વર – હેમા દેસાઇ
સ્વરાંકન – આશિત દેસાઇ
.
જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું,
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.
ખૂશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને
હું પાનખર નથી-હું વીતેલી વસંત છું.
હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું-હું તેથી અનંત છું.
બન્ને દશામાં શોભું છું – ઝુલ્ફોની જેમ હું
વીખરાયેલો કદી છું, કદી તંતોતંત છું.
મારા પ્રયાસ અંગે, ન આપો સમજ મને,
બુધ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું
રસ્તે પલાંઠી વાળીને-બેઠો છું હું ‘મરીઝ’
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું.
કાશ ખુદા ભૂતકાળ બદલવાની એક વખત પરવાનગી આપે તો મરીઝ સાહેબને મળી શકું. અને એમની દ્રષ્ટીએ હવેના આ ભૌતિકવાદથી ઉભરાતા જમાના વિષે ઘઝલ લખવી છે. અને આવી એક નહિ અનેક ગઝલ ગઝલ રસિકોને મળે એજ ગેલછા છે.
બહુત સરસ્ર ….
હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું-હું તેથી અનંત છું.
આ પંક્તિઓ ખરેખર ઉત્તમ છે અને કવિની શબ્દો વિશેની કલ્પનાને ઉજાગર કરે છે.
Aabhar, Tahuko.com The whole Ghazal of only six shers is TANTOTANT in real sense! Mareez aetle samvedan ane Shabdonee baadshahi! Known as Mareez, he was a doctor of Gazlopathy.
Please put the same sung by Jagjitsing
મને અછાન્દસ્ રચના વધારે પસન્દ છે. ગઝલ નો ભાવ તરત સ્પર્શિ જાય છૅ. ગઝલ જ્યારે ગિત નિ જેમ ગવાય ત્યારે ભાવ બેસુરો થાય છે. ગઝલ સુન્દર છે.
રુપા કાપડિઆ
ખુબજ સરસ રચના, એમ પન મારા ખુબજ માનિતા શાયર ચે મરિઝ સાહેબ….ખુબજ સુન્દર ઘઝલ…મઝા આવિ ગ
જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું,
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.
ખૂશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને
હું પાનખર નથી-હું વીતેલી વસંત છું…
Nice One..
ખુબજ સુન્દર રચના………પણ જો “જગજીતસીગં” ના અવાજ માં આજ રચના ને સાંભળશો તો અતિ આંનંદ આવશે….. હેમાજી એ પણ ખુબજ સરસ પ્રયત્ન કર્યો છે. મારી પાંસે આલ્બમ છે. જો જયશ્રી “હા” પાડે તો મોકલુ.
ભરત ગઢવી
ગેબોરોન – બોત્સવાના (અફ્રિકા)
ખૂશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને,
હું પાનખર નથી- હું વિતેલી વંસત છું
સરસ વાત કરી છે, સરસ ગાયકી અને આનદદાયક સંગીત , ખુબ આભાર…..
સરસ ગઝલ છે. બિંદુની મધ્યમાં છું-હું તેથી અનંત છું…. મરીઝ શિવ-જિવની વાત તો નથી કરતાને??
જીવન-મરણ, પાનખર-વસન્ત, મધ્ય-અન્ત,સાધુ-સન્તની મધ્યમા જીવતો માણસ ક્યાયનો
નહોય છતા જેમતેમ જીવન મરણની વચ્ચે ઝોલા ખાઈનેજીન્દગી પૂરીતો કરેજ છે પણ કવિશ્રી
બધાની વચ્ચે જીવન્ત અને અનન્તછે ખન્તિલાછે, ખુશ્બૂ સાથે શોભી રહ્યાછે અને પોતાના
શબ્દવૈભવથી આપણી મનોસૃષ્ટિને શોભાવી રહ્યાછે એ આપણુ અહોભાગ્ય છે. સુન્દર શબ્દોથી
શોભતી સુન્દર ગઝલ.
આ જ ગેીત ભૌજ , આ જ વાત , મરિઝ્ભૈ ના સન્મુખ , ફરિ યાદ આવે , બહુજ ગમે , અભિનદન હેમા બહેન અને તહુકો , બહુજ આનદ્………..
ખૂશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને
હું પાનખર નથી-હું વીતેલી વસંત છું.
અતિશય સુંદર્….!