ક્યાંથી તરાવવા ? – વિવેક મનહર ટેલર

નવા વર્ષની શરૂઆતે સૌને સાલ મુબારક….. સ્વજનોનું વ્હાલ મુબારક…. અને ટહુકાના તાલ મુબારક…! 🙂
ચલો… માણીએ વિવેકની મઝાની ગઝલ…!!


(પાંદડે પાંદડે મોતી…                           …સપ્ટેમ્બર, ૨૦૦૭)

પાણી ભરેલા વાદળોને ખેંચી લાવવા,
ઓછાં પડે છે, દોસ્ત ! આ શહેરોને ઝાડવાં.

એક તો આ રણ વિશાળ છે, ઉપરથી ઝાંઝવા,
ખુદમાં ડૂબી ગયેલને ક્યાંથી તરાવવા ?

તારા વગર આ આંખની રણ જેવી ભોંયમાં,
મૃગજળ ઊગે તો ઠીક, ક્યાં વરસાદો વાવવા ?

પરપોટો થઈ વિલાવાનું જળમાં થયું નસીબ,
હોવાપણાંનો દેહ ન ત્યાગી શકી હવા.

એક આ ગઝલ સરીખડા લવચીક દેહને,
છંદો, રદીફ, કાફિયા: શું-શું ઉપાડવા ?

કપડું છો ફાટે શ્વાસનું, દોરો નહીં ફીટે,
શબ્દો મળ્યા, હવે બીજા બખિયા શું ટાંકવા ?

-વિવેક મનહર ટેલર
(૦૩-૦૮-૨૦૦૭)

છંદ-વિધાન: ગા | ગાલગાલ | ગાલલગા | ગાલગાલ | ગા

8 replies on “ક્યાંથી તરાવવા ? – વિવેક મનહર ટેલર”

  1. આ તો ખરિવ્વત સહુ ને ગમ્વૈ તો પચિ સૌ મલિ , કેમ , ન , તેનુ લભ લહે તો બહુ સરુ

  2. એક તો આ રણ વિશાળ છે, ઉપરથી ઝાંઝવા,
    ખુદમાં ડૂબી ગયેલને ક્યાંથી તરાવવા ?

    Captures the essence of the modern life very well. Well done Vivek!

  3. સરસ સંદેશ દેતી શ્રી વિવેકભાઈની ગઝલ.
    રમેશ પટેલ(આકાશદીપ)

  4. મોટભાગના લોકોનુ જીવન નિરાશા અને હતાશાને સ્વીકારી લેતુહોયછે તેઓને

    સમગ્ર જીવન મ્રુગજળ જેવુ ભાસે છે. બખિયા ભરીનેય મનવી જીવીતો જણેછે પણ

    તેઓને ઉઠો, જાગો ધમધમાવીને દોડો એ સન્દેશો પહોચાડવો જરૂરી બની રહેછે.સરસ શબ્દો.

    નવા વર્શની શુભેચ્છા સહ અભિનન્દન.

  5. સરસ ગઝલ્.સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભ કામનાઓ અને નવા વરસના અભિન્નદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *