એક મનગમતો તૂટ્યો સંબંધ હવે હાશ !
શમણાંના કલરવતા, કલબલતા પંખી વિણ,
ખાલી ખાલી ને સાવ ખાલી આકાશ.
ભીતરમાં ડોકિયાંઓ કરવાનાં બંધ
હવે દુનિયા જોવાની આંખ બહાર
બહારથી લાગે જે આખા એ આઇનામાં
અંદર તિરાડ આરપાર
જીવતર જીવવાનો હવે કેવો આનંદ
આ જીવનમાં કોઇ નથી ખાસ…
એકલતાની તો હવે આંગળી પકડી, ને
ખાલીપા સાથે છે દોસ્તી
સુક્કી આ આંખોની નદીઓમાં નાવ અમે
હાંકે રાખી છે કોઇ મોજથી
મૃગજળમાં રગદોળી નાખી છે ઇચ્છાઓ
કે લાગે ના કોઇ દિવસ પ્યાસ…
ઊખડે ઓ ઝાડવું મૂળિયાં સમેત
પડે ધરતીને હૈયે ચિરાડો
માણસમાંથી એક માણસ ઊખડે ને
તોય નામ કે નિશાન નહીં ખાડો
કૈકયીનાં દીધાં વરદાન મારે માથે
કે ભોગવતો રણનો વનવાસ…
thats poem is very lovely..
i like it..thnx
મૃગજળમાં રગદોળી નાખી છે ઇચ્છાઓ
કે લાગે ના કોઇ દિવસ પ્યાસ…
– fentastic lines!
બહઉ જ માર્મિક શ્બ્દો ચે.માનસમાથિ એક માનસ ઉખદેને તોય્ નામ કે નિશાન નહિ ખાદો .વાહ
One of my favorite song by Mukesh Joshi. So, meaningful, so touchy…
રોજ રોજ મર્વને બદ્લે એક વાર મરિ લિધુ એનિ આ “હાશ્” આને કોઇ તસ્સલિ સમજ્વનિ ભુલ ન કરશો. આ તો દુખ નો સિસ્કરો
આ “હાશ” માં “હાશ” સાંભળવા જેટલા સંવેદનબધીર આપ પણ?! કવિ કઈ ભાષામાં રડશે મને તાજ્જુબ થઈ રહ્યું છે. કોઈ ખુલ્લી હથેળીમાં બરફ ધરી,કહે દાઝે છે -તો હું તો સીસકારો ભરવા લાગુ;તમે કેમ શંકા કરી બેઠાં?!
વિવેક ક્યારેક મનગમતા સંબંધ માટે રોજ મરવુ પડતુ હોય છે. તે જ કારણ હો શકે હાશ કહેવા માટે.
મજાનું ગીત… પણ મનગમતો સંબંધ તૂટે અને હાશ??!! તો એ સંબંધ શું સાચે જ મનગમતો હતો ખરો કે માત્ર બંધ જ હતો ?