આજે ૩૦મી સપ્ટેમ્બર… પ્રખ્યાત કવિ-ગઝલકાર શ્રી ચિનુ મોદી ‘ઇર્શાદ’ નો જન્મદિવસ..! ચિનુકાકાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે, આજે સાંભળીએ એમની આ ગઝલ – એમના જ શબ્દોમાં..!!
ગઝલ પઠન : ચિનુ મોદી ‘ઇર્શાદ’
પાંદડાં ખરશે, ખખડશે, લાગશે કેવું તને?
શ્વાસના રસ્તા અટકશે, લાગશે કેવું તને?
આવશે, મોજાં ઉછળતા આવશે, ભીંજાચશે
ચામડી બળશે, ચચરશે, લાગશે કેવું તને?
પોપડાં બાઝી જશે, ને રંગ પણ ઉપટી જશે,
લોહીનો ઉન્માદ ઘટશે, લાગશે કેવું તને ?
આવશે પાછોતરા વરસાદની મૌસમ હવે,
બુંદ તું એક એક ગણશે, લાગશે કેવું તને ?
નિત્યના અંધારનો ઇર્શાદ તું હિસ્સો થશે,
દ્રશ્યથી બાકાત બનશે, લાગશે કેવું તને ?
– ચિનુ મોદી ‘ઇર્શાદ’
બહુ સુન્દર ગીત. ગઝલકાર ને ધન્યવાદ્
ઘડપણમાં ધડ પર માથુ ડોલશે,
કેવુ લાગશે તને?
ઠંડીમાં દાંત વગર ડાંકલુ વાગશે,
કેવું લાગશે તને?
રસ્તામાં કોક જવાનીઓ કાકા કહેશે,
કેવું હાડોહાડ લાગશે તને?
…truth of life…well truth of lie works too..
…It is possible to feel good about your life though…
…પાંદડાં ખરશે, ખખડશે, લાગશે કેવું તને?
શ્વાસના રસ્તા અટકશે, લાગશે કેવું તને?
આવશે, મોજાં ઉછળતા આવશે, ભીંજાચશે
ચામડી બળશે, ચચરશે, લાગશે કેવું તને?
પોપડાં બાઝી જશે, ને રંગ પણ ઉપટી જશે,
લોહીનો ઉન્માદ ઘટશે, લાગશે કેવું તને ?
આવશે પાછોતરા વરસાદની મૌસમ હવે,
બુંદ તું એક એક ગણશે, લાગશે કેવું તને ?…
truth of lie…
ક્યા બાત હૈ ! આખી રચના બહુ જ સુંદર છે….વાહ…………
ખુબ સારિ લાગિ
જિંદગીની પામરતાનો અહેસાસ કરાવતી ગઝલ.
કવિશ્રીને એમના જન્મદિવસની ખૂબ ખૂબ મુબારકબાદી…
ચિનુકાકા ને જન્મ દિવસ નિ ખુબ ખુબ શુભેચાઓ
બહુ જ સરસ ગઝલ છે.
very dear chinubhai,u r simply great, n again a very warm birthday(i wished u in d morning on mobile)a near n dear friend u r. v love u.thanks
Truth of life…hard to accept though!!!
nice gazal…Happy birthday to kavi shri!!!
પાંદડાં ખરશે, ખખડશે, લાગશે કેવું તને?
શ્વાસના રસ્તા અટકશે, લાગશે કેવું તને?
આ જીવનની પાનખરનુ વર્ણન અહી અમેરિકામા FALLSની પ્રતિતી કરાવે છે! જો કવિશ્રી
હાજર હોત તો આ સવાલોના જવાબ તેને પુછત.
સાદ્યંત સુંદર ગઝલ…
કવિશ્રીને એમના જન્મદિવસની ખૂબ ખૂબ મુબારકબાદી…
કવિ શ્રી ચિનુ મોદીની કલમની કરામત તેમનાજ અવાજમા સાંભળવાથી મન પ્રસન્ન થઈ ગયુ.
તેમને જન્મદિન મુબારક.
લાગ્સે કેવુ તને નો જવબ ઐક ન હોઇ સકે કવિ ને જે સુજે તે સરસ જ હોય્
મર અભિપ્રય મુજબ કવિ સહેબ જવાબ લખે તો કેવુ લા ગ્સે ?
હવે ૮૦ વર્સે લગ્વ જેવુ નથિ
અને જો ભગ્વન નિ મર્જિ હોઇ ને લગે તો બહુ મઝ આવ્સે
સ્વરગ ય નર્ક દોસ્તો તો હસેજ્
ને સાવ સાચુ અએ કે ભગ્વન તો દરેક જગ્ય અએ હા જર્એત્લે મત્ર મઝા
હમણાં જ અહીં કેલિફોર્નીયામાં’ડગલો’ના ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં કવિશ્રી ચિનુ મોદીને
રૂબરૂ મળીને ગઝલ સાંભળવા-સંભળાવવાનો મોકો મળેલો….આજે આ ગઝલ સાંભળીને ફરી એ સંભારણા તાજા થયા…
કવિશ્રીને જન્મદિન નિમિત્તે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ સાથે સ્વાસ્થ્યપૂર્ણ દીર્ઘ આયુની મંગલ કામનાઓ.
આભાર ટીમ ટહુકો….
કવિ શ્રીને તેમના જન્મદિવસે ખૂબ ખૂબ વધાઈ !
શ્વાસના રસ્તા અટકશે, લાગશે કેવું તને…..
જિન્દગીની સતત્યતા તરફ લઈ જતી ગઝલ !
કવિવર શ્રી ચિનુ મોદીને સલામ !
ખુબ જ સંવેદનશીલ શબ્દો ! ૬૦થી વધુ વયની વ્યક્તિઓ માટે ખાસ વાંચવા જેવી ગઝલ.